Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh અજાણ્યા કાર ચાલકે અજાણ્યા પુરુષને અડફેટે લેતા મોત ચાલક અકસ્માત કરી નાશી ગયો

    August 8, 2025

    Junagadh ગળે ફાંસો ખાઈ આપઘાત કરાયાના બે બનાવો નોંધાયા

    August 8, 2025

    Junagadh માં આજે સમાધાનની સાથે સાચા અર્થમાં રક્ષાબંધનની ભાવના ઉજવાઈ

    August 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh અજાણ્યા કાર ચાલકે અજાણ્યા પુરુષને અડફેટે લેતા મોત ચાલક અકસ્માત કરી નાશી ગયો
    • Junagadh ગળે ફાંસો ખાઈ આપઘાત કરાયાના બે બનાવો નોંધાયા
    • Junagadh માં આજે સમાધાનની સાથે સાચા અર્થમાં રક્ષાબંધનની ભાવના ઉજવાઈ
    • નીલકંઠ મહાદેવ રાનેકપર હળવદ
    • BJP leader એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના વખાણ કરતી પોસ્ટ મૂકી
    • Bhavnagar: કાળાતળાવ ગામમાં વૃદ્ધ ખેડૂત પર નિર્દય હુમલો, પાટીદાર સમાજમાં આક્રોશ
    • Morbi: સાતમ-આઠમ માટે વતન જઈ રહેલા વિદ્યાર્થીઓ કારમાં જ ભડથુ થઈ ગયા
    • Surat માં રિક્ષાની આડમાં લૂંટની ઘટનાઓ, સાતીર ગેંગ પોલીસના સકંજામાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૭.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૦૪ સામે ૮૦૪૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૧૦૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૫૦૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૨૯ સામે ૨૪૪૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૭૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૫૧૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    કેન્દ્રીય બજેટ ૨૦૨૪ની રજૂઆતના એક દિવસ પહેલા સોમવારે શેરબજારમાં વોલેટિલિટી જોવા મળી હતી. મોટા ગેપડાઉન ઓપનિંગ બાદ નિફ્ટીએ રિકવરી દર્શાવી હતી. જોકે, બજાર ઊંચા સ્તરે પણ ટકી શક્યું ન હતું અને અંતે બજાર નેગેટિવ ઝોનમાં બંધ થયું હતું.સેન્સેક્સ ૧૦૨ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૫૦૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૫૧૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૦૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.

    આજના બજારમાં ઓટો, ફાર્મા અને મેટલ ઈન્ડેક્સ એક ટકાથી વધુ વધ્યા છે. એનર્જી, એફએમસીજી, આઈટી રિયલ એસ્ટેટ સૂચકાંકોમાં થોડી નબળાઈ જોવા મળી હતી.બજારમાં સ્ટોક સ્પેસિફિક ક્રિયા જોવા મળી હતી.એચડીએફસી બેંકના ત્રિમાસિક પરિણામો શનિવારે આવ્યા હતા, જે આજે બજારને અમુક અંશે પસંદ આવ્યા હતા.બીજી તરફ આઈટી સેક્ટરની મોટી કંપની વિપ્રોના શેર ૯%થી વધુ તૂટ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને કોટક મહિન્દ્રા બેંકના પરિણામો બજારને પસંદ ન આવ્યા અને આ કાઉન્ટર્સ ઘટ્યા.

    આજના બજારમાં ટોપ ગેઇનર્સમાં ઓબેરોઈ રીયાલીટી શેરમાં ૪.૪૧% વધારો અને એચડીએફસી બેન્કના શેરમાં ૨.૧૬%નો વધારો,ટોરેન્ટ ફાર્મા ૩% વધારો,ટાટા કેમિકલ્સ ૨%વધારો થયો હતો. ગ્રાસિમ, એચડીએફસી બેંક, અલ્ટ્રા ટેક સિમેન્ટ, સિપ્લા,લ્યુપીન,ઈન્ડીગો,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટેક મહિન્દ્રા,હેવેલ્સ,સન ફાર્મા,વોલ્ટાસ, ગ્લેનમાર્ક ફાર્મા,જીન્દાલ સ્ટીલ,સન ટીવી એનટીપીસી જેવા શેરો તેજી જોવા મળી હતી.જયારે બીજી બાજુ વિપ્રો લીમીટેડ ૯.૧૮% ઘટાળે,રિલાયન્સ ૩.૫૯% ઘટાળે,કોટક મહિન્દ્રા ૩.૩૭% ઘટાળે, બેન્ક ટોપ લુઝર શેરો હતા અને ટીસીએસ,મુથૂત ફાઈનાન્સ,હિન્દુસ્તાન યુનીલીવર,ટાટા કન્ઝ્યુમર,ભારતી એરટેલ,એચડીએફસી લાઈફ,કોલ ઈન્ડિયા,બીપીસીએલ,મહાનગર ગેસ,આઈટીસી,શ્રીરામ ફાઇનાન્સ,ડોક્ટર રેડીઝ,અદાણી પોર્ટસ, બાટા ઇન્ડિયા,ટાટા કન્ઝ્યુમર,બજાજ ફાઇનાન્સના શેરોમાં ઘટાડો જોવા મળીયો હતો.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૨૨ અને વધનારની સંખ્યા ૨૧૯૦ રહી હતી,  ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૩૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૬  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત ચાલી રહેલી ખરીદી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની શેરોમાં વિક્રમી તેજી સાથે નફારૂપી વેચવાલીના પરિણામે અત્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું કરેકશન જોવાઈ રહ્યું છે. ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ પરિણામો એકંદર અપેક્ષાથી સારા આવી રહ્યા હોવા  સામે હવે મંગળવારે ૨૩,જુલાઈના નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ પૂર્વે સાવચેતીમાં ઓવરવેલ્યુએશનની તેજીને વિરામ મળતો જોવાયો છે.કૃષિ- ફર્ટિલાઈઝર, કેમિકલ્સ ક્ષેત્રે પાક સંરક્ષણ ક્ષેત્ર માટે પીએલઆઈ સ્કિમ અને બેટરી કેમિકલ ઉત્પાદકો માટે પ્રોડકશન લિન્ક્ડ ઈન્સેન્ટિવ-પીએલઆઈ સ્કિમ આવી શકે છે.પાવર ક્ષેત્રે રિન્યુએબલ એનજી માટે પ્રોત્સાહનો વધારવામાં આવે અને ટી એન્ડ ડી મૂડીખર્ચ પર ફોક્સ વધારવામાં આવે એવી શકયતા રહેશે. મેટલ-માઈનીંગ ક્ષેત્રે કાચામાલ પરની આયાત ડયુટીમાં ઘટાડો અથવા ચાઈનીઝ સ્ટીલની આયાત પરની બેઝિક કસ્ટમ ડયુટીમાં વધારો કરવામાં આવી શકે  છે.ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે બજેટમાં ફેમ-થ્રી સબસીડી ફાળવણીમાં વધારો થવાની અને સીએનજી એક્સાઈઝ ડયુટીમાં ઘટાડો થવાનીજોગવાઈ આવી શકે છે.નાણા વર્ષ ૨૦૨૪-૨૫ માટેના પૂર્ણ કેન્દ્રિય બજેટની મંગળવારે રજૂઆતની સાથે શેર બજારોમાં મોટી ઉથલપાથલ જોવાઈ શકે છે. શેર બજાર સાથે સંકળાયેલા વર્ગ માટે આ વખતે બજેટમાં નાણા મંત્રી સરપ્રાઈઝ રજૂ કરે તો આશ્ચર્ય નહીં પામતા.

    તા.૨૩.૦૭.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૨.૦૭.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૫૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૨૪૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૦૬ પોઈન્ટ થી ૨૪૬૭૬ પોઈન્ટ, ૨૪૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૨૪૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૨.૦૭.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૩૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૬૭૬ પોઈન્ટ પ્રથમ અને ૫૨૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૦૮૮ પોઈન્ટ થી ૫૧૮૮૦ પોઈન્ટ, ૫૧૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૩૦૦૫ ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૯૦૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૦૨૭ થી રૂ.૩૦૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૦૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૮૮ થી રૂ.૧૮૦૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઓબેરોઈ રીયાલીટી ( ૧૭૪૪ ) :- રૂ.૧૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૧૬૮૦ બીજા સપોર્ટથી રેસિડેન્શિયલ,કોમર્સિયલ પ્રોજેક્ટસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૬૭ થી રૂ.૧૭૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૬૪૩ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૬૩ થી રૂ.૧૬૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ્સ ( ૧૦૬૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૩૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડીટી કેમિકલ્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૮૮ થી રૂ.૧૧૦૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • બાલક્રિશ્ના ઇન્ડસ્ટ્રીઝ ( ૩૧૪૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટાયર,રબર પ્રોડ્કટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૧૦૩ થી રૂ.૩૦૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૨૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • બજાજ ફિનસર્વ ( ૧૬૩૨ ) :- રૂ.૧૬૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૯૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • બાટા ઇન્ડિયા ( ૧૫૩૫ ) :- ફૂટવેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૭૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૧૭ થી રૂ.૧૫૦૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • સિપ્લા લીમીટેડ ( ૧૪૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૭૪ થી રૂ.૧૪૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા મોટર્સ ( ૧૦૦૬ ) :- રૂ.૧૦૨૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૩૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૯૮૪ થી રૂ.૯૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

     

    Stock-market-Investments
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 8, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 8, 2025
    વ્યાપાર

    UPI સેવાઓમાં ફરી રૂકાવટ : લેવડ – દેવડ ઠપ્પ થઈ

    August 8, 2025
    રાષ્ટ્રીય

    Bank વારસદાર-નોમીનીને જમા થાપણ પરત કરવામાં વિલંબ કરે તો પેનલ્ટી ચૂકવવી પડશે

    August 8, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 7, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh અજાણ્યા કાર ચાલકે અજાણ્યા પુરુષને અડફેટે લેતા મોત ચાલક અકસ્માત કરી નાશી ગયો

    August 8, 2025

    Junagadh ગળે ફાંસો ખાઈ આપઘાત કરાયાના બે બનાવો નોંધાયા

    August 8, 2025

    Junagadh માં આજે સમાધાનની સાથે સાચા અર્થમાં રક્ષાબંધનની ભાવના ઉજવાઈ

    August 8, 2025

    નીલકંઠ મહાદેવ રાનેકપર હળવદ

    August 8, 2025

    BJP leader એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના વખાણ કરતી પોસ્ટ મૂકી

    August 8, 2025

    Bhavnagar: કાળાતળાવ ગામમાં વૃદ્ધ ખેડૂત પર નિર્દય હુમલો, પાટીદાર સમાજમાં આક્રોશ

    August 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh અજાણ્યા કાર ચાલકે અજાણ્યા પુરુષને અડફેટે લેતા મોત ચાલક અકસ્માત કરી નાશી ગયો

    August 8, 2025

    Junagadh ગળે ફાંસો ખાઈ આપઘાત કરાયાના બે બનાવો નોંધાયા

    August 8, 2025

    Junagadh માં આજે સમાધાનની સાથે સાચા અર્થમાં રક્ષાબંધનની ભાવના ઉજવાઈ

    August 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.