Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 11 નવેમ્બર નું પંચાંગ
    • 11 નવેમ્બર નું રાશિફળ
    • દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
    • પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
    • 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
    • જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
    • તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
    • શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalMay 23, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૫.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૫૧ સામે ૮૦૮૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૮૯૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૨૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૫૨ સામે ૨૪૬૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૩૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૭૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજારમાં ગઈકાલે મોટા કડાકા બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી બંધ રહ્યા હતા. અમેરિકાની વેપાર ખાધમાં વૃદ્ધિની સાથે ફુગાવો વધવાની શક્યતા સામે એશિયાની ઈકોનોમી મજબૂત ગ્રોથ સાથે આગળ વધી રહી હોવાનો અહેવાલો સાથે ભારતીય અર્થતંત્ર પણ મજબુત હોવાના અહેવાલોએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    અમેરિકા પર તોળાઈ રહેલું દેવાંના સંકટના કારણે યુએસ યીલ્ડમાં વૃદ્ધિ અને ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો છે પરિણામે આઈટી અને ટેક્નોલોજી સેક્ટરમાં કમાણી વધવાના અંદાજ સાથે ઈન્ફોસિસ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા અને ટીસીએસ લિ. ના શેર્સમાં અંદાજીત ૨% થી ૧%નો ઉછાળો નોંધાયો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ વધતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ઓપેકના ક્રૂડ ઉત્પાદક દેશો જુલાઈ માસમાં પણ ઉત્પાદનમાં વૃદ્ધી ચાલુ રાખશે એવા નિર્દેશો વહેતા થતાં ક્રૂડઓઈલના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા.

    સેક્ટર મુવમેન્ટ…

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૯ અને વધનારની સંખ્યા ૨૩૬૧ રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૩.૬૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૪૨%, આઈટીસી લિ. ૨.૩૯%, નેસ્લે ઇન્ડિયા ૨.૧૪%, બજાજ ફિનસર્વ ૨.૦૯%, એકસિસ બેન્ક ૧.૮૭%, અદાણી પોર્ટ ૧.૬૮%, કોટક બેન્ક ૧.૫૪% અને લાર્સેન લિ. ૧.૩૯% વધ્યા હતા, જયારે એક માત્ર સન ફાર્મા ૨.૧૪% ઘટ્યો હતો.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઉભું છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિથી વધી રહ્યા છે. યુએસ ટેરિફ સંબંધિત સમાચારને કારણે એપ્રિલની શરૂઆતમાં સ્થાનિક શેરબજાર થોડું નબળું પડયું હતું. પરંતુ અમેરિકાએ તેના કેટલાક કરવેરા નિર્ણયોને અસ્થાયી રૂપે અટકાવ્યા અને ભારતની બેંકિંગ અને ફાઇનાન્સ કંપનીઓએ જાન્યુઆરી – માર્ચ ક્વાર્ટરમાં સારા પરિણામો દર્શાવ્યા કે તરત જ શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી.

    વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે. પરંતુ અહેવાલમાં ભારતની પરિસ્થિતિ અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ ભારત ૨૦૨૫માં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહેશે અને આ વર્ષે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે ૨૦૨૫-૨૬માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે. આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા હોવાથી, ગામડાઓમાં વપરાશ વધશે અને ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો પણ નિયંત્રણમાં રહી શકે છે.

    તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૩.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૭૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૩૯ પોઈન્ટ થી ૨૫૦૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ભારતી એરટેલ ( ૧૮૩૫ ) :- એરટેલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૭ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૫૪ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૫૬૯ ) :- રૂ.૧૫૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૮૮ થી રૂ.૧૬૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૨૫૯ ) :- રૂ.૧૨૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૦૩ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૭૭ થી રૂ.૧૩૦૩ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૦૧૨ ) :- આયરન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૫૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૭૯૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૭૪૪ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૮૦૮ થી ૮૧૮ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એચડીએફસી બેન્ક ( ૧૯૩૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૬૩ આસપાસ વેચવાલી થકી રૂ.૧૯૦૯ થી રૂ.૧૮૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૮૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • સિપ્લા લિ. ( ૧૪૮૪ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૨૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૭૦ થી રૂ.૧૪૩૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૨૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૫૨ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૯૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૧૭ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૭૮ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૪૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી ગ્રીન ( ૯૮૮ ) :- રૂ.૯૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૭૦ થી રૂ.૯૫૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 10, 2025
    વ્યાપાર

    વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!!

    November 10, 2025
    વ્યાપાર

    IPO કે માર્કેટ ? નાણાનું રોકાણ કયાં કરવું ??

    November 10, 2025
    વ્યાપાર

    Gold and silver ફરી સળગ્યા : તોતિંગ ઉછાળો

    November 10, 2025
    રાષ્ટ્રીય

    શું તમે પગારદાર છો ? તમને આવકવેરાની નોટીસ મળી છે !!

    November 10, 2025
    રાષ્ટ્રીય

    Airtel and Vi ના યુઝર્સને ઝટકો : રિચાર્જ પ્લાનમાં વધારી દીધા દામ

    November 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025

    પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ

    November 10, 2025

    11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”

    November 10, 2025

    જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

    November 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.