Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Harmanpreet ધોનીનાપગલે:ગેટવે ઓફ ઈન્ડિયામાં મહિલાવર્લ્ડ કપ-2025ની ટ્રોફી સાથેપોઝઆપ્યો

    November 4, 2025

    દિવાળી બાદ Income Tax નું પ્રથમ દરોડા ઓપરેશન : જમીનના બે ધંધાર્થી ગ્રુપ ઝપટે

    November 4, 2025

    Rajkot જિલ્લાની મતદારયાદીમાંથી શંકાસ્પદ મતદારોના નામ નોટીસ આપી કમી કરાશે

    November 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Harmanpreet ધોનીનાપગલે:ગેટવે ઓફ ઈન્ડિયામાં મહિલાવર્લ્ડ કપ-2025ની ટ્રોફી સાથેપોઝઆપ્યો
    • દિવાળી બાદ Income Tax નું પ્રથમ દરોડા ઓપરેશન : જમીનના બે ધંધાર્થી ગ્રુપ ઝપટે
    • Rajkot જિલ્લાની મતદારયાદીમાંથી શંકાસ્પદ મતદારોના નામ નોટીસ આપી કમી કરાશે
    • ભારતને વર્લ્ડકપ જીતાડનારીHarmanpreetની પણ રોહિત શર્માની જેમ કેપ્ટન્સી છીનવાશે?
    • ટ્રોફી ભારતીય ટીમ પાસે લાંબો સમય નહીં રહે, કારણ કે ICCનો એક ખાસ નિયમ આ ટ્રોફી પાછી લઈ લેવાનો
    • 50 વર્ષીય Amol Mazumdar ની કોચિંગમાં ભારતીય મહિલા ખેલાડીઓના આત્મવિશ્વાસ જોવા મળ્યો
    • મહિલાઓને મેસેજ કરી ફસાયા બંગાળી એક્ટર Riju Biswas
    • Shraddha Kapoor મહારાષ્ટ્રનાં લાવણી નૃત્યાંગના વિઠાબાઈની બાયોપિકમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૫૨૦૨ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૫૨૦૨ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૯.૨૦૨૫ ના રોજ..

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૦૧ સામે ૮૧૫૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૨૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૪૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૫૦ સામે ૨૫૦૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૦૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૭૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ચોમાસું દેશભરમાં સારૂ રહ્યાની સાથે મોદી સરકાર દ્વારા મેઈક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન માટે ગત સપ્તાહમાં વિવિધ ઉદ્યોગોને જીએસટીમાં રાહત આપવામાં આવતાં અને દેશમાં લોકોની ખર્ચપાત્ર આવકમાં વધારો કરવાના પગલાંની પોઝિટીવ અસરે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

    ટ્રમ્પના ટેરિફ યુદ્ધમાં ભારતને ઝુંકાવવા હવે આઈટી સહિતના ઉદ્યોગો પર આઉટસોર્સિંગ ટેક્ષ લાદવાની અટકળો વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ વાટાઘાટ ફરી શરૂ થવાના અહેવાલ અને ફેડરલ રિઝર્વની આવતા સપ્તાહે મળનારી બેઠકમાં વ્યાજ દરમાં કપાત આવવાની શક્યતાએ પણ બજારને ટેકો આપ્યો હતો. સાથે જીએસટી મુદ્દે હવે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જતા ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો,, મહારથીઓનું શેરોમાં વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં આકર્ષક ઘટાડાની ધારણાં અને અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડા જેવા પરિબળોને કારણે ડોલરમાં નબળાઈ સામે રુપિયાના મૂલ્યમાં વધારો જોવાયો હતો, જયારે રશિયા પર અમેરિકાના વધુ સૂચિત પ્રતિબંધો અને ઓપેક તથા સભ્ય દેશો દ્વારા ક્રુડ તેલના ઉત્પાદનમાં વધારો સાધારણ રહેવાના સંકેતે ક્રુડઓઈલના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૭ અને વધનારની સંખ્યા ૨૪૧૦ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બીઈએલ લિ. ૪.૨૬%, એચસીએલ ટેકનોલોજી ૨.૫૭%, બજાજ ફાઈનાન્સ ૨.૧૯%, ટીસીએસ લિ. ૧.૯૯%, ટેક મહિન્દ્ર ૧.૮૮%, ઈન્ફોસિસ લિ. ૧.૮૬%, એક્સિસ બેન્ક ૧.૭૯%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૧૬% અને લાર્સન લિ. ૦.૮૭% વધ્યા હતા, જ્યારે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૪૭%, મારુતિ સુઝુકી ૧.૫૩%, ટાટા મોટર્સ ૦.૯૧%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૦%, ઈટર્નલ લિ. ૦.૪૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૩૩%, ટાઈટન કંપની લિ. ૦.૨૨%, ટ્રેન્ટ લિ. ૦.૨૦% અને ભરતી એરટેલ ૦.૧૮% ઘટ્યા હતા.

    ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૫૯ લાખ કરોડ વધીને ૪૫૬.૪૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૯ કંપનીઓ વધી અને ૧૧ કંપનીઓ ઘટી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા વૈશ્વિક પરિસ્થિતિ અને સ્થાનિક પરફોર્મન્સ પર આધારિત રહેશે. એમએસસીઆઈ ઉભરતા બજારોના સૂચકાંકમાં ભારતનું વેઈટેજ બે વર્ષના નીચલા સ્તરે પહોંચવું રોકાણકારો માટે ચેતવણીરૂપ છે. ચીન અને તાઇવાનની તુલનામાં ભારતીય બજારમાં તાજેતરમાં નબળાઈ જોવા મળી છે, જેના કારણે વૈશ્વિક ભંડોળોમાંથી પ્રવાહ ઘટવાની સંભાવના છે. નબળી કમાણી, ધીમી આર્થિક વૃદ્ધિ અને અમેરિકાના ઊંચા ટેરિફ જેવા પરિબળો પણ રોકાણકારોની વિશ્વસનીયતા પર અસર કરી રહ્યા છે. ટૂંકા ગાળે, બજારમાં વોલેટિલિટી ચાલુ રહેવાની શક્યતા છે અને વૈશ્વિક ફંડ્સ ભારત કરતાં અન્ય ઉભરતા બજારો તરફ વધારે ઝુકી શકે છે.

    લાંબા ગાળે, ભારતની મૂળભૂત આર્થિક સ્થિતિ અને કંપનીઓની સંખ્યામાં વધારો તેને મજબૂત બનાવશે. એમએસસીઆઈ ઇન્ડેક્સમાં ભારતીય કંપનીઓની સંખ્યા સતત વધી રહી છે, જે ધીમે ધીમે ભારતનું પ્રતિનિધિત્વ મજબૂત કરશે. જો ચીનની તેજી સ્થિર થાય અથવા તેની વૃદ્ધિ ધીમી પડે, તો ભારતને ફરી ઊંચું વેઈટેજ મેળવવાની તક મળશે. સરકારના સુધારાત્મક પગલાં, ઉત્પાદન ક્ષેત્ર અને સર્વિસિસ સેક્ટરમાં વૃદ્ધિ તથા સ્થાનિક રોકાણકારોના મજબૂત ટેકાથી બજારમાં પુનઃસ્થિરતા આવી શકે છે. એટલે કે મધ્યમથી લાંબા ગાળે ભારતીય શેરબજારમાં પુનઃ તેજી આવવાની શક્યતા નકારી શકાય તેવી નથી.

    તા.૧૧.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૦.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૦૭૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૩ પોઈન્ટ થી ૨૪૯૭૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૦૯ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૩૯૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ભારત ફોર્જ ( ૧૨૦૬ ) :- રૂ.૧૧૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૭૩ બીજા સપોર્ટથી ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૧૦૮ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૭૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ ( ૯૪૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા કોમોડીટી કેમિકલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૧૩ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૮૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૬૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • સન ફાર્મા ( ૧૫૯૮ ) :- રૂ.૧૬૨૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૩૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૭૪ થી રૂ.૧૫૬૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૪૬૮ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૦૮ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૪૦ થી રૂ.૧૪૨૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૦૭૮ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૬૦ થી રૂ.૧૦૪૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૧૦૪૦ ) :- રૂ.૧૦૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૦૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    IPO નો IPL સાવધાનીથી રમો : સીઝન ગરમ છે

    November 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 3, 2025
    રાષ્ટ્રીય

    બેંકોએ નિયમો બદલી નાખ્યા હવે ક્રેડિટ કાર્ડ કેટલુ ફાયદાકારક રહે છે?

    November 3, 2025
    વ્યાપાર

    Vodafone-Idea વેચાઈ જશે! અમેરિકી કંપનીએ રૂા.53000 કરોડની ઓફર કરી

    November 3, 2025
    ગુજરાત

    Gujarat રાજ્યે ઓક્ટોબર-2025માં કર વસૂલાત ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું

    November 3, 2025
    મુખ્ય સમાચાર

    Reliance Center સહિત Anil Ambani Group ની રૂા.3084 કરોડની 40 મિલ્કતો ટાંચમાં લેવાઈ

    November 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Harmanpreet ધોનીનાપગલે:ગેટવે ઓફ ઈન્ડિયામાં મહિલાવર્લ્ડ કપ-2025ની ટ્રોફી સાથેપોઝઆપ્યો

    November 4, 2025

    દિવાળી બાદ Income Tax નું પ્રથમ દરોડા ઓપરેશન : જમીનના બે ધંધાર્થી ગ્રુપ ઝપટે

    November 4, 2025

    Rajkot જિલ્લાની મતદારયાદીમાંથી શંકાસ્પદ મતદારોના નામ નોટીસ આપી કમી કરાશે

    November 4, 2025

    ભારતને વર્લ્ડકપ જીતાડનારીHarmanpreetની પણ રોહિત શર્માની જેમ કેપ્ટન્સી છીનવાશે?

    November 4, 2025

    ટ્રોફી ભારતીય ટીમ પાસે લાંબો સમય નહીં રહે, કારણ કે ICCનો એક ખાસ નિયમ આ ટ્રોફી પાછી લઈ લેવાનો

    November 4, 2025

    50 વર્ષીય Amol Mazumdar ની કોચિંગમાં ભારતીય મહિલા ખેલાડીઓના આત્મવિશ્વાસ જોવા મળ્યો

    November 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Harmanpreet ધોનીનાપગલે:ગેટવે ઓફ ઈન્ડિયામાં મહિલાવર્લ્ડ કપ-2025ની ટ્રોફી સાથેપોઝઆપ્યો

    November 4, 2025

    દિવાળી બાદ Income Tax નું પ્રથમ દરોડા ઓપરેશન : જમીનના બે ધંધાર્થી ગ્રુપ ઝપટે

    November 4, 2025

    Rajkot જિલ્લાની મતદારયાદીમાંથી શંકાસ્પદ મતદારોના નામ નોટીસ આપી કમી કરાશે

    November 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.