રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૮૬ સામે ૮૧૩૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૨૩૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૫૯૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૭૪ સામે ૨૪૭૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૧૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે ગઈકાલે મંગળવારના રોજ કડાકો નોંધાયા બાદ આજે સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે ફંડો દ્વારા નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.
જિઓપોલિટિકલ ક્રાઈસિસ, ક્રૂડના વધતા ભાવો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા મોટાપાયે ખરીદી કરી બુલને ટેકો આપી રહ્યા છે. જેપી મોર્ગન દ્વારા ભારતનું અર્થતંત્ર વિવિધ પડકારો વચ્ચે પણ મજબૂત ગ્રોથ સાથે વેગવાન રહેવાનો રિપોર્ટ અને સ્થાનિક સ્તરે આર્થિક વૃદ્ધિમાં વધારો તેમજ ફુગાવો કંટ્રોલમાં રહેવાની અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, મુડીઝ દ્વારા અમેરિકાનું રેટીંગ ડાઉનગ્રેડ કરતાં ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં બેતરફી સાંકડી વધઘટ જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ…
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૫ અને વધનારની સંખ્યા ૨૨૯૧ રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૨.૦૨%, ટાટા સ્ટીલ ૧.૮૬%, સન ફાર્મા ૧.૫૭%, ટેક મહિન્દ્ર ૧.૩૯%, બજાજ ફાઈનાન્સ ૧.૩૬%, નેસ્લે ૧.૧૨%, ટાટા મોટર્સ ૧.૧૧%, એનટીપીસી લિ. ૧.૦૮% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૯૨ વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૩૯%, કોટક બેન્ક ૦.૭૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૬૨%, આઈટીસી લિ. ૦.૪૪%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૪૨% અને મારુતિ સુઝીકી ૦.૨૬% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થતંત્ર સામાન્ય વિકાસના માર્ગે પાછું ફરી રહ્યું છે. એક અંદાજ મુજબ ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૬.૫%ના દરે વૃદ્ધિ પામશે અને ચાલુ વર્ષમાં તેનો વિકાસ અંદાજ પણ લગભગ સમાન સ્તરે રહેશે. જોકે, જો ભારતે તેના નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા હોય તો તેણે આનાથી વધુ ઝડપથી વિકાસ કરવો પડશે. ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ સામાન્ય દરે સ્થિર થઈ રહી હતી ત્યારે યુએસ વેપાર નીતિમાં ફેરફારોએ વૈશ્વિક સ્તરે ભારે અનિશ્ચિતતા ઊભી કરી. જોકે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ સહિત વિવિધ અંદાજો સૂચવે છે કે તેની ભારત પર મર્યાદિત અસર પડશે.
અનિશ્ચિત વાતાવરણ ઘણીવાર કંપનીઓને રોકાણ કરવાથી નિરાશ કરે છે અને આ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે. જોકે, નજીકના ભવિષ્યમાં ભારત માટે પરિસ્થિતિ બે કારણોસર બદલાઈ શકે છે. પ્રથમ, ભારત અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યું છે અને અહેવાલો સૂચવે છે કે બધું યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. બીજું, ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ વ્યવસાયની દ્રષ્ટિએ ચીનથી દૂર રહેવા માંગે છે. ભારત પોતાને એક આકર્ષક વિકલ્પ તરીકે રજૂ કરી શકે છે. આવી તકોનો લાભ લેવાથી આગામી દિવસોમાં રોકાણ, રોજગાર અને વૃદ્ધિને વેગ મળશે.
તા.૨૨.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૧.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૮૦ પોઈન્ટ થી ૨૪૯૦૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એસબીઆઈ લાઈફ ( ૧૭૬૫ ) :- એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૨૭ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૮૩ થી રૂ.૧૭૯૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૦૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસિસ લિ. ( ૧૫૬૭ ) :- રૂ.૧૫૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૮૦ થી રૂ.૧૬૦૬ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૪૬ ) :- રૂ.૧૪૨૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૮ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- મહાનગર ગેસ ( ૧૩૮૨ ) :- એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૨૦૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૧૭૩ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૨૨૩ થી ૧૨૩૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૬૪૯ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૭૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૩૪ થી રૂ.૧૬૨૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્ર ( ૧૫૯૬ ) :- રૂ.૧૬૨૨ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૪૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૮૦ થી રૂ.૧૫૬૫ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૪૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૯૩ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૨૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૮૦ થી રૂ.૧૩૬૩ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૨૬૮ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૩૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૩૨ ) :- રૂ.૧૧૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૬૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૬ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!