રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૮૫૭ સામે ૮૨૨૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૯૨૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૦૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૮૩ સામે ૨૫૧૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૦૮૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૧૨૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સ્થાનિક સ્તરે જીએસટી દરોમાં ઘટાડાની તૈયારી, ચોમાસું દેશભરમાં સામાન્યથી સારૂ નીવડી રહ્યું હોઈ કૃષિ, ગ્રામીણ ક્ષેત્રે પ્રોત્સાહક વૃદ્ધિની અપેક્ષા અને ફુગાવો ઘટવાની અપેક્ષા જેવા પોઝિટીવ પરિબળોએ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક મોરચે રશીયા-યુક્રેન વચ્ચે સીઝફાયર કરાવવા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપના દેશોના પ્રયાસો વચ્ચે આ કવાયત હજુ વધુ દિવસો ચાલવાની શકયતા સામે અમેરિકા માટે ટેરિફ મામલે હજુ પડકારો કાયમ હોઈ અને બીજી તરફ બ્રિક્સ દેશો વચ્ચે ટ્રેડ સમજૂતીના સંકેત અને ભારત-ચાઈનાના ટ્રેડ સંબંધો સુધરતાં આજે ભારતીય શેરબજારમાં ફંડો સતત તેજીમાં રહ્યા હતા.
ફેડ ચેરમેન જેરોમ પોવેલ આર્થિક દ્રષ્ટિકોણ અને સેન્ટ્રલ બેંકના નીતિ માળખા પર બોલાવાના હોઈ એના પર વિશ્વની નજર રહેતા મોટાભાગના ઈન્વેસ્ટરો આગામી મહિને ૨૫ બેઝિઝ પોઈન્ટ ફેડ રેટ ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે અને ભારતીય આઈટી કંપનીઓ તેમની આવકનો મોટો હિસ્સો યુ.એસ.ના બજારમાંથી મેળવી રહ્યા હોઈ કંપનીઓને પરોક્ષ ફાયદો થવાની અપેક્ષાએ ફંડોએ તેજી કરી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં કપાત આવશે તેવી શકયતા વધી જતા અમેરિકન ડોલર ઈન્ડેકસ નબળો પડતા રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાયો હતો, જયારે અમેરિકામાં ક્રુડ ઓઈલનો સ્ટોક ઘટી ગયાના નિર્દેશ બાદ ક્રુડઓઈલના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૨% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, યુટીલીટીઝ, સર્વિસીસ, એફએમસીજી, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, કોમોડીટઝ, મેટલ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૦૦ અને વધનારની સંખ્યા ૨૦૯૪ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફિનસર્વ ૧.૧૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૯%, બજાજ ફાઈનાન્સ ૦.૯૦%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૬%, લાર્સેન લિ. ૦.૭૬%, બીઈએલ ૦.૬૫%, ટાઈટન કંપની લિ. ૦.૪૩%, મારુતિ સુઝુકી ૦.૩૫% અને સન ફાર્મા ૦.૩૧ વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૫૧%, ઇટર્નલ લિ. ૧.૪૭%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૦૮%, અદાણી પોર્ટસ ૦.૯૫%, એનટીપીસી લિ. ૦.૯૧%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૬૧%, ટાટા મોટર્સ ૦.૬૧%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૩૯% અને ટાટા સ્ટીલ ૦.૨૮% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૦૪ લાખ કરોડ વધીને ૪૫૬.૨૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ૪ મહિના દરમિયાન ટોચના ૨૦ દેશોમાંથી લગભગ ૭ દેશોમાં ભારતની નિકાસમાં ઘટાડો થયો છે. જોકે અપેક્ષા અનુસાર અમેરિકામાં આયાત જકાત વધે તે પહેલાં જ નિકાસ ૨૨% જેટલી વધી ગઈ છે. ઓગસ્ટના અંત સુધીમાં ૫૦% ડયુટી લાગુ થવાથી આવનારા સમયમાં ભારતની અમેરિકામાં નિકાસમાં ભારે ઘટાડો થઈ શકે છે. વાણિજ્ય વિભાગના ડેટા અનુસાર, એપ્રિલ-જુલાઈ દરમિયાન નેધરલેન્ડ, યુકે, સિંગાપોર, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, ઇટાલી, ફ્રાન્સ અને મલેશિયા જેવા દેશોમાં નિકાસમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ૪ મહિનામાં ભારતની કુલ વેપારી નિકાસમાં આ ૨૦ દેશોનો હિસ્સો ૬૯% છે.
આ સાથે વર્ષના શરૂના આ મહિનાઓ દરમિયાન ભારતની નિકાસ ૩% વધીને ૧૪૯.૨ અબજ ડોલર થઈ છે, જેમાં યુએસમાં શિપમેન્ટ ૨૨% વધ્યું છે. યુએસ ભારતનું સૌથી મોટું નિકાસ બજાર રહ્યું છે. નિકાસકારો કહે છે કે યુએસ દ્વારા વિવિધ દેશો પર ટેરિફ લાદતા ઉભી થયેલી અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક માંગ ધીમી પડવાની શક્યતા છે. જોકે એક્સપોર્ટરો દ્વારા આક્રમક નિકાસને કારણે યુએસમાં ભારતની નિકાસ મજબૂત રહી છે અને ડબલ ડિજિટનો વિકાસ દર જાળવી રાખ્યો છે. યુએસ ખરીદદારો ડયુટી ટાળવા માટે સ્ટોક ઉભો કરી રહ્યાં છે અને ૫૦% ટેક્સ લાદવામાં આવ્યા પછી માંગમાં ધરખમ ઘટાડો થઈ શકે છે.
તા.૨૨.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૧.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૧૨૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૯૩૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૧૭૭ પોઈન્ટ થી ૨૫૨૦૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ઓબેરોઈ રિયલ્ટી ( ૧૬૬૧ ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૧૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૭૭ થી રૂ.૧૬૮૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૯૫ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૭૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૦૯ થી રૂ.૧૫૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૦૭૯ ) :- રૂ.૧૦૫૬ નો પ્રથમ તેમજ રૂ.૧૦૪૪ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૯૪ થી રૂ.૧૧૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૦૪૧ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૦૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૯૪૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા કોમોડીટી કેમિકલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૯૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૫૭ થી ૯૭૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૪૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૩૦ થી રૂ.૧૪૧૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૪ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- અદાણી પોર્ટસ ( ૧૩૫૮ ) :- રૂ.૧૩૮૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૯૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૪૦ થી રૂ.૧૩૨૩ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૯૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ભારત ફોર્જ ( ૧૧૫૪ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૦૩ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૩૦ થી રૂ.૧૧૧૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૦૮ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૮૮ થી રૂ.૯૭૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૫૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૯૬૪ ) :- રૂ.૯૮૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૩૦ થી રૂ.૯૧૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies