રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૬.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૦૫૫ સામે ૮૨૪૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૩૩૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૭૫૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૭૧ સામે ૨૫૧૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૫૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજાર સતત બીજા દિવસે આકર્ષક ઉછાળા સાથે બંધ રહ્યા હતા. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરનો અમલ થઈ રહ્યો હોવાના અહેવાલો અને વિવિધ રેટિંગ એજન્સીઓએ વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર સકારાત્મક ધોરણે આગળ વધી રહ્યું હોવાનો આશાવાદ દર્શાવતા ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬%થી વધુ રહેવાનું અનુમાન સાથે ચોમાસુ પણ સામાન્ય રહેતાં ગ્રામીણ માગ વધવાની શક્યતાએ આજે ભારતીય શેરબજારમાં પણ સાર્વત્રિક તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૮૯ લાખ કરોડ વધીને ૪૫૪.૦૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૭ કંપનીઓ વધી અને ૩ કંપનીઓ ઘટી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ જિઓ-પોલિટિકલ ટેન્સન ઘટતાં બુધવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૦૭ અને વધનારની સંખ્યા ૨૮૨૧ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાઈટન કંપની લિ. ૩.૬૧%, ઇન્ફોસિસ લિ. ૨.૧૫%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૧૩%, ભારતી એરટેલ ૧.૬૯%, ટીસીએસ લિ. ૧.૬૮%, ટેક મહિન્દ્રા ૧.૫૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૫૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૫૬ અને એચસીએલ ટેકનોલોજી ૧.૪૯% વધ્યા હતા, જયારે ભારત ઈલેક્ટ્રોનિક્સ ૩.૦૬%, કોટક બેન્ક ૧.૧૪% અને એકસિસ બેન્ક ૦.૬૬ ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના અર્થતંત્રના અનેક અંદાજો વિવિધ ગ્લોબલ રેટિંગ એજન્સી આપી રહી છે. એવામાં વધુ એક અગ્રણી રેટિંગ એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતનો રિઅલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (જીડીપી) ગ્રોથ રેટ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ આપી ભારતના આર્થિક ગ્રોથની અપેક્ષાઓને વધુ પ્રબળ બનાવી છે. ઈકરાએ જણાવ્યું હતું કે આ જ સમયગાળા દરમિયાન દેશનો રિઅલ ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) ગ્રોથ ૬.૩%થી વધુ રહેશે. જીડીપીની ગણતરી દેશમાં ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્ય પરથી નક્કી થાય છે, જ્યારે જીવીએ ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્યમાંથી મધ્યવર્તી માલ અને સેવાઓની કિંમત બાદ કરીને મેળવવામાં આવે છે.
વૈશ્વિક પડકારોના કારણે નજીકના ભવિષ્યમાં ભારતની ગુડ્સ નિકાસમાં મંદી રહેવાની ભીતિ સાથે ઈકરા રેટિંગ એજન્સીએ ફુગાવાના સંદર્ભમાં રિટેલ ફુગાવો ૪.૨%થી વધુ રહેવાનો અંદાજ લગાવ્યો છે, જ્યારે જથ્થાબંધ ફુગાવો ચાલુ નાણાકીય વર્ષ માટે ૨.૭%થી વધુ રહેશે. ઈકરાએ રાજકોષીય ખાધ જીડીપીના ૪.૪% રહેવાનો અંદાજ લગાવ્યો છે. કેન્દ્રીય બજેટમાં આવકવેરામાં મોટી રાહત, દર ઘટાડાને કારણે ઈએમઆઈમાં ઘટાડો અને ખાદ્ય ફુગાવામાં નરમાઈની જાહેરાતના કારણે ઘરગથ્થુ ખર્ચપાત્ર આવકમાં વધારો થવાની અપેક્ષા છે, ઉપરાંત સારા વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે ગ્રોથ નોંધાવાના સંકેત સાથે ગ્રામીણ માંગ પણ મજબૂત રહેવાની શક્યતા છે.
તા.૨૬.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૫.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૨૫૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૫૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૧૮૦ પોઈન્ટ થી ૨૫૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૬૬ ) :- રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૧૪ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૮૦ થી રૂ.૧૪૮૮ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૪૦ થી રૂ.૧૪૫૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૧૧ ) :- રૂ.૧૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૨૭૩ બીજા સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૫૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૧૪ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૪૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૭૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૯૮૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૪૪ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૯૭ થી ૧૦૦૮ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૬૭૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૯૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૫૫ થી રૂ.૧૬૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૦૭ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
- ઈન્ફોસિસ લિ. ( ૧૬૧૦ ) :- રૂ.૧૬૫૫ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૭૬ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૭૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૮૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૮૪ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૨૩ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૪૭ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૨૬ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૦૩ થી રૂ.૯૯૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૭૧ ) :- રૂ.૯૮૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૫૫ થી રૂ.૯૩૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!