Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
    • EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
    • Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
    • Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
    • Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
    • Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalMay 6, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૫.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૯૬ સામે ૮૦૯૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૪૮૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૬૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૫૩ સામે ૨૪૫૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૪૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૩૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ભારત-પાકિસ્તાન યુદ્ધના જોખમ વચ્ચે વિશ્વની બન્ને દેશોને તણાવ દૂર કરવા હાંકલ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેટલીક ટ્રેડ ડિલ થવાના અને ચાઈના સહિત વિશ્વના અન્ય દેશો સાથે ટેરિફ ઘટાડવા મામલે વિચારણાના સંકેત તેમજ અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ દેશના શેરબજારમાં ફરી વળેલી મંદી ગયા મહિને અટકી હતી, તેના પરિણામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતમાં ફરી મોટાપાયે ખરીદી ચાલુ રહેતાંની સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના પોઝિટીવ પરિબળોને કારણે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક બજારમાં આક્રમક તેજી જોવા મળી હતી, તેમજ કોર્પોરેટ પરિણામોની સીઝનમાં પણ પસંદગીના રિઝલ્ટ સારા આવ્યા સામે કેટલીક કંપનીઓના નબળા પરિણામોની બજારમાં મિશ્ર અસર જોવાઈ હતી. પરંતુ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું, વૈશ્વિક બજારોની સાવચેતી પાછળ આજે ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો.

    અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી સમાપ્ત થઈ ગયા પછી ઊભરતી બજારોમાંથી વિદેશી ફંડોના થયેલા પલાયન બાદ ફરી વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી ભર્યો વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક અસ્થિરતા અને અમેરિકી ડોલર નબળો પડવો તેમજ ક્રુડ ઓઈલના ભાવ ઘટવા સહિતના પરિબળો વચ્ચે આ વિદેશી રોકાણકારોનો જંગી રોકાણ પ્રવાહ નોંધાયો. ટેરિફ વોર તથા આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી વિદેશી ફંડો પાછા ભારત સહીતની ઊભરતી બજારમાં નાણાં ઠાલવી રહ્યાનું જોવા મળી રહ્યું છે, છેલ્લા ત્રણ સપ્તાહમાં વિદેશી મૂડી પ્રવાહમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં માર્ચ મહિનામાં નેટ ખરીદદાર બન્યા બાદ એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં ૪.૫ અબજ ડોલરની જંગી ખરીદી કરી છે. જે છેલ્લા નવ મહિનામાં સૌથી લાંબો સમય ખરીદી નોંધાઈ છે.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૩૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેક અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૬૭ અને વધનારની સંખ્યા ૭૭૯ રહી હતી, ૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ ૧.૬૬%, ટાટા સ્ટીલ ૧.૬૨%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૯%, હિન્દુસ્તાન યુનિલીવર ૧.૨૮%, નેસ્લે ઇન્ડિયા ૧.૦૬%, મારુતિ સુઝુકી ૦.૬૫% અને એચસીએલ ટેક. ૦.૬૪% વધ્યા હતા, જયારે ટાટા મોટર્સ ૨.૦૯%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૨.૦૧%, અદાણી પોર્ટસ ૧.૯૬%, એનટીપીસી લિ. ૧.૯૫% અને ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૭૮%, બજાજ ફાઈનાન્સ ૧.૫૨% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાની ટેરિફ નીતિમાં અનિશ્ચિતતા અને ભારતીય અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર જણાતા એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૦.૨% ઘટાડીને ૬.૩% કર્યો. એશિયા-પેસિફિક ક્ષેત્રની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ચીનનો વિકાસ દર ૦.૭% ઘટીને ૨૦૨૫માં ૩.૫% અને ૨૦૨૬ માં ૩% થવાની ધારણા છે. જયારે ભારત માટે, એસએન્ડપી એ ૨૦૨૫-૨૬ માં જીડીપી વૃદ્ધિ ૬.૩% અને ૨૦૨૬-૨૭ માં ૬.૫% રહેવાનો અંદાજ લગાવ્યો છે. માર્ચમાં, FY૨૬ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.૭%થી ઘટાડીને ૬.૫% કર્યો હતો. યુએસ ટ્રેડ પોલિસીમાં ફેરફારો વિશ્વ વૃદ્ધિને ધીમી કરશે. જો ટેરિફ પોલિસી શોકની અસર વધશે, તો વૈશ્વિક અર્થતંત્રની ભૂમિકા અનિશ્ચિત બની શકે છે.

    વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત પાસે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉત્પાદનમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક છે.  લાંબા સમય સુધી અનિશ્ચિતતાની ધારણા ખાનગી ક્ષેત્રને મૂડી નિર્માણ યોજનાઓ પર રોક લગાવવા તરફ દોરી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં વૈશ્વિક વિકાસને કારણે ઊભી થતી અનિશ્ચિતતાઓ વૃદ્ધિ માટે જોખમ બની શકે છે. ભૌગોલિક રાજકીય વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત આ જોખમોને ઘટાડી વ્યૂહાત્મક વેપાર વાટાઘાટો, સ્થાનિક સુધારાઓ અને ઉત્પાદન રોકાણોમાં ઉભરતી તકોનો લાભ લઈ શકે છે. જ્યારે ભૂ-રાજકીય તણાવ, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો, ટેરિફ અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ વૈશ્વિક વિકાસ માટે જોખમો ઉભા કરે છે, ત્યારે ભારતીય અર્થતંત્ર પ્રત્યે સરકારનો દ્રષ્ટિકોણ સકારાત્મક બની શકે છે.

    તા.૦૭.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૦૬.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૪૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૫૭૫ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૩૭૩ પોઈન્ટ થી ૨૪૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૦૬.૦૫.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૪૩૬૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૪૫૭૫ પોઈન્ટ પ્રથમ અને ૫૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૪૧૮૦ પોઈન્ટ થી ૫૪૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૪૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એચસીએલ ટેક્નોલોજી ( ૧૫૭૭ ) :- એચસીએલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૩૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૯૩ થી રૂ.૧૬૦૨ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૧૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૩૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૭૨ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૫૩ ) :- રૂ.૧૨૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૦૮ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૬૬ થી રૂ.૧૨૭૫ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૨૨૭ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૫૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૫૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૧૭ સ્ટોપલોસ ધ્યાને લઈ ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૫૧૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૨૨ ) :- રૂ.૧૪૪૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૫૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૬ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • મહાનગર ગેસ ( ૧૩૭૧ ) :- એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૦૮ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૫૫ થી રૂ.૧૩૩૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૧૫૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૨૦ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ભારત ફોર્જ ( ૧૦૭૯ ) :- રૂ.૧૦૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૦૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૬૭ થી રૂ.૧૦૪૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરા

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 13, 2025
    વ્યાપાર

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    June 13, 2025
    વ્યાપાર

    Vegetable oil ની આયાત મે મહિનામાં સતત ૬ઠ્ઠા મહિને ઘટી

    June 13, 2025
    રાષ્ટ્રીય

    ત્રણ વર્ષથી જુના GST returns ફાઈલ નહી કરી શકાય : નવા નિયમો જુલાઈથી લાગુ

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.