રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૩૩૦ સામે ૮૨૩૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૯૬૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૦૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૭૮ સામે ૨૫૦૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૯૫૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૯૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો અને એનર્જી શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક મોરચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત નીતિઓને લઈ વિશ્વ સ્તબ્ધ હોઈ ભારત માટે પણ ટ્રમ્પના શૂન્ય ટેરિફ માટે સંમત થયાના વિવાદાસ્પદ નિવેદન અને બીજી તરફ ચાઈના અને આરબ દેશો તરફના ઝુંકાવને લઈ વૈશ્વિક વેપાર સ્થિતિ અનિશ્ચિત બની રહેવાની શકયતાએ આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૬૫ અને વધનારની સંખ્યા ૨૩૫૧ રહી હતી, ૧૭૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૨૭%, બજાજ ફાઈનાન્સ ૦.૯૫%, એનટીપીસી લિ. ૦.૫૮%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૩૯%, એચડીએફસી બેન્ક ૦.૨૬%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૨૨%, બજાજ ફિનસર્વ ૦.૨૦%, ભારતી એરટેલ ૦.૧૭%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૦૭ અને ટાટા સ્ટીલ ૦.૦૩% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. ૩.૧૫%, ઇન્ફોસિસ લિ. ૧.૯૨%, ટીસીએસ લિ. ૧.૨૩%, ટેક મહિન્દ્ર ૧.૧૯%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૦૩%, એશિયન પેઈન્ટ ૧.૦૧%, એચસીએલ ટેકનોલોજી ૦.૬૬%, અદાણી પોર્ટ ૦.૬૧% અને ટાઈટન કંપની લિ. ૦.૫૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, એપ્રિલમાં સતત પાંચમાં મહિને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમમાં કેશ હોલ્ડિંગમાં વધારો જોવા મળ્યો હતો. ૩૦ એપ્રિલના રોજ દેશના ટોચના ૨૦ ફન્ડ હાઉસોની ઈક્વિટી સ્કીમના કુલ પોર્ટફોલિઓમાં રોકડનો હિસ્સો વધી ૭.૨૦% રહ્યો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. વૈશ્વિક સ્તરે વેપારમાં અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી ફન્ડ હાઉસો હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે અને નવી ખરીદીમાં સાવચેતી રાખી ધરાવે છે. માર્ચમાં કેશ હોલ્ડિંગનો આંક ૬.૯૦% રહ્યો હતો. બજારમાં વોલેટિલિટીના સમયે ફન્ડ હાઉસો નીચા ભાવે ખરીદીની તકનો લાભ લેવા હાથમાં રોકડ જાળવી રાખવાનો વ્યૂહ ધરાવતા હોય છે.
વોલેટિલિટીના સમયમાં રોકાણકારો તરફથી વધતા રિડમ્પશનને પણ ફન્ડો ધ્યાનમાં રાખતા હોય છે. અમેરિકા દ્વારા ટેરિફ વોરની જાહેરાત બાદ રોજેરોજ આવતા નિર્ણયોને કારણે ઈક્વિટી બજારમાં વોલેટિલિટી જોવા મળી રહી છે. વેપાર મોરચે કોઈપણ ઘટનાક્રમની ઈક્વિટી બજાર પર સીધી અસર જોવા મળતી હોય છે. જોકે એપ્રિલમાં ફન્ડ મેનેજરો દ્વારા ઈક્વિટીની ખરીદીમાં માર્ચની સરખામણીએ વધારો જોવા મળ્યો હતો. મે માસમાં અત્યારસુધીમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીસ કેશમાં અંદાજીત નેટ રૂ.૧૮૧૧૧ કરોડની ખરીદી રહી હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.
તા.૨૦.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૧૯.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૬૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૮ પોઈન્ટ થી ૨૫૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૯.૦૫.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૫૫૧૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૫૧૮૦ પોઈન્ટ પ્રથમ અને ૫૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૫૬૦૬ પોઈન્ટ થી ૫૫૭૩૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસીસી લિ. ( ૧૯૩૨ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૭૩ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૪૮ થી રૂ.૧૯૫૫ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એસબીઆઈ લાઈફ ( ૧૭૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૭૮૮ થી રૂ.૧૭૯૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૬૫૨ ) :- રૂ.૧૬૨૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૦૬ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૭૩ થી રૂ.૧૬૮૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- ટેક મહિન્દ્ર ( ૧૫૯૮ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૧૬ થી રૂ.૧૬૨૪ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૦૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૬૦ સ્ટોપલોસ ધ્યાને લઈ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૨૩ થી ૧૪૩૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ભારતી એરટેલ ( ૧૮૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૮૦૩ થી રૂ.૧૭૮૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૬૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
- સન ફાર્મા ( ૧૭૩૨ ) :- રૂ.૧૭૭૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૭૮૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૮૬ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૪૫ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૮૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૦૮ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૪૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૦૪ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- રામકો સિમેન્ટ્સ ( ૧૦૦૧ ) :- રૂ.૧૦૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૩૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૮૮ થી રૂ.૯૭૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.