રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૯.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૮૭ સામે ૮૧૧૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૯૨૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૧૦૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૯૨ સામે ૨૪૯૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવતા અને ત્યારબાદ મોદીએ પણ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરતાં ગયા સપ્તાહ દરમિયાન બન્ને દેશો વચ્ચે ઉભા થયેલા વેપાર તાણમાં ઘટાડાના સંકેત મળ્યા હતા, જેના કારણે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હતો.
બીજી તરફ, દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી) સંબંધિત મુદ્દાઓ હવે સ્પષ્ટ થઈ જતા વેપાર જગતમાં અનિશ્ચિતતા ઓછી થઈ છે અને તેનો સકારાત્મક પ્રભાવ શેરબજારમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને, ફેડરલ રિઝર્વની આવતા સપ્તાહે યોજાનારી બેઠકમાં વ્યાજદર ઘટાડવાની ધારણાએ વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારને પણ ટેકો આપ્યો હતો, જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ વચ્ચે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધારો થયો હતો, જયારે ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા હવે પછી ઉત્પાદનમાં વૃધ્ધિની ગતી ધીમી પાડવામાં આવશે એવા સંકેતો વહેતા થતાં ક્રૂડઓઈલના ભાવમાં ઝડપી ઉછાળો નોંધાયો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મુખ્યત્વે ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, એફએમસીજી અને સર્વિસીસ વધ્યા હતા, જ્યારે રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો અને કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ઘટ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૩૦ અને વધનારની સંખ્યા ૧૯૯૪ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈન્ફોસિસ લિ. ૫.૦૩%, ટેક મહિન્દ્ર ૨.૪૨%, અદાણી પોર્ટ્સ ૨.૪૦%, એચસીએલ ટેકનોલોજી ૧.૭૮%, ટીસીએસ લિ. ૧.૦૦%, સન ફાર્મા ૦.૯૩% અને બજાજ ફિનસર્વ ૦.૮૦%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૭૫% અને આઈટીસી લિ. ૦.૬૯% વધ્યા હતા, જ્યારે ટ્રેન્ટ લિ. ૧.૭૯%, ઈટર્નલ લિ. ૧.૧૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૧%, એનટીપીસી ૦.૭૫% ટાઈટન કંપની લિ. ૦.૫૫% અને ટાટા મોટર્સ ૦.૫૪%, એક્સીસ બેન્ક ૦.૨૩%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૮ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૧૭% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૧૭ લાખ કરોડ ઘટીને ૪૯૩.૯૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૯ કંપનીઓ વધી અને ૧૧ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, હાલની પરિસ્થિતિમાં ભારતની ક્રૂડ તેલની માંગ ચીન કરતા વધુ ઝડપથી વધતી દેખાઈ રહી છે, જે ભારતની આર્થિક વૃદ્ધિ અને રોકાણકારોના વિશ્વાસ માટે સકારાત્મક સંકેત છે. વધતું શહેરીકરણ, લોકોની આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો જેવા પરિબળો ભારતના ઊર્જા ક્ષેત્રને મજબૂત કરી રહ્યા છે. ખાનગી અને વાણિજ્યિક વાહનોની વધતી સંખ્યા, પરિવહન ક્ષેત્રનો વિસ્તાર અને ઉદ્યોગોમાં ઊર્જાની વધતી જરૂરિયાતો ક્રૂડ તેલના વપરાશને વધારી રહ્યા છે. આ વધતી માંગ દેશના ઓઈલ-સંબંધિત ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપશે, જેના કારણે શેરબજારમાં ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કંપનીઓ મજબૂત બની શકે છે.
બીજી તરફ, ચીનમાં ક્રૂડ તેલની માંગ ધીમી ગતિએ વધી રહી છે અને મુખ્યત્વે સ્ટોકપાઇલિંગના કારણે જ સ્થિરતા જાળવી રહી છે. લાંબા ગાળે ચીન માટે આટલો મોટો સંગ્રહ જાળવી રાખવો મુશ્કેલ બનશે, જેના કારણે વૈશ્વિક બજારમાં વધારાનું ઓઈલ વેચવું પડકારજનક બની શકે છે. જો વૈશ્વિક સ્તરે ક્રૂડની માંગમાં ખાસ વધારો નહીં થાય, તો ભાવોમાં અસ્થિરતા વધવાની શક્યતા છે. આવી પરિસ્થિતિમાં ભારતનું ઊર્જા ક્ષેત્ર અને ત્યાંથી પ્રેરિત શેરબજાર વધુ મહત્વનું બની શકે છે. તેથી, ભારતીય શેરબજારની ભાવી દિશા ચીનની ધીમી માંગ અને ભારતની તેજી વચ્ચેના તફાવત પરથી નક્કી થવાની છે અને રોકાણકારો ઊર્જા, પરિવહન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં નવા અવસરો જોઈ શકશે.
તા.૧૦.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૯.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૮ પોઈન્ટ થી ૨૫૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એસબીઆઈ લાઈફ ( ૧૮૧૪ ) :- લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- સિપ્લા લિ. ( ૧૫૫૮ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૫૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૩૨ ) :- રૂ.૧૪૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૩૯૭ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ભારત ફોર્જ ( ૧૧૮૪ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૭ થી રૂ.૧૨૦૮ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૪૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેન્ક ( ૧૦૫૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૧૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓબેરોય રિયલ્ટી ( ૧૬૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૪૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૬૦૩ થી રૂ.૧૫૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્રા ( ૧૫૦૧ ) :- રૂ.૧૫૩૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૪૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૭૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૪૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૮૦ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૬૭ થી રૂ.૧૩૫૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૪૨ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૬૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૧૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૦૪૯ ) :- રૂ.૧૦૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૧૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies