રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૯૭ સામે ૮૧૩૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૨૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૨૭૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૮૪ સામે ૨૪૯૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૬૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઓપનિંગ સેશનથી જ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. એકબાજુ અમેરિકન શેરબજારની સાથે એશિયન બજારોમાં તેજી, જ્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી માળખામાં ફેરફારના સંકેત આપ્યાની અસર પણ બજાર પર જોવા મળી હતી. આ સાથે ટ્રમ્પ અને પુતિનની મુલાકાત બાદ ભારત સામે ટેરિફ મામલે મિજાજ ઢીલા પડવાની શક્યતા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ૫૦% ટેરિફ લાદીને પાકિસ્તાનનો પક્ષ લેવા માંડયા સામે ભારતીય સરકાર ટસના મસ નહીં થઈ ઈન્ડિયા ફર્સ્ટ અને દેશના ખેડૂતોના હિતમાં કોઈ સમાધાન નહીં કરવાના બતાવેલા મક્કમ નિર્ધારને લઈ આગામી દિવસોમાં ટ્રમ્પ સમાધાનની તરફેણમાં આવી જવાની શકયતાએ આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકામાં મોંઘવારીના આંકડા અપેક્ષા કરતાં નરમ આવતા વ્યાજદર ઘટાડાની આશા વધી છે, જેના કારણે વિદેશી ફંડ પ્રવાહોમાં વધારો નોંધાયો. સાથે વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી, ક્રુડ ઓઇલના ભાવમાં સ્થિરતા અને રૂપિયો મજબૂત થવાથી પણ રોકાણકારોને રાહત મળી છે. વૈશ્વિક સ્તરે ચીનની અર્થવ્યવસ્થા માટે સહાય પેકેજની જાહેરાતથી એશિયાઈ બજારોમાં તેજી જોવા મળી અને તેની સકારાત્મક અસર ભારતીય બજારમાં પણ દેખાઈ. કુલ મળીને વૈશ્વિક અને સ્થાનિક બંને પરિબળોના સંયોજનથી આજે બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી, આઈટી, પાવર અને ટેક સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૭ અને વધનારની સંખ્યા ૨૫૬૨ રહી હતી, ૧૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મારુતિ સુઝુકી ૮.૯૪%, બજાજ ફાઈનાન્સ ૫.૦૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૩.૭૧%, બજાજ ફિનસર્વ ૩.૭૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૫૪%, હિન્દુસ્તાન યુનીલીવર ૩.૪૬%, ટ્રેન્ટ લિ. ૨.૮૨%, એશિયન પેઈન્ટ ૨.૨૯% અને અદાણી પોર્ટસ ૨.૦૮ વધ્યા હતા. જ્યારે આઈટીસી લિ. ૧.૨૬%, લાર્સેન લિ. ૧.૧૮%, ઈટર્નલ લિ. ૧.૧૬%, ટેક મહિન્દ્રા ૧.૦૨%, એનટીપીસી લિ. ૦.૯૧%, ઇન્ફોસિસ લિ. ૦.૮૨%, બીઈએલ ૦.૬૨%, સન ફાર્મા ૦.૬૨% અને ટીસીએસ લિ. ૦.૩૩% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ દ્વારા ઉભા થયેલા પડકારો આગામી એક કે બે ક્વાર્ટરમાં ઓછા થઈ જશે, પરંતુ દેશે લાંબા ગાળાના વ્યૂહાત્મક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નાણાકીય વર્ષ ૨૦૨૫માં આર્થિક વૃદ્ધિ ૯.૨% થી ઘટીને ૬.૫% થઈ ગઈ છે, જેનું મુખ્ય કારણ કડક ક્રેડિટ પરિસ્થિતિઓ અને પ્રવાહિતાની અછત છે. જો કૃષિ ક્ષેત્રમાં યોગ્ય નીતિઓ અપનાવવામાં આવે, તો તે વાસ્તવિક જીડીપી વૃદ્ધિમાં ૨૫% સુધીનું યોગદાન આપી શકે છે.
રત્નો, ઝવેરાત અને કાપડ જેવા ક્ષેત્રોને અમેરિકા તરફથી ૫૦% ટેરિફનો પહેલો ફટકો પહેલેથી જ લાગ્યો છે. હવે પછી બીજા અને ત્રીજા સ્તરની અસરો વધુ જટિલ હશે. જો કે, લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી, તેની મોટી અસર નહીં પડે, પરંતુ ટૂંકા ગાળાના પડકારો હશે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઉચ્ચ ટેરિફ કેમ લાદ્યો. તેની પાછળ ઘણી શક્યતાઓ હોઈ શકે છે, ફક્ત ટેરિફ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, એઆઈ, આવશ્યક ખનિજોનો પુરવઠો અને વૈશ્વિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા જેવા લાંબા ગાળાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તા.૧૯.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૮.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૬૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૮૦ પોઈન્ટ થી ૨૪૮૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ઈન્ફોસીસ લિ. ( ૧૪૪૧ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૦૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૫૪ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૮૮ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૯૭ થી રૂ.૧૪૦૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૩૫ ) :- રૂ.૧૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૮૮ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૦૯૪ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૮ થી રૂ.૧૧૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેન્ક ( ૧૦૮૨ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૪૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૯૮ થી ૧૧૦૮ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ભારતી એરટેલ ( ૧૮૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૨૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૮૮૦ થી રૂ.૧૮૫૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૩૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૭૫ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૧૭ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૩૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૩૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૭૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૧૭ થી રૂ.૧૪૦૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૧૦ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૫૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૯૪૮ ) :- રૂ.૯૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૩૦ થી રૂ.૯૧૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies