Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?

    November 8, 2025

    Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ

    November 8, 2025

    જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh

    November 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?
    • Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ
    • જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh
    • 09 નવેમ્બર નું પંચાંગ
    • 09 નવેમ્બર નું રાશિફળ
    • Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા
    • Gujarat માંથી પાકિસ્તાનમાં પૈસા મોકલવાનું મસમોટું કૌભાંડ, હર્ષ સંઘવીએ માહિતી આપી
    • રાહત પેકેજ,Junagadh જિલ્લાના મેંદરડાના ખાલપીપલી ગામના ખેડૂતોએ પ્રદર્શન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2025Updated:August 14, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૮.૨૦૨૫ ના રોજ..

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૩૯ સામે ૮૦૬૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૪૮૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૫૯૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૧૨ સામે ૨૪૭૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૫૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૮૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનાને વધારાના ટેરિફમાં ૯૦ દિવસની રાહત આપતાં અને બીજી તરફ રશીયા – અમેરિકાના પ્રમુખોની અલાસ્કામાં યોજાનારી મુલાકાત અને યુક્રેન મામલે યુદ્ધના અંતની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં ઝડપી રિકવરી જોવાઈ હતી. સ્થાનિક સ્તરે ભારતને ભીંસમાં લેવા અમેરિકાના પ્રયાસો છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ આગામી દિવસોમાં મુલાકાત યોજાય એવા અહેવાલો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી સાથે દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.

    યુ.એસ.ના ઈન્ફ્લેશન ડેટા અપેક્ષા કરતાં ઓછા આવતાં ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદર ઘટાડાની શક્યતાઓ વધી છે, જેના કારણે વૈશ્વિક બજારમાં સકારાત્મક ભાવના ફેલાઈ છે, સાથે ભારતમાં પણ મોંઘવારી ૮ વર્ષની નીચલી સપાટીએ આવી હોવાના કારણે અર્થતંત્રમાં સ્થિરતા અને વૃદ્ધિ બંનેના સંકેત મળી રહ્યા છે. વિદેશી રોકાણકારોની સતત ખરીદી તેમજ અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલી શાંતિચર્ચાના સંકેતો વૈશ્વિક અનિશ્ચિતતામાં રાહત આપતા સ્થાનિક બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં જુલાઈનો ફુગાવો નીચો રહેતા ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં કપાત આવશે તેવી શકયતા વધી જતા અમેરિકન ડોલર ઈન્ડેકસ નબળો પડતા રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાયો હતો, જયારે અમેરિકાએ ચીનના ગુડ્સ પર વધારાની ટેરિફ ૯૦ દિવસ સ્થગિત રાખતા ચીન તરફથી માંગ જળવાઈ રહેવાની અપેક્ષાએ ક્રુડઓઈલના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ, ફોકસ્ડ આઈટી, ટેક, આઈટી, બેન્કેકસ, ફાઈનાન્શિયલ સર્વિસીસ, ટેલિકોમ્યુનિકેશન અને કંઝ્યુમર ડિસ્ક્રેશનરી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૨૦ અને વધનારની સંખ્યા ૧૭૪૨ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈટર્નલ લિ. ૧.૯૪%, ઈન્ફોસિસ લિ. ૧.૫૦%, એશિયન પેઈન્ટ્સ ૧.૧૬%, ટાઈટન કંપની લિ. ૦.૬૫%, એચડીએફસી બેન્ક ૦.૬૧%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૫૫%, બજાજ ફિનસર્વ ૦.૫૫%, મારુતિ સુઝુકી ૦.૪૭% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૪૩% વધ્યા હતા. જ્યારે મુખ્ય્તવે ટાટા સ્ટીલ ૩.૦૩%, ટેક મહિન્દ્ર ૧.૫૩%, અદાણી પોર્ટ્સ ૧.૩૪%, બીઈએલ ૧.૦૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૦%, એચસીએલ ટેકનોલોજી ૦.૭૦%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૬૪%, આઈટીસી લિ. ૦.૬૩% અને ટ્રેન્ટ ૦.૫૩% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૮૩ લાખ કરોડ વધીને ૪૪૪.૬૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના અનુમાન મુજબ અમેરિકામાં ભારતની નિકાસની માત્રા દેશના જીડીપીના ૨% જેટલી જ હોવાથી ટ્રમ્પના ટેરિફને કારણે ભારતના આર્થિક વિકાસ પર અસર નહીં પડે કારણ કે ભારત વેપારલક્ષી અર્થતંત્ર નથી અને ભારતનું સોવેરિન રેટિંગ્સ આઉટલુક પણ પોઝિટિવ જળવાઈ રહેશે. આર્થિક વિકાસ મજબૂત હોવાનું જણાવી ગયા વર્ષના મે માસમાં એસએન્ડપીએ ભારતના સોવેરિન રેટિંગને બીબીબી- થી પોઝિટિવ અપગ્રેડ કર્યું હતું. રશિયા પાસેથી ભારતે ક્રુડ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હોવાનું જણાવી અમેરિકાએ ભારત પર કુલ ૫૦% ટેરિફની જાહેરાત કરી છે જેમાંથી ૨૫% સાત ઓગસ્ટથી લાગુ થઈ છે અને બીજી ૨૫% ૨૭ ઓગસ્ટથી લાગુ થનાર છે.

    વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૫૦% રહેવા એસએન્ડપીએ અંદાજ મૂકયો છે. ફાર્માસ્યૂટિકલ તથા ઈલેકટ્રોનિકસ જેવા મુખ્ય ક્ષેત્રોને ટેરિફમાંથી બાકાત રખાયા છે. લાંબા ગાળે આ ટેરિફથી ભારતને મોટો ફટકો પડશે તેવું જણાતું નથી અને માટે ભારત પર પોઝિટિવ આઉટલુક જળવાઈ રહ્યું છે. ચીન ઉપરાંત અન્ય દેશની સ્ટ્રેટેજી વેપારગૃહોને છેલ્લા કેટલાક વર્ષથી લાભકારક બની છે અને કંપનીઓ ભારતમાં ઘરેલુ માગને પૂરી કરવા ભારતમાં વેપારગૃહો ઊભા કરી રહી છે. વેપારગૃહો માત્ર અમેરિકામાં નિકાસ કરવા જ ભારતમાં એકમો સ્થાપી નથી રહી પરંતુ ભારતમાં ઘરેલુ માંગ પણ મજબૂત છે.

    તા.૧૮.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૪.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૬૮૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૯૭૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૦૬ પોઈન્ટ થી ૨૪૪૭૪ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ઓબેરોય રિયલ્ટી ( ૧૬૨૨ ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૪૪ થી રૂ.૧૬૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૬૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૭૬ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરીઝ ( ૧૨૫૧ ) :- રૂ.૧૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૦ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ભારત ફોર્જ ( ૧૧૮૫ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૩ થી રૂ.૧૨૧૨ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • જીન્દાલ સ્ટીલ ( ૯૭૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૩૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૮૮ થી ૯૯૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૪૦ થી રૂ.૧૪૨૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • ઈન્ફોસીસ લિ. ( ૧૪૫૨ ) :- રૂ.૧૪૮૦ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૯૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૨૩ થી રૂ.૧૪૦૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૮૪ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૬૭ થી રૂ.૧૧૫૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૦૬૯ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૩૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૮ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ ( ૯૩૪ ) :- રૂ.૯૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૮૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    November 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    US ના પ્રતિબંધોને કારણે રશિયાએ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો કર્યો

    November 8, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 7, 2025
    વ્યાપાર

    Adani Ports અને સેઝનો નાણા વર્ષ-૨૬ના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો

    November 7, 2025
    વ્યાપાર

    ટકાઉ ભવિષ્ય માટે RSWM અને Adani Energy Solutions સહયોગ કર્યો

    November 7, 2025
    વ્યાપાર

    Ambuja Cements ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં મજબૂત પરિણામ હાંસલ કર્યાં

    November 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?

    November 8, 2025

    Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ

    November 8, 2025

    જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh

    November 8, 2025

    09 નવેમ્બર નું પંચાંગ

    November 8, 2025

    09 નવેમ્બર નું રાશિફળ

    November 8, 2025

    Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા

    November 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?

    November 8, 2025

    Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ

    November 8, 2025

    જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh

    November 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.