રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૪૮ સામે ૮૧૨૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૯૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૩૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૪૦ સામે ૨૪૬૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૫૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં મંગળવારે ૧૩૦૦ પોઈન્ટના કડાકો નોંધાયા બાદ સારું ચોમાસુ રહેવાનો અંદાજ, ફુગાવો – વ્યાજના દરમાં ઘટાડો, ચોથા ત્રિમાસિકના મજબૂત પરિણામો, સ્થાનિક વપરાશમાં વધારો તેમજ વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતોના પગલે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે બુધવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ઉપરાંત, ભારત – પાકિસ્તાન સીઝફાયર, રિટેલ મોંઘવારીમાં ઘટાડો સહિતના સકારાત્મક પરિબળોના કારણે સ્થાનિક બજારમાં સુધારા તરફી માહોલ જોવા મળ્યો હતો.
એપ્રિલ માસમાં રિટેલ ફુગાવો છ વર્ષના તળિયે નોંધાતાં જીડીપી ગ્રોથમાં મજબૂત ગ્રોથની શક્યતાઓ વધતા તેમજ આરબીઆઈ દ્વારા પણ આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ઘટાડવાની અપેક્ષાઓ વધી હોવાના કારણે અને વધુમાં વૈશ્વિક સ્તરે પણ જિઓ – પોલિટિકલ ક્રાઈસિસ, આર્થિક પડકારોમાં ઘટાડો થવાના કારણે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેકસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૨૧ અને વધનારની સંખ્યા ૨૮૫૫ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૩.૮૮%, ઝોમેટો લિ. ૨.૧૮%, ટેક મહિન્દ્ર ૨.૦૨%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૫૬%, મારુતિ સુઝુકી ૧.૫૦%, ઇન્ફોસિસ લિ. ૧.૫૦%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૪૫%, એચસીએલ ટેકનોલોજી ૧.૦૭% અને ટીસીએસ લિ. ૦.૯૪% વધ્યા હતા, જયારે એશિયન પેઈન્ટ ૧.૭૮%, ટાટા મોટર્સ ૧.૨૬%, કોટક બેન્ક ૧.૧૧%, એનટીપીસી લિ. ૦.૮૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૮૪%, એચડીએફસી બેન્ક ૦.૬૪%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૪૩%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૪૦ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૧૯% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકામાં પ્રિસ્ક્રિપ્શન દવાઓના ભાવ અન્ય દેશોની સમકક્ષ બનાવવાના આદેશ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવાથી ભારત પર બે બાજુથી અસર થવાની ધારણા છે. પ્રથમ, બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારત સહિત અન્ય બજારોમાં દવાઓના ભાવમાં વધારો કરશે અને તેની અસર ભારતીય દર્દીઓ પર પડશે. બીજું, ભારતીય ફાર્માસ્યુટિકલ નિકાસકારોને મધ્યમ ગાળામાં યુએસમાં ભાવ દબાણનો સામનો કરવો પડશે. અમેરિકા વિશ્વનો સૌથી મોટો ખરીદનાર અને પ્રિસ્ક્રિપ્શન દવાઓનો ભંડોળ આપનાર દેશ છે. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે આ પગલાથી અન્ય દેશોમાં દવાઓના ભાવ વધશે અને વૈશ્વિક ભાવ તફાવત ઓછો થશે.
ઉપરાંત, અમેરિકા તથા ચીને એકબીજાના માલસામાન પર ટેરિફમાં ઘટાડો કરવાના લીધેલા નિર્ણયને કારણે ચીનમાંથી ફરી નિકાસ વધવાની શકયતા વધી ગઈ હોવાને કારણે ભારતમાં વિદેશી કંપનીઓના ઉત્પાદન એકમો આવવાની તથા ભારતમાંથી નિકાસ વધવાની શકયતા હાલ પૂરતુ ઘટી ગઈ છે. આ અગાઉ અમેરિકાએ ચીનને બાદ કરતા અન્ય દેશો સાથેની ટેરિફ વોરને ૯૦ દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો જેને પરિણામે અમેરિકામાં નિકાસ વધારવા ભારતને આશા જાગી હતી. પરંતુ હવે ચીન સાથે ટેરિફ વોર સ્થગિત કરી દેવાતા ભારતની આશા ઠંડી પડી ગઈ છે. ત્યારે અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
તા.૧૫.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૧૪.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૭૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૦૮ પોઈન્ટ થી ૨૪૯૩૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૪.૦૫.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૪૯૧૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૪૬૭૬ પોઈન્ટ પ્રથમ અને ૫૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૫૦૮૮ પોઈન્ટ થી ૫૫૧૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૫૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસીસી લિ. ( ૧૮૬૯ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૦૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૮૮ થી રૂ.૧૮૯૪ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ભારતી એરટેલ ( ૧૮૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૧૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૯૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૬૩ થી રૂ.૧૮૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૩૦ ) :- રૂ.૧૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૮ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૨૯ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૨૨૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૮૮ સ્ટોપલોસ ધ્યાને લઈ ફાર્મા સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૩૭ થી ૧૨૫૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૬૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૩૮ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૯૪ થી રૂ.૧૫૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
- ઈન્ફોસિસ લિ. ( ૧૫૯૫ ) :- રૂ.૧૬૧૩ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૨૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૬૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૨૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- મહાનગર ગેસ ( ૧૩૮૭ ) :- એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૨૪ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૦ થી રૂ.૧૩૫૫ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૨૫ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૧૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારત ફોર્જ ( ૧૨૪૮ ) :- રૂ.૧૨૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૮૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૬ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.