Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    07 નવેમ્બર નું પંચાંગ

    November 6, 2025

    07 નવેમ્બર નું રાશિફળ

    November 6, 2025

    WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો

    November 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 07 નવેમ્બર નું પંચાંગ
    • 07 નવેમ્બર નું રાશિફળ
    • WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો
    • ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court
    • Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો
    • દેશને મળશે ૪ નવી Vande Bharat train, PM મોદી ૮ નવેમ્બરે બતાવશે લીલી ઝંડી
    • જંગલરાજમાં એક પણ પુલ બન્યો નથી : વડાપ્રધાન મોદી
    • ભારતે ૪૮ રને જીતી ચોથી ટી-૨૦ મેચ, ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હરાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૮૮૦ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૮૮૦ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૮.૨૦૨૫ ના રોજ..

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૩૫ સામે ૮૦૪૯૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૩૧૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૫૩૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૫૪ સામે ૨૪૬૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૧૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ચોમાસાની સારી પ્રગતિ સાથે અમેરિકા – ભારત વચ્ચે મામલો ઉકેલાઈ જવાની અપેક્ષાએ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ૫૦% ટેરિફ લાદવાની સામે ભારત સરકારે ટસના મસ નહીં થઈ ઈન્ડિયા ફર્સ્ટ અને દેશના ખેડૂતોના હિતમાં કોઈ સમાધાન નહીં કરવાના બતાવેલા મક્કમ નિર્ધારને લઈ આગામી દિવસોમાં ટ્રમ્પ સમાધાનની તરફેણમાં આવી જવાની શકયતા અને બીજી તરફ ૧૫, ઓગસ્ટના અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને રશીયાના પ્રમુખ પુતિન વચ્ચે યોજાનારી મુલાકાતમાં રશીયા-યુક્રેન વચ્ચેનો યુદ્ધના અંતનો સંકેત મળવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં રિકવરી જોવાઈ હતી.

    ભારત પર ટેરિફ મામલે ટ્રમ્પ આગામી દિવસોમાં સમીક્ષા કરે એવી શકયતાએ બજારમાંથી અત્યારે વેચવાલી કરી રહેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ વેચવાલી અટકાવી ફરી ખરીદદાર બની શોર્ટ કવરિંગ કરીને કેશમાં લેવાલ બન્યાના પણ સંકેતે બજારમાં યુ-ટર્ન આવ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચીનના માલસામાનને ટેરિફમાંથી વધુ ૯૦ દિવસ મુક્તિ આપવાના અમેરિકાના નિર્ણયને કારણે વૈશ્વિક વેપાર તાણ હાલપૂરતું હળવી થયાના સંકેત સાથે ડોલર સામે રૂપિયો નબળો પડતા રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ચીન હવે સાઉદી અરેબિયાને બદલે રશિયાનું ક્રુડઓઈલ ખરીદશે તેવા અહેવાલ વચ્ચે ક્રુડઓઈલના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો જોવા માળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૫૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૪ અને વધનારની સંખ્યા ૨૨૩૦ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બીઈએલ ૨.૨૫%, ઈટર્નલ લિ. ૨.૦૮%, કોટક બેન્ક ૧.૫૬%, ટાટા મોટર્સ ૧.૪૮%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૪૨%, પાવર ગ્રીડ ૧.૩૩%, ભારતી એરટેલ ૧.૧૬%, સન ફાર્મા ૧.૦૫%, બજાજ ફાઈનાન્સ ૦.૮૯%, એશિયન પેઈન્ટ ૦.૮૭%, ટ્રેન્ટ ૦.૫૬% અને એચડીએફસી બેન્ક ૦.૪૬% વધ્યા હતા, જ્યારે અદાણી પોર્ટ્સ ૦.૭૮%, આઈટીસી ૦.૫૮%, અટ્રાટેક સિમેન્ટ ૦.૪૬%, ટાઈટન ૦.૩૪%, એક્સિસ બેન્ક ૦.૨૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૦૭%, એનટીપીસી લિ. ૦.૦૬% અને ટાટા સ્ટીલ ૦.૦૩% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૨૫ લાખ કરોડ વધીને ૪૪૫.૫૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૧ કંપનીઓ વધી અને ૧૯ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય આયાત પર કુલ ૫૦% ટેરિફ લાદ્યો છે. જે વિયેતનામ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા પ્રાદેશિક દેશો પર લાદવામાં આવેલા ૧૫-૨૦% ટેરિફ કરતા ઘણો વધારે છે. ભારત દક્ષિણ એશિયામાં અમેરિકાનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે અને ટેરિફમાં વધારો ‘મેક ઇન ઇન્ડિયા’ અને સપ્લાય ચેઇન વૈવિધ્યકરણના કેન્દ્રમાં રહેલા ક્ષેત્રો પર સીધી અસર કરશે. આમાં ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતે વૈશ્વિક ઉત્પાદનમાં ચીનના વિકલ્પ તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસો સાથે, કંપનીઓએ તેમની સપ્લાય ચેઇનનો એક ભાગ ભારતમાં ખસેડવાનું શરૂ કર્યું. પરંતુ મૂડીઝે ચેતવણી આપી હતી કે ટેરિફ વધારાથી ભારતીય નિકાસ યુએસ બજારમાં ઓછી સ્પર્ધાત્મક બનશે અને વિદેશી રોકાણકારો માટે ભારતનું આકર્ષણ ઘટી શકે છે.

    જો ભારત યુએસ દંડથી બચવા માટે રશિયન ઓઈલની આયાત ઘટાડે છે, તો તે ઓઈલ પુરવઠામાં વિક્ષેપ પાડી શકે છે અને ઊર્જા ખર્ચમાં વધારો કરી શકે છે, જેનાથી ઊર્જા-સઘન ઉદ્યોગો પર દબાણ આવશે. રશિયન ઓઈલથી દૂર રહેવાથી વૈશ્વિક પુરવઠો કડક થશે, કિંમતો વધશે અને ફુગાવો વધશે. ટેરિફ ઓર્ડર અમલમાં આવવામાં હજુ સમય બાકી છે, જેનાથી સંભવિત વાટાઘાટો માટે જગ્યા બાકી છે. મૂડીઝ કહે છે કે કરાર થવાની શક્યતા છે, પરંતુ જો અનિશ્ચિતતા લાંબા સમય સુધી ચાલે તો તે હાલમાં રોકાણના નિર્ણયોને અસર કરી શકે છે. મૂડીઝે ચેતવણી આપી હતી કે જો પરિસ્થિતિ વધુ વણસે તો રોકાણકારોનો ભારતના ઉત્પાદન દ્રષ્ટિકોણ પર વિશ્વાસ નબળો પડી શકે છે.

    તા.૧૪.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૩.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૭૧૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૯૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૭૬ પોઈન્ટ થી ૨૪૬૦૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • એચસીએલ ટેકનોલોજી ( ૧૫૦૨ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૭૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૨૪ થી રૂ.૧૫૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૭૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૨૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૮૪ ) :- રૂ.૧૩૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૪૪ બીજા સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૯૭ થી રૂ.૧૪૦૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • એક્સીસ બેન્ક ( ૧૦૭૧ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૯૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • અદાણી ગ્રીન ( ૯૨૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૮૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૪૪ થી ૯૫૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • સિપ્લા લિ. ( ૧૫૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૨૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૫ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૨૭ ) :- રૂ.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૫૫ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૨૪૫ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૯૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૧૮ થી રૂ.૧૨૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૦૮૧ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૪૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૯ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ ( ૯૪૫ ) :- રૂ.૯૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૧૯ થી રૂ.૯૦૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 6, 2025
    રાષ્ટ્રીય

    ભુલથી ખોટું રિટર્ન ભરવા પર કરમુક્તિનો દાવો ફગાવી ન શકાય : Tribunal

    November 6, 2025
    રાષ્ટ્રીય

    Anil Ambani ના રિલાયન્સ ગ્રુપની તપાસ હવે એસએફઆઈઓ પણ કરશે

    November 6, 2025
    રાષ્ટ્રીય

    US ની નિકાસમાં 37.5 ટકાનો ઘટાડો, અન્ય દેશોએ ભરપાઈ કરી

    November 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 4, 2025
    વ્યાપાર

    IPO નો IPL સાવધાનીથી રમો : સીઝન ગરમ છે

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    07 નવેમ્બર નું પંચાંગ

    November 6, 2025

    07 નવેમ્બર નું રાશિફળ

    November 6, 2025

    WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો

    November 6, 2025

    ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે: Supreme Court

    November 6, 2025

    Bihar માં મતદાન વચ્ચે INDIA ગઠબંધનના ધારાસભ્ય પર હુમલો

    November 6, 2025

    દેશને મળશે ૪ નવી Vande Bharat train, PM મોદી ૮ નવેમ્બરે બતાવશે લીલી ઝંડી

    November 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    07 નવેમ્બર નું પંચાંગ

    November 6, 2025

    07 નવેમ્બર નું રાશિફળ

    November 6, 2025

    WPL ઓક્શન પહેલા ખરાબ સમાચાર, દીપ્તિ શર્માને લાગ્યો ઝટકો

    November 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.