Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
    • Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
    • Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
    • Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
    • Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
    • Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
    • Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
    • Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૮.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૫૯૩ સામે ૭૯૫૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૧૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૪૬૮ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૦૫૬ સામે ૨૪૩૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૨૦૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૩૭૩  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    બુધવારે શેરબજારમાં બમ્પર ગેપ અપ ઓપનિંગ થયું હતુ.વૈશ્વિક સ્તરે શેરબજારમાં સાર્વત્રિક સુધારાના માહોલના સથવારે ભારતીય શેરબજાર પણ ગ્રીન સિગ્નલમાં આગળ વધી રહ્યા છે.અમેરિકાની ફેડ રિઝર્વના સત્તાધીશોએ અમેરિકામાં સર્જાયેલી મંદીની ચિંતાઓ ઘટાડવા પગલાં લેવાની જાહેરાત કરતાં રોકાણકારોએ રાહતના શ્વાસ લીધે છે. અમેરિકી શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસ સુધી મોટો કડાકો નોંધાયા બાદ ગઈકાલે સુધર્યા હતા.યુરોપિયન બજારમાં પણ મજબૂત રિકવરી જોવા મળી હતી.જાપાનનો નિક્કેઈ પણ વ્યાજદરમાં વધારાની જાહેરાતને પચાવી રિકવરી મોડ પર આગેકૂચ કરી રહ્યો છે.

    સેન્સેક્સ ૮૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૪૬૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૧૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૩૭૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૪૦૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.

    શેરબજારમાં સોમવારે ૨૨૨૨ પોઈન્ટ તૂટ્યા બાદ સળંગ બે દિવસ ઈન્ટ્રા ડે ૨૦૦૦ પોઈન્ટ સુધીની રિકવરી જોવા મળી છે. સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે એનર્જી ૨.૯૭%,હેલ્થકેર ૧.૬૧%,આઈટી ૧.૫૩%,ઓટો ૧.૩૬%,કેપિટલ ગુડ્સ ૨.૧૨%, મેટલ ૩.૦૪%,ઓઈલ એન્ડ ગેસ ૩.૫૮%,પાવર ૧.૪૫%,રિયાલ્ટી ૧.૫૮%,ટેક્નોલોજી ૧.૨૭% અને એફએમસીજી ૧.૨૪% ઉછાળે કારોબાર થઈ રહ્યા છે. સ્મોલકેપ અને મીડકેપમાં પણ ૨% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલીને સ્થાનિક રોકાણકારો જબરદસ્ત ટેકો આપી રહ્યા છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત લેવાલી નોંધાવી માર્કેટને મંદીના પ્રવાહમાં ધસી જતાં બચાવી રહ્યા છે.

    ટોપ ગેનર્સ અદાણી એન્ટ.,રિલાયન્સ,લાર્સેન,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,ઈન્ડીગો,ટાટા મોટર્સ,વોલ્ટાસ,ટોરેન્ટ ફાર્મા,સન ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,મહાનગર ગેસ,ઈન્ફોસીસ,જીન્દાલ સ્ટીલ,એચડીએફસી બેન્ક,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક, સન ટીવી,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,અંબુજા સિમેન્ટ્સ,વિપ્રો,ડાબર શેરો ઉછાળા સાથે બંધ થયા છે.આજના ટોપ લુઝર્સમાં ટાઈટન કંપની,હિન્દુસ્તાન યુનીલીવર,ટેક મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,ભારતી ઐરટેલ,એયુ બેન્ક જેવા શેરોમાં ઘટાડો નોંધાયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૪૭ અને વધનારની સંખ્યા ૨૯૮૬ રહી હતી,  ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો,પોલિસી મેકર્સ જ્યાં સુધી કોઈ ચોક્કસ સ્પષ્ટતા કે નિર્ણય ન લે ત્યાં સુધી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી શકે છે. આરબીઆઈ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરશે નહીં તેના પર બજારની નઝર રહેશે. ૬ થી ૮ ઓગસ્ટ યોજાનારી એમપીસી બેઠકમાં વ્યાજના દરો પર ચર્ચા થશે, બાદમાં ૮ ઓગસ્ટે આ મામલે જાહેરાત કરવામાં આવશે. આરબીઆઈ રેપો રેટ ૬.૫%પર જાળવી રાખશે. આર્થિક વૃદ્ધિ ઝડપથી વધી રહી હોવા છતાં ફુગાવાના ભારણ અને જિયો-પોલિટિકલ ક્રાઈસિસની અસરોને દૂર કરવા વ્યાજના દરો જાળવી રાખવા જરૂરી છે.બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક બજારોની ઉથલપાથલ અને કોર્પોરેટ પરિણામો, ચોમાસાની પ્રગતિ વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.જીઓપોલિટીકલ ટેન્શન અને અમેરિકા મંદીમાં ફસકી પડવાના જોખમે ફરી વૈશ્વિક આર્થિક મંદીના ઝળુંબતા જોખમે વૈશ્વિક બજારોમાં દિવસોમાં મોટા કડાકા બોલાયા છે. ઈઝરાયેલ એક તરફ હમાસ અને તેમના દુશ્મનોનો સતત આક્રમકતા સાથે ખાતમો બોલાવી રહ્યું છે,ત્યારે ઈરાન, લેબનોન સહિત હવે ઈઝરાયેલ સામે સીધુ યુદ્વ કરવાની તૈયારીને લઈ વૈશ્વિક ટેન્શન વધી રહ્યું છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ યથાવત છે. તેમજ પડોશી દેશમાં પણ બળવોની અસર મહ્દ અંશે જોવા મળી શકે છે.

    તા.૦૮.૦૮.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૭.૦૮.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૩૭૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૦૪ પોઈન્ટ થી ૨૪૪૭૪ પોઈન્ટ, ૨૪૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૨૪૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૦૭.૦૮.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૪૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૦૮૮ પોઈન્ટ પ્રથમ અને ૪૯૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૫૭૦ પોઈન્ટ થી ૫૦૬૭૬ પોઈન્ટ,૫૦૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૯૩૫ ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૬૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૯૫૭ થી રૂ.૨૯૬૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૯૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ટીવીએસ મોટર્સ ( ૨૫૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૫૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૫૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૬૦૮ થી રૂ.૨૬૨૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૮૮૮ ) :- રૂ.૧૮૪૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૩૦ બીજા સપોર્ટથી હોલ્ડીંગ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૦૩ થી રૂ.૧૯૧૯ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૪૭૩ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૩૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ્સ ( ૧૦૫૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૨૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડીટી કેમિકલ્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૭૪ થી રૂ.૧૦૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • એસીસી લીમીટેડ ( ૨૪૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડ્કટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૩૮૮ થી રૂ.૨૩૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • લ્યુપીન લીમીટેડ ( ૨૦૦૬ ) :- રૂ.૨૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૯૮૮ થી રૂ.૧૯૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • હેવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૮૩૩ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૮૭૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૮૦૮ થી રૂ.૧૭૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૬૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • સન ફાર્મા ( ૧૭૩૫ ) :- રૂ.૧૭૬૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૭૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

     

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!

    July 5, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025

    Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો

    July 5, 2025

    Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત

    July 5, 2025

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.