Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો

    September 12, 2025

    Junagadh લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ સરળ ભાષામાં કાયદાકીય જ્ઞાન આપ્યું

    September 12, 2025

    13 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો
    • Junagadh લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ સરળ ભાષામાં કાયદાકીય જ્ઞાન આપ્યું
    • 13 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 13 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • Banaskantha માં પૂરની સ્થિતિ વચ્ચે વાવ, સુઈગામ, થરાદ અને ભાભરમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે
    • Amul માં પ્રથમવાર પૂર્ણ બહુમતિથી અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
    • Ahmedabad માં ૧૨૧ કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં કંપની અને ત્રણ ડિરેક્ટરો સામે FIR
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૯.૨૦૨૫ ના રોજ..

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૨૫ સામે ૮૧૨૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૨૧૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૫૪૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૭૨ સામે ૨૫૦૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૦૪૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૧૦૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    જીએસટી દરમાં ઘટાડાની પોઝિટીવ અસર અને અમેરિકા – ભારત વચ્ચે ટ્રેડ ડિલ વાટાઘાટ ફરી શરૂ થવાની અપેક્ષાએ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

    અમેરિકાના આકરાં ટેરિફ સામે ભારતની ડિપ્લોમસી કામ કરી ગઈ હોય એમ તાજેતરમાં ભારત, રશિયા, ચાઈનાની ત્રિપુટી નજીક આવતાં ટ્રમ્પને ફાળ પડી હોવાનું અને ભારત માટે આક્રમકતા ઢીલી પડી હોવાનો સંકેત ટ્રમ્પે આપતાં અને વડાપ્રધાન મોદીએ પણ તેને આવકારતાં આજે ભારતીય શેરબજારમાં તેજીનો દોર આગળ વધ્યો હતો. આ સાથે ફિચ દ્વારા ભારતના જીડીપી વૃદ્ધિનો નાણા વર્ષ ૨૦૨૬ માટે અંદાજ ૬.૫% થી વધારીને ૬.૭% મૂકવામાં આવ્યાની પોઝિટીવ અસર જોવાઈ હતી.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં જાહેર થનારા ફુગાવાના આંક અને આવતા સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં કપાતની વધી રહેલી શકયતા વચ્ચે અમેરિકામાં લેબર માર્કેટ નબળી પડતા તેની અસરે ડોલરમાં નબળાઈના પગલે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધારો યથાવત્ રહ્યો હતો, જયારે કતારમાં દોહા પર ઈઝરાયેલના હુમલા અને રશિયા પર વધુ પ્રતિબંધ આવવાની ધારણાંએ ક્રુડઓઈલમાં આગેકૂચ જારી રહી હતી.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૪% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૨૨ અને વધનારની સંખ્યા ૨૦૯૪ રહી હતી, ૧૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એનટીપીસી લિ. ૧.૬૯%, એક્સિસ બેન્ક ૧.૫૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૩૩%, ઈટર્નલ લિ. ૧.૧૭%, ભારતી એરટેલ ૧.૧૭%, સન ફાર્મા ૧.૦૦%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૭%, એશિયન પેઈન્ટ ૦.૬૬ અને આઈટીસી લિ. ૦.૫૦% વધ્યા હતા, જ્યારે ઇન્ફોસિસ લિ. ૧.૫૧%, ટાઈટન કંપની લિ. ૧.૦૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૫%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૮૪%, બીઈએલ લિ. ૦.૭૬%, ટ્રેન્ટ લિ. ૦.૫૬%, ટાટા મોટર્સ ૦.૪૪%, લાર્સેન લિ. ૦.૪૦% અને ટેક મહિન્દ્રા ૦.૩૩% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૭૭ લાખ કરોડ વધીને ૪૫૭.૨૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૬ કંપનીઓ વધી અને ૧૪ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, રેટિંગ એજન્સી ફીચે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૬.૫૦% પરથી વધારી ૬.૯૦% મૂક્યો છે, જે મજબૂત સ્થાનિક સ્તરની માંગ અને ઉપભોગ વધારાના સંકેત આપે છે. આવકમાં વૃદ્ધિ તથા જીએસટીમાં સુધારાથી ઉપભોગ ખર્ચ વધશે, જેના કારણે રિટેલ, કન્ઝ્યુમર ગુડ્સ અને સર્વિસ સેક્ટર માટે તકો સર્જાશે. સારા ચોમાસાના કારણે ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી પર નિયંત્રણ રહેશે, જે મેક્રો સ્તરે બજારને ટેકો પૂરો પાડશે.

    જોકે વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દરમાં મંદી અને અમેરિકા-ભારત વેપાર સંબંધોની અનિશ્ચિતતા ઈન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટને દબાવી શકે છે, તેમ છતાં ભારત ચીન અને યુરોઝોનની તુલનાએ વધુ મજબૂત વૃદ્ધિ દર ધરાવતું બજાર બનીને ઉભરશે. ઉપરાંત, આરબીઆઈ દ્વારા શક્ય રેપો રેટ કટથી લિક્વિડિટી સુધરશે, જે બેન્કિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે અનુકૂળ રહેશે. કુલ મળીને, નજીકના સમયમાં ભારતીય શેરબજાર મજબૂત સ્થાનિક સ્તરની માંગ, ઉપભોગ વૃદ્ધિ અને મેક્રો સ્થિરતાના આધાર પર તેજી તરફ દોરી શકે છે, જોકે વૈશ્વિક પરિબળો બજારમાં થોડી અસ્થિરતા જાળવી રાખશે.

    તા.૧૨.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૧.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૧૦૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૯૩૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૧૭૩ પોઈન્ટ થી ૨૫૨૦૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ઓબેરોઈ રિયલ્ટી ( ૧૬૧૧ ) :- રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૩૬ થી રૂ.૧૬૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૦૬ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૮૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૧૭ ) :- રૂ.૧૦૯૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૦ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૩૪ થી રૂ.૧૧૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • જીન્દાલ સ્ટીલ ( ૧૦૪૬ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૦૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • અદાણી ગ્રીન ( ૯૮૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૪૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૯૪ થી રૂ.૧૦૦૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૪૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૩૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૮૮ ) :- રૂ.૧૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૬૪ થી રૂ.૧૩૫૫ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ભારત ફોર્જ ( ૧૨૧૫ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૫ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૦૯૨ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૬૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • એચડીએફસી બેન્ક ( ૯૬૮ ) :- રૂ.૯૮૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૫૦ થી રૂ.૯૩૩ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 12, 2025
    વ્યાપાર

    Dollar સામે સતત ગગડતો રૂપિયો ૮૮.૪૬ના નવા તળિયે

    September 12, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    September 12, 2025
    રાષ્ટ્રીય

    લોન નહીં ચૂકવો તો તમારો ફોન લોક થઈ જશે! RBI

    September 11, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 11, 2025
    વ્યાપાર

    IPO એ માત્ર 4 કલાકમાં લગભગ રૂ. 2,700 કરોડ એકત્ર કર્યા

    September 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો

    September 12, 2025

    Junagadh લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ સરળ ભાષામાં કાયદાકીય જ્ઞાન આપ્યું

    September 12, 2025

    13 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 12, 2025

    13 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 12, 2025

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 12, 2025

    Banaskantha માં પૂરની સ્થિતિ વચ્ચે વાવ, સુઈગામ, થરાદ અને ભાભરમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે

    September 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ભવનાથ આંગણવાડી કેન્દ્ર- ૧ ખાતે જાતિગત સંવેદનશીલતા અંગેનો કાર્યક્રમ યોજાયો

    September 12, 2025

    Junagadh લો કોલેજમાં વિદ્યાર્થીઓને ન્યાયધીશોએ‌ સરળ ભાષામાં કાયદાકીય જ્ઞાન આપ્યું

    September 12, 2025

    13 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.