રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૭.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૮૯૧ સામે ૮૦૬૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૫૭૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૩૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૧૦ સામે ૨૪૬૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૩૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
નબળા કોર્પોરેટ પરિણામોની અને અમેરિકા સાથે યુરોપીયન યુનિયનેએ આકરાં ટેરિફ દરે ટ્રેડ ડિલ કરતાં અને યુરોપના દેશો માટે ૧૫% જેટલી ટેરિફ લાગુ કરવાના નિર્ણય વચ્ચે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી, પરંતુ ટેરિફ મામલે ભારત સાથે મામલો હજુ ગૂંચવાયેલો હોઈ ટ્રમ્પ ભારત પર ક્યા ટેરિફ દરે, ક્યાં શરતે ટ્રેડ ડિલ કરશે એના પર ભારત અને વિશ્વની નજર મંડાયેલી હોઈ આ સૂચિત ટ્રેડ ડિલના કાઉન્ટ-ડાઉન વચ્ચે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
આર્થિક રીતે, જૂલાઈ માસમાં જીએસટી કલેક્શન મજબૂત રહેવાની અપેક્ષા સાથે રોકાણકારો હવે આગામી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી મીટિંગ તરફ આશાવાદી નજરે જોઈ રહ્યા છે, જ્યાં વ્યાજદરમાં કોઈ મોટા ફેરફારની શક્યતા ન હોવાથી બજારમાં સ્થિરતા અને તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, યુરોપ તથા અમેરિકા વચ્ચે ટેરિફ કરાર થઈ જવાને કારણે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે વેપાર કરાર થવાને પગલે માંગ વધવાની અપેક્ષાએ ક્રુડઓઈલના ભાવ સુધારા તરફી રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, એનર્જી, ઈન્ડસ્ટ્રિયલ્સ, હેલ્થકેર, કોમોડિટીઝ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ભારે ઉછાળો જોવા માળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૨૧ અને વધનારની સંખ્યા ૨૪૮૨ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૨૧%, લાર્સન લિ. ૨.૧૩%, એશિયન પેઈન્ટ ૧.૮૧%, ટાટા મોટર્સ ૧.૪૮%, અદાણી પોર્ટ્સ ૧.૪૨%, ટાટા સ્ટીલ ૧.૨૮, મારુતિ સુઝુકી ૧.૨૮% અને ભારતી એરટેલ ૦.૭૫% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૦.૭૩%, ટાટા કન્સલ્ટન્સી ૦.૭૩%, ટાઈટન કંપની લિ. ૦.૪૧% આઈટીસી લિ. ૦.૩૧%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૨૮%, બીઈએલ ૦.૨૬%, ઈટર્નલ લિ. ૦.૨૪% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૧૬% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૬૪ લાખ કરોડ વધીને ૪૫૧.૫૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૦ કંપનીઓ વધી અને ૧૦ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઈનને આડે હવે માત્ર બે દિવસ બાકી છે. બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે અનિશ્ચિતતાઓ જળવાઈ રહી છે. બંને પક્ષે વાટાઘાટો ચાલી રહી હોવા છતાં હજુ સુધી નક્કર જાહેરાત કરવામાં આવી નથી. ભારતના સ્થાનિક બજારને સુરક્ષિત રાખવાના લાંબા સમયથી ચાલતા અભિગમના કારણે વેપાર કરારમાં અમુક વસ્તુઓ વધુ જટિલ બની છે. ભારત અને અમેરિકા વેપાર કરારમાં વિલંબ પાછળનું એક કારણ એલ્યુમિનિયમ અને તાંબા પર અમેરિકા તરફથી લાદવામાં આવેલો ઊંચો ટેરિફ પણ છે.
ભારત સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લાગુ ૫૦% અને ઓટો સેક્ટરમાં ૨૫% ટેરિફમાં રાહત ઈચ્છે છે. જ્યારે ડેરી અને કૃષિ પ્રોડ્કટ્સ પર અમેરિકાને કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવાના પક્ષમાં નથી. બીજી તરફ અમેરિકા ઈચ્છે છે કે, ભારત પેટ્રોકેમિકલ્સ, ડેરી પ્રોડક્ટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, ગાડીઓ અને ઔદ્યોગિક સામાનો પર લાગુ ટેરિફ ઘટાડે. આગામી દિવસોમાં ક્યાં શરતે ટ્રેડ ડિલ થશે એના પર વિશ્વની નજર સાથે આવતીકાલથી ફેડરલ રિઝર્વની શરૂ થઈ રહેલી બે દિવસની બેઠકમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ વ્યાજ દરને લઈને કેવો નિર્ણય લે છે તેના પર બજારની નજર રહેશે. સાથે સાથે અમેરિકામાં બીજા ત્રિમાસિક ગાળાના જીડીપી આંક ઉપરાંત રોજગારના ડેટાની વર્તમાન સપ્તાહમાં થનારી જાહેરાત બજારની ચાલ નક્કી કરનારા પરિબળો બની રહેશે.
તા.૩૦.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૯.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૯૭૯ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૭૮૭ પોઈન્ટ થી ૨૪૬૭૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એસીસી લિ. ( ૧૮૨૮ ) :- સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૪૩ થી રૂ.૧૮૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઓબેરોય રિયલ્ટી ( ૧૬૭૩ ) :- A /T+1 ગ્રુપના આ સ્ટોક રૂ.૧૬૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૮૮ થી રૂ.૧૬૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૧૬ ) :- રૂ.૧૩૯૭ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૮ બીજા સપોર્ટથી રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૯૮ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૧૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પર્સનલ કેર સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૧૭૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૨૩૪ થી ૧૨૪૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એસબીઆઈ લાઈફ ( ૧૮૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યોરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૫૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૮૦૮ થી રૂ.૧૭૮૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૭૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- સિપ્લા લિ. ( ૧૫૭૩ ) :- રૂ.૧૫૯૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૦૬ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૩૩ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૮૩ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૫૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૫૭ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૪૦ થી રૂ.૧૪૨૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૪ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૧૦૦૧ ) :- રૂ.૧૦૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૪૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૮૪ થી રૂ.૯૭૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો https://www.capsavaj.com/policies ને આધીન…!!!