Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા

    November 7, 2025

    Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા

    November 7, 2025

    કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું

    November 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા
    • Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા
    • કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું
    • વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન Israel સાથે કરશે દોસ્તી
    • Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું
    • Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી
    • Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી
    • Rajkot: Amul milk માં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૩૭૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૩૭૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalMay 5, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૫.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૦૧ સામે ૮૦૬૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૬૫૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૭૯૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૦૦ સામે ૨૪૪૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૭૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૫૫૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    એક તરફ અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ શાંત પડવાના સંકેતને કારણે વૈશ્વિક સ્તરે ટેરિફ તણાવની ભીતિ ઘટી હોવાથી અને બીજી તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે પૂર્ણ યુદ્ધનું જોખમ ઘટતાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ શેરબજારમાં ફરી વળેલી મંદી ગયા મહિને અટકી હતી, તેના પરિણામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતમાં ફરી મોટાપાયે ખરીદી ચાલુ રહેતાં તેમજ ઈન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસે ફંડોનું રોકાણ વધતું રહેવાથી અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના પોઝિટીવ પરિબળની સાથે કોર્પોરેટ ઈન્ડિયાના પરિણામોમાં પસંદગીના સારા રિઝલ્ટના આકર્ષણને કારણે સ્થાનિક બજાર પોઝીટીવ ઝોનમાં રહ્યું હતું.

    ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો ન થવાના કારણો જોઈએ તો ડીઆઈઆઈ અને એફઆઈઆઈની ઘટાડા પર ખરીદી, બ્રેન્ટ ક્રૂડ ૬૩ ડોલરની નીચે, ડોલર ઇન્ડેક્સ ૧૦૦ ની નીચે, છેલ્લા ૧ મહિનામાં ડોલર ઇન્ડેક્સ સામે ભારતીય રૂપિયામાં વધારો, ભારતને ચીન / અન્ય સામે સારો વેપાર સોદો મળવાની શક્યતા, ભારતીય કોર્પોરેટ્સની બેલેન્સ શીટ ખૂબ જ લીવરેજ્ડ ન હોવી, રાજકોષીય ખાધ નિયંત્રણમાં, આરબીઆઈ દ્વારા બેંકોને સારી તરલતા પૂરી પાડતા અને ક્રેડિટ વૃદ્ધિમાં વધારો થવાની શક્યતા, ફુગાવો નિયંત્રણને લીધે થોડા વધુ દરમાં ઘટાડો થવાની શક્યતા, પરિણામો મોટે ભાગે ઇન-લાઇન, લાર્જ કેપ્સમાં મૂલ્યાંકન એટલા મોંઘા ન હોવા તેમજ નિફ્ટી-૫૦૦ બાસ્કેટ નફામાં વૃદ્ધિ આગામી ૨-૩ વર્ષ માટે ઓછામાં ઓછા ૧૦-૧૧% ની આસપાસ રહેવાની ધારણા જેવા કારણોનો સમાવેશ થાય છે.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૦૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૦ અને વધનારની સંખ્યા ૨૫૬૨ રહી હતી, ૧૮૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટસ ૬.૨૯%, બજાજ ફિનસર્વ ૩.૭૩%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૧૧%, આઈટીસી લિ. ૧.૬૨%, ટાટા મોટર્સ ૧.૫૦% અને પાવર ગ્રીડ કોર્પ. ૧.૪૮% વધ્યા હતા, જયારે કોટક બેન્ક ૪.૫૭%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૨૬%, ટાઈટન લિ. ૦.૭૩%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૬૫%, એકસિસ બેન્ક ૦.૬૪%, એચસીએલ ટેક ૦.૪૩% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૨૧% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાની ટેરિફ નીતિમાં અનિશ્ચિતતા અને ભારતીય અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર જણાતા એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૦.૨% ઘટાડીને ૬.૩% કર્યો. એશિયા-પેસિફિક ક્ષેત્રની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ચીનનો વિકાસ દર ૦.૭% ઘટીને ૨૦૨૫માં ૩.૫% અને ૨૦૨૬ માં ૩% થવાની ધારણા છે. જયારે ભારત માટે, એસએન્ડપી એ ૨૦૨૫-૨૬ માં જીડીપી વૃદ્ધિ ૬.૩% અને ૨૦૨૬-૨૭ માં ૬.૫% રહેવાનો અંદાજ લગાવ્યો છે. માર્ચમાં, FY૨૬ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.૭%થી ઘટાડીને ૬.૫% કર્યો હતો. યુએસ ટ્રેડ પોલિસીમાં ફેરફારો વિશ્વ વૃદ્ધિને ધીમી કરશે. જો ટેરિફ પોલિસી શોકની અસર વધશે, તો વૈશ્વિક અર્થતંત્રની ભૂમિકા અનિશ્ચિત બની શકે છે.

    મજબૂત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માંગને કારણે એપ્રિલમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે ઝડપી ગતિએ વૃદ્ધિ નોંધાવી છે. જેના કારણે નિકાસ અને રોજગાર ક્ષેત્રે નોંધપાત્ર સુધારો થયો છે. ભારતીય ચીજવસ્તુઓની મજબૂત માંગને કારણે કંપનીઓની કિંમત નિર્ધારણ શક્તિમાં વધારો અને વેચાણ શુલ્ક ઓક્ટોબર ૨૦૧૩ પછીના સૌથી વધુ સ્તરે પહોંચી ગયા છે. આગામી ચૂંટણીઓને કારણે પ્રવૃત્તિમાં વધારો થતાં ભારત અને ફિલિપાઇન્સ જેવા સ્થાનિક રીતે સંચાલિત અર્થતંત્રો માટે પીએમઆઈ સ્થિર હોવાને કારણે બાહ્ય આંચકાઓ સામે વૃદ્ધિને ટેકો આપવા માટે સ્થાનિક માંગ મહત્વપૂર્ણ સાબિત થશે. તેના પરિણામે નાણાકીય મુદ્દાઓ પર નીતિગત પ્રોત્સાહનોની ગતિ ઝડપી થઈ શકે છે.

    તા.૦૬.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૦૫.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૫૫૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૭૪ પોઈન્ટ થી ૨૪૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૦૫.૦૫.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૫૦૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૫૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૫૫૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૪૯૭૯ પોઈન્ટ થી ૫૪૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૫૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એસબીઆઈ લાઈફ ( ૧૭૭૯ ) :- એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૨૭ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૯૭ થી રૂ.૧૮૦૩ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૧૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૫૧૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૯૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૩૪ થી રૂ.૧૫૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૩૫ ) :- રૂ.૧૪૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૩૯૦ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૫૪ થી રૂ.૧૪૬૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૨૪૬ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૭૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૬૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૧૭ સ્ટોપલોસ ધ્યાને લઈ પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૭૫ થી રૂ.૧૨૯૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • સિપ્લા લિ. ( ૧૫૪૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૨૫ થી રૂ.૧૫૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૩૩ ) :- રૂ.૧૪૬૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૭૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૦૮ થી રૂ.૧૩૯૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • મહાનગર ગેસ ( ૧૪૧૧ ) :- એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૬૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૬ થી રૂ.૧૩૮૩ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૩૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ભારત ફોર્જ ( ૧૧૨૨ ) :- રૂ.૧૧૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૯૭ થી રૂ.૧૦૮૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 7, 2025
    વ્યાપાર

    Adani Ports અને સેઝનો નાણા વર્ષ-૨૬ના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો

    November 7, 2025
    વ્યાપાર

    ટકાઉ ભવિષ્ય માટે RSWM અને Adani Energy Solutions સહયોગ કર્યો

    November 7, 2025
    વ્યાપાર

    Ambuja Cements ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં મજબૂત પરિણામ હાંસલ કર્યાં

    November 7, 2025
    વ્યાપાર

    Adani Enterprises Ltd ના નાણાકીય વર્ષ 26 ના પ્રથમ અર્ધવાર્ષિક પરિણામો જાહેર

    November 7, 2025
    રાષ્ટ્રીય

    આધુનિક સેવાઓ માટે ડાક સેવા 2.0 એપ લોન્ચ કરી

    November 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા

    November 7, 2025

    Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા

    November 7, 2025

    કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું

    November 7, 2025

    વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન Israel સાથે કરશે દોસ્તી

    November 7, 2025

    Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું

    November 7, 2025

    Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી

    November 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા

    November 7, 2025

    Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા

    November 7, 2025

    કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું

    November 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.