રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૯૬ સામે ૮૧૩૨૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૪૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૯૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૩૨ સામે ૨૪૭૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. વૈશ્વિક જિઓ-પોલિટિકલ ટેન્શનમાં વધારો તેમજ અમેરિકાના ઈકોનોમિક ફંડામેન્ટલ્સનું સેન્ટિમેન્ટ ખરડાતા વૈશ્વિક શેરબજારોમાં કડાકાની સ્થિતિ સાથે આજે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ઉપરાંત અમેરિકા-ભારત વચ્ચે હાલમાં થયેલી ટેરિફ મુદ્દે વેપાર મંત્રણામાં કોઈ ઉકેલ કે સકારાત્મક નિર્ણય લેવાયો ન હોવાને લીધે બજારમાં સાવચેતીનું વલણ જોવા મળી રહ્યું છે.
વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતની ઈકોનોમીનો પોઝિટિવ આઉટલૂક આપવામાં આવ્યો હોવાથી સ્થાનિક સેન્ટિમેન્ટ સકારાત્મક બન્યા છતાં વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવોમાં ઉછાળો અને વધતા યુએસ બોન્ડ યીલ્ડની નેગેટીવ અસર સાથે સ્થાનિક સ્તરે એફએમસીજી અને ઓટો શેરોમાં ભારે વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, યુ.એસ. બોન્ડ યિલ્ડમાં વધારો, ભારત અને યુ.એસ. વચ્ચે વ્યાજદરમાં ઘટાડો અને મધ્ય પૂર્વમાં વધતા જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ તેમજ આયાતકારો અને વિદેશી બેંકો તરફથી ડોલરની વધતી માંગના પરિણામે ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો નોંધાતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ઈરાનની ન્યુક્લિયર ઉત્પાદનની સવલતો પર ઈઝરાયલ દ્વારા હુમલાઓ કરાશે એવા અહેવાલો વહેતા થતા વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.
સેક્ટર મુવમેન્ટ…
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને સર્વિસીસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૭૮ અને વધનારની સંખ્યા ૧૭૪૧ રહી હતી, ૧૬૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૮૨%, ભારતી એરટેલ ૦.૪૪% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૦% વધ્યા હતા, જયારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૫૯%, બજાજ ફિનસર્વ ૧.૮૦%, ટેક મહિન્દ્ર ૧.૭૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૭૪%, આઈટીસી લિ. ૧.૫૮%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૩૬%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૬%, એનટીપીસી લિ. ૧.૩૩% અને મારુતિ સુઝુકી ૧.૩૨% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના અર્થતંત્રની ગાડી ગ્રોથના માર્ગે હોવાના જેપી મોર્ગનના રિપોર્ટ બાદ અન્ય ત્રણ રેટિંગ એજન્સીઓએ પણ સકારાત્મક સંકેતો આપ્યા છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત પ્રદર્શન કરી રહ્યુ હોવાનું જણાવ્યું છે. એક રિપોર્ટમાં દેશનો જીડીપી ગ્રોથ અંદાજ વધારવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર, ભારત એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે, જેનો જીડીપી ગ્રોથ ૨૦૨૫માં ૬.૨% થી ૬.૩% રહેવાનો અંદાજ છે.
ભારતમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે ખાનગી વપરાશ વધવાની સંભાવના સાથે ચોમાસુ સારૂ રહેવાની સંભાવના અને મોંઘવારીમાં ઘટાડો થવાની અપેક્ષા છે. જે માંગ આધારિત ગ્રોથમાં વધારો કરશે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક મોર્ગન સ્ટેન્લીએ અગાઉ ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ ૨૦૨૫-૨૬માં ૬.૧% આપ્યો હતો. જે વધારી હવે ૬.૨% કર્યો છે. તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગ્રોથ અંદાજ ૬.૩%થી વધારી ૬.૫% કર્યો છે. સ્થાનિક સ્તરે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે સાથે સાથે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ હોવા છતાં આગામી દિવસોમ સ્થાનિક માંગમાં વધારો થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.
તા.૨૩.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૨.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૬૬૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૭૦૭ પોઈન્ટ થી ૨૪૭૭૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એચડીએફસી બેન્ક ( ૧૯૨૭ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૭૩ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૫૩ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસિસ લિ. ( ૧૫૫૧ ) :- રૂ.૧૫૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૬૩ થી રૂ.૧૫૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૪૪ ) :- રૂ.૧૪૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૪ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૫૮ થી રૂ.૧૪૬૪ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૪૩૭ ) :- ફાર્મા સપ્લાયર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૫૪ થી રૂ.૧૪૬૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૬૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પર્સનલ કેર સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૨૧૭ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૨૮૦ થી ૧૨૯૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એસબીઆઈ લાઈફ ( ૧૭૬૭ ) :- લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૯૩ આસપાસ વેચવાલી થકી રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૮ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૬૪૦ ) :- રૂ.૧૬૭૬ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૮૩ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૬૨૬ થી રૂ.૧૬૦૮ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટેક મહિન્દ્ર ( ૧૫૭૪ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૨૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૫૫ થી રૂ.૧૫૪૦ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ભારત ફોર્જ ( ૧૨૪૧ ) :- ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૬૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૦૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૨૩ ) :- રૂ.૧૧૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૫ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૮૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!