રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૭.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૬૩ સામે ૮૧૨૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૭૭૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૮૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૫૦ સામે ૨૪૭૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૬૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતના યુ.કે. સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાના પોઝિટીવ સમાચાર સામે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખફા થયા હોવાના અને ભારત પર આકરાં ૩૦થી ૩૫% ટેરિફ લાગુ કરી શકે છે એવા સંકેત અને બીજી તરફ દેશના પ્રાઈમરી માર્કેટમાં અનેક કંપનીઓ આઈપીઓ લાવીને આગામી દિવસોમાં મોટા આઈપીઓ કૌભાંડનો પર્દાફાશ થવાની પણ બજારમાં ચર્ચા થવા લાગતાં ખરડાયેલા સેન્ટીમેન્ટમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિ છતાં કોર્પોરેટ પરિણામો એકંદર સાધારણ આવી રહ્યા હોઈ અને ઘણા શેરોમાં ઓવર વેલ્યુએશનની સ્થિતિ વચ્ચે ફંડો, રોકાણકારો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મોટી વેચવાલી સાથે વિદેશી ફંડો – એફપીઆઈઝની સતત વેચવાલીએ આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, યુએસ – ભારત ટેરિફ વાટાઘાટો વચ્ચે સોમવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે સ્થિર રહ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં પીછેહટ ચાલુ રહી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટીલીટીઝ અને એફએમસીજી સેક્ટરલ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૮૧ અને વધનારની સંખ્યા ૧૨૫૬ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં હિંદુસ્તાન યુનિલિવર ૧.૨૩%, એશિયન પેઈન્ટ્સ ૧.૦૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૨%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૪૩%, એચડીએફસી બેન્ક ૦.૧૮%, આઈટીસી ૦.૧૧% અને ઈન્ફોસિસ લિ. ૦.૦૩% વધ્યા હતા, જ્યારે કોટક બેન્ક ૭.૫૦%, બજાજ ફાઈનાન્સ ૩.૬૪%, ભારતી એરટેલ ૨.૩૫%, ટાઈટન ૨.૧૭%, ટીસીએસ લિ. ૧.૭૬%, બીઈએલ ૧.૪૮%, એચસીએલ ટેકનોલોજી ૧.૪૭%, એક્સિસ બેન્ક ૧.૨૫%, અદાણી પોર્ટ્સ ૧.૨૧%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૧૭%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૧૬% અને ઈટર્નલ લિ. ૧.૦૯% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૮૧ લાખ કરોડ ઘટીને ૪૪૭.૮૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૭ કંપનીઓ વધી અને ૨૩ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ટેરિફ વોરમાં શાંતિના સંકેતો વચ્ચે વિશ્વના વેપાર ક્ષેત્રે મહત્વની હલચલ જોવા મળી રહી છે. અત્યાર સુધી અનેક દેશો પર કડક ટેરિફ લગાવનાર ડોનાલ્ડ ટ્રમ્પ હવે વિવિધ દેશો સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કરવાની તૈયારીમાં છે. ખાસ કરીને ૧ ઓગસ્ટની નજીક આવતી મહત્વપૂર્ણ સમયમર્યાદાને ધ્યાનમાં રાખતા, ટ્રમ્પે ૨૦૦ કરતા વધુ નવા ટેરિફ લેટર જારી કરવાની શક્યતા વ્યક્ત થઈ છે. યુરોપિયન યુનિયન સાથે ડિલ પર સમજૂતી થવાના સંકેતો અને જાપાન સાથે ૧૫% ટેરિફ તેમજ ૫૫૦ અબજ ડોલરની રોકાણ યોજના સાથે કરાર થવામાં આવ્યો છે. ભારત માટે પણ આ પરિસ્થિતિ ઘણી જ મહત્વની છે. ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્રે અટવાયેલી ચર્ચાઓ ફરી આગળ વધી શકે છે. જો ભારત પર ટેરિફમાં રાહત મળે, તો તેના કારણે ભારતીય શેરબજારમાં પોઝીટીવ વલણ જોવા મળી શકે છે.
તા.૨૯.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૮.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૭૧૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૯૭૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૭૬ પોઈન્ટ થી ૨૪૬૦૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૮૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૯૭ થી રૂ.૧૫૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૧૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૨૩ ) :- A /T+1 ગ્રુપના આ સ્ટોક રૂ.૧૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ભારત ફોર્જ ( ૧૧૮૯ ) :- રૂ.૧૧૬૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૫૦ બીજા સપોર્ટથી ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૦૩ થી રૂ.૧૨૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૨૮ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૪૪ થી રૂ.૧૧૫૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૮૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેન્ક ( ૧૦૭૬ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૪૨ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૮૪ થી ૧૦૯૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સન ફાર્મા ( ૧૭૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૬૮૬ થી રૂ.૧૭૬૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૦૪ ) :- રૂ.૧૫૩૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૫૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૬૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૫૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૫૦ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૦૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૧૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૮૯ ) :- રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૭૭ ) :- રૂ.૧૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૬૦ થી રૂ.૧૩૩૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો https://www.capsavaj.com/policies ને આધીન…!!!