રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૯.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૧૮ સામે ૮૧૦૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૩૨૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૭૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૨૭ સામે ૨૪૮૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૪૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના ટેરિફ આતંક સામે ભારત, ચાઈના, રશિયા એક મંચ પર આવીને વૈશ્વિક વેપારને નવી દિશા આપવાની તૈયારી કરી રહ્યા હોઈ અને પશ્ચિમી દેશો સામે બ્રિક્સ દેશોના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો સામે ટ્રમ્પ અકળાયા હોઈ યુરોપના દેશોને ભારત પર પ્રતિબંધ મૂકવા દબાણ કરી રહ્યા હોવા છતાં ભારતીય શેરબજારમાં લોકલ ફંડો, મહારથીઓના જોરે શેરોમાં ગઈકાલે જોવાયેલી તેજી આજે આરંભિક કલાકોમાં આગળ વધી હતી. પરંતુ વૈશ્વિક મોરચે અમેરિકાના બોન્ડ યીલ્ડમાં થયેલા વધારા અને ડોલર મજબૂત બનવાના કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ વેચવાલી યથાવત્ રાખતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ઈન્ડેક્સ બેઝડ ભારતીય શેરબજારમાં આજે ઉછાળે તેજીને બ્રેક લાગી હતી.
સ્થાનિક સ્તરે જીએસટી કલેકશનમાં સુધારો, જીડીપી વૃદ્ધિ અને ચોમાસાની સફળતા જેવા પોઝિટિવ પરિબળ હોવા છતાં ઈન્ડેક્સ આધારિત વેચવાલીના કારણે બજારમાં નકારાત્મકતા છવાઈ ગઈ હતી. અમેરિકાના ટેરિફ આતંક અને પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે અમેરિકામાં મંદીની ભીતિ અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની તીવ્ર શક્યતાઓ વચ્ચે ડોલર ઈન્ડેક્સની રેન્જબાઉન્ડ સ્થિતિએ ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે ઓપેક દ્વારા ઉત્પાદન વધારવાના સંકેતે ક્રુડઓઈલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મુખ્યત્વે ઓટો ૧.૩%, ટેલિકોમ્યુનિકેશન ૦.૯૬%, મેટલ ૦.૭૧%, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૬૦%, એનર્જી ૦.૨૦% અને યુટિલિટીઝ ૦.૧૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ફોકસ્ડ આઈટી ૧.૪૪%, આઈટી ૧.૨૫%, એફએમસીજી ૧.૨૨%, રિયલ્ટી ૧.૦૭%, ટેક ૦.૭૦%, સર્વિસીસ ૦.૬૦%, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૮% અને કેપિટલ ગુડ્સ ૦.૨૫% ઘટ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૫૭ અને વધનારની સંખ્યા ૨૧૩૪ રહી હતી, ૧૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૩૪%, મારુતિ સુઝુકી ૧.૭૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૨૧%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૧૧%, ભારતી એરટેલ ૦.૮૪%, ઈટર્નલ લી. ૦.૮૩% અને સન ફાર્મા ૦.૭૮% વધ્યા હતા, જ્યારે આઈટીસી ૨.૦૧%, એચસીએલ ટેકનોલોજી ૧.૫૫%, તાતા કન્સલ્ટન્સી ૧.૫૩%, ટેક મહિન્દ્ર ૧.૪૩%, ઈન્ફોસિસ લી. ૧.૨૯%, હિંદુસ્તાન યુનિલિવર ૧.૨૮% અને લાર્સન ૧.૦૧% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ અને મીડકેપ શેરોમાં વેચવાલી સામે નિફટી ફ્યુચરમાં અને સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૪૭ લાખ કરોડ વધીને રૂ.૪૫૨.૭૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે અમેરિકા, ચીન, જાપાન તથા જર્મનીના બજારોમાં તાજેતરમાં જોવા મળેલી રિકવરીની તુલનામાં ભારતના ઇક્વિટી માર્કેટમાં પ્રદર્શન દબાણમાં રહ્યું છે. આ કારણે છેલ્લા એક વર્ષમાં ભારતની માર્કેટ કેપ વૈશ્વિક બજારની ગતિ સાથે પગલાં મળાવી શકી નથી અને હિસ્સો ઘટીને ૩.૬૫% પર આવી ગયો છે. વધુમાં, ભારતની માર્કેટ કેપ / જીડીપીનો રેશિયો ૧૭૮% છે, જે તેની લાંબા ગાળાની સરેરાશ કરતા ઘણો ઊંચો છે. આ પરિસ્થિતિ રોકાણકારોમાં મૂલ્યાંકન અંગેની ચિંતા ઊભી કરે છે અને આગળના દિવસોમાં શેરબજારમાં વધઘટ વધુ જોવા મળે તેવી શક્યતા છે.
જો કે લાંબા ગાળાની દ્રષ્ટિએ ભારત માટે દિશા હજી પણ સકારાત્મક રહી શકે છે. મજબૂત સ્થાનિક વપરાશ, સરકારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરની નીતિઓ, ઉત્પાદન ક્ષેત્રમાં “મેક ઇન ઇન્ડિયા”ની પહેલ અને ડિજિટલ અર્થતંત્રનો વિસ્તાર બજારને ટેકો પૂરો પાડી શકે છે. વૈશ્વિક સ્તરે વ્યાજદર સ્થિરતા અને ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થશે તો ભારત તરફ વિદેશી રોકાણકારોની વાપસી થઈ શકે છે. હાલ ટૂંકા ગાળામાં વૈશ્વિક પ્રવાહો અને મૂલ્યાંકનની ચિંતાને કારણે સાવચેતી ચાલુ રહેશે, પરંતુ મધ્યમથી લાંબા ગાળામાં ભારતના શેરબજારમાં વૃદ્ધિની શક્યતાઓ મજબૂત છે.
તા.૦૮.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૫.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૪૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૦૯ પોઈન્ટ થી ૨૪૯૭૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- સિપ્લા લિ. ( ૧૫૬૧ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૨૭ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૨૯ ) :- રૂ.૧૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૮૮ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૩૧ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેન્ક ( ૧૦૬૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૧૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૭૪ થી રૂ.૧૦૮૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૨૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૩૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ભારત ફોર્જ ( ૧૧૩૫ ) :- રૂ.૧૧૭૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૧૮૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૮૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૩૮ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૦૮ થી રૂ.૯૯૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૧૦૧૭ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૦૩ થી રૂ.૯૯૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૬૪ ) :- રૂ.૯૯૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૩૭ થી રૂ.૯૧૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

