Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટ નું પંચાંગ
    • 27 ઓગસ્ટ નું રાશિફળ
    • Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
    • તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
    • Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
    • Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
    • Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
    • America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્‌ર્સનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!
    વ્યાપાર

    Nifty future ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!

    Vikram RavalBy Vikram RavalMarch 21, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૩.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૩૪૮ સામે ૭૬૧૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૦૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૯૦૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૨૦૦ સામે ૨૩૧૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૧૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૩૭૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યા છતાં ટેરિફ મામલે ચિંતા હળવી કરતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની તરફેણ કરવામાં આવ્યા સામે ૨, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ મામલે મક્કમ હોવાના સંકેતે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં નરમાઈથી વિપરીત આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. આ સાથે ઘણા એ ગ્રુપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફંડોની તેજીએ સેન્સેક્સે ૭૭૦૦૦ પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચર એ ૨૩૪૦૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી.

    ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ મહિનામાં આવી ગયેલા મોટા કરેકશન બાદ ઘણા શેરો આકર્ષક વેલ્યુએશને મળવા લાગતાં માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, મહારથીઓ સક્રિય લેવાલ બની જતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ફરી ફ્રન્ટલાઈન-સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપતા આજે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે તેજી જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઈન્ડેકસ વધતાં તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતાં આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ ઘટતા અટકી સુધારા તરફી રહ્યા હતા.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૧૩ અને વધનારની સંખ્યા ૨૮૨૩ રહી હતી, ૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી લી. ૨.૭૮%, બજાજ ફાઈનાન્સ ૨.૭૫%, કોટક બેન્ક ૨.૪૧%, એકસિસ બેન્ક ૨.૧૩%, નેસ્લે ઇન્ડિયા ૨.૦૩%, લાર્સેન લિ. ૨.૦૩%, સન ફાર્મા ૧.૯૩%, ટાટા મોટર્સ ૧.૮૪% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૨% વધ્યા હતા, જયારે ઇન્ફોસિસ લિ. ૧.૩૪%, ટાટા સ્ટીલ ૧.૧૦%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૦૮%, ટાઈટન કંપની લિ. ૦.૯૧% અને બજાજ ફિનસર્વ ૦.૬૩% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત વેપાર નીતિ અને ટેરિફ વોરને ધ્યાનમાં રાખી ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિએ બે દિવસની બેઠકના અંતે મુખ્ય વ્યાજ દર યથાવત રાખી અમેરિકાના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો હતો અને સાથોસાથ ફુગાવો વધવાના સંકેત પણ આપ્યા હતા. ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક દર ૪.૨૫% થી ૪.૫૦%ની રેન્જમાં યથાવત રાખ્યા છે. વર્તમાન વર્ષમાં અમેરિકાનો આર્થિક વિકાસ દર ૧.૭૦% રહેવા અને ફુગાવો વધી ૨.૭૦% પહોંચવા ફેડરલ રિઝર્વે ધારણાં મૂકી છે. આર્થિક વિકાસ દરની ધારણાં પહેલા ૨.૧૦% મુકાઈ હતી. અમેરિકામાં ફુગાવાને ૨%ના સ્તર પર લાવવા ફેડરલ રિઝર્વ લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યું છે.

    વ્યાજ દર યથાવત રાખવાના ફેડરલના નિર્ણય બાદ ફેડરલ પર દબાણ લાવવા ટ્રમ્પે એક સંદેશમાં ફેડરલને રેપો રેટ ઘટાડવા જણાવ્યું હતું જેથી નવા ટેરિફની પોતાની યોજનાને ભરપાઈ કરી શકાય. જો કે વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં બે વખત કપાતની પોતાની ધારણાંને ફેડરલે જાળવી રાખી હતી. અમેરિકાના વેપાર ભાગીદાર દેશોના માલસામાન પર જોરદાર ટેરિફ લાગુ કરવાની ટ્રમ્પની યોજનાને પરિણામે ફુગાવા તથા આર્થિક વિકાસ દર અંગેના ફેડરલ રિઝર્વના આઉટલુકને અસર થઈ છે. આવા પ્રકારના પગલાંથી ફુગાવો ઊંચે જશે અને વિકાસને ફટકો પડશે. આ અસર માત્ર સંબંધિત દેશો પર જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર પર પડે શક્યતા છે.

    તા.૨૪.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૨૧.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૩૭૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૩૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૨૦૨ પોઈન્ટ થી ૨૩૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૨૧.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૫૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૧૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૪૭૪ પોઈન્ટ થી ૫૦૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૧૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ઈન્ફોસિસ લિ. ( ૧૫૯૫ ) :- ઈન્ફોસિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૪૪ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૧૬ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • સિપ્લા લિ. ( ૧૫૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૯૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • મહાનગર ગેસ ( ૧૩૮૨ ) :- રૂ.૧૩૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૩૩ બીજા સપોર્ટથી LPG/CNG/PNG/LNG સપ્લાયર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ભારત ફોર્જ ( ૧૧૮૦ ) :- ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૩ થી રૂ.૧૨૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૫૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૦૮ સ્ટોપલોસ આસપાસ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૭૪ થી રૂ.૧૦૮૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એચસીએલ ટેક્નોલોજી ( ૧૫૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૯૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૩૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૫૧૩ ) :- રૂ.૧૫૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૬૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૭૭ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૨૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૫૭ થી રૂ.૧૨૩૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૧૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૬૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૧૨ ) :- રૂ.૧૧૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૯૬ થી રૂ.૧૦૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025

    Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

    August 26, 2025

    Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.