Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
    • Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
    • Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
    • Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
    • Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
    • Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
    • Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
    • Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalAugust 23, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૮.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૦૫૩ સામે ૮૧૧૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૮૮૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૦૮૬ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૮૪૦ સામે ૨૪૮૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૫૪  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ટ્રેડિંગના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારમાં નિફ્ટી અને સેન્સેક્સ બંને બેન્ચમાર્ક ઉછાળા સાથે બંધ થયા હતા.વૈશ્વિક બજારોમાં યુ.એસ. ફેડરલ રિઝર્વની મીનિટ્સ પર નજરે તેજી સાથે સાવચેતી રહેતાં ભારતીય શેર બજારોમાં કામકાજમાં સેન્સેક્સ, નિફટી બેઝડ સાંકડી વધઘટ જોવા મળી હતી.સેન્સેક્સ ૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૦૮૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૫૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૫૭ પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૯૮૦ પોઈન્ટના સ્તરે બંધ થયો.

    જૂન ત્રિમાસિક ગાળામાં બેન્કોની કોર્પોરેટ લોનમાં વીસ ટકાથી વધુની વૃદ્ધિ થયાના અહેવાલે બેન્ક શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની ખરીદી જળવાઈ હતી. સ્ટીલ પર આયાત ડયુટીમાં વધારા,ડમ્પિંગ અંકુશના પગલાં સાથે સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોની મેટલ શેરોમાં ખરીદી જળવાઈ હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે વ્યાપક તેજીના પરિણામે ઘણા શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ ઉછાળો જોવા મળીયો હતો.

    અમેરિકન ફેડરલ રિઝર્વની જુલાઈ બેઠકની આવેલી મિનિટસમાં આવતા મહિને ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવા જોરદાર સંકેત મળતા અને ઘરઆંગણે ખરીફ વાવણીની કામગીરી પૂરી થવાની તૈયારીમાં છે અને પાક અને પાણી સારા ઊતરવાની અપેક્ષાએ શેરબજારમાં પોઝિટિવ માનસ ટકાવી રાખ્યું હતું.મુખ્ય ઈન્ડાઈસિસની આગેકૂચ જારી  રહી હતી. સેન્સેકસે ફરી ૮૧૨૦૦ની સપાટી કુદાવી હતી.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં રિલાયન્સ,ટીવીએસ મોટર્સ,ઈન્ડીગો,ભારતી ઐરટેલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,સન ફાર્મા,વોલ્ટાસ,ટાટા મોટર્સ,જેએસડબ્લ્યુ સ્ટીલ,અંબુજા સિમેન્ટ્સ,કોલ ઇન્ડિયા અને હિન્દુસ્તાન યુનીલીવર જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,લાર્સેન,સન ટીવી,ડાબર,સિપ્લા,કોલ્પાલ,અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,ઈન્ફોસીસ,ટાટા કેમિકલ્સ,કોટક મહિન્દ્રા બેન્ક,એચસીએલ ટેકનોલોજી,જીન્દાલ સ્ટીલ,ડીએલએફ જેવા શેરો ઘટાડો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૭૭ અને વધનારની સંખ્યા ૨૦૬૪ રહી હતી,  ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ જેકસન હોલ સિમ્પોસિયમ ખાતે વ્યાજ દરમાં ઘટાડા સંદર્ભે વધુ સંકેત આપશે તેવી ટ્રેડરો અપેક્ષા રાખી રહ્યા છે.આ ઉપરાંત અમેરિકામાં વર્તમાન સપ્તાહમાં જાહેર થનારા બેરોજગારીના આંક તથા પીએમઆઈ ડેટા પર પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની નજર રહેલી છે.

    અમેરિકામાં મંદીની આશંકા વધવા લાગી છે,જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. તેનાથી ભારતમાં પણ આઈટી સિવાયના ઘણા ક્ષેત્રોને અસર થઈ શકે છે.પરંતુ જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને અમેરિકન અર્થવ્યવસ્થા મંદીમાં સરી જશે તો ભારતને પણ અસર થશે જેમાં અમેરિકામાં માંગ ઘટવાથી ભારતીય નિકાસમાં ઘટાડો થઈ શકે છે.આઇટી, ફાર્મા અને ટેક્સટાઇલ સેક્ટર અમેરિકન માર્કેટ પર ખૂબ જ નિર્ભર છે. આ સિવાય આર્થિક મંદી ગ્લોબલ સપ્લાય ચેઇન માટે અવરોધ બનશે જેના લીધે ભારતીય નિકાસકારો માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બનશે. આ સાથે, અમેરિકામાં મંદી વિશ્વભરના રોકાણકારોનો વિશ્વાસ ઘટાડશે જે ભારતમાં એફડીઆઈમાં ઘટાડો કરી શકે છે. જો કે, આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જે ભારત માટે ફાયદાકારક રહેશે.આવી સ્થિતિમાં સ્થાનિક માંગ,મોટી નિકાસ અને મજબૂત નાણાકીય સ્થિતિ ચોક્કસપણે ભારતને મંદીમાં જતાં અટકાવી શકે છે.

    તા.૨૬.૦૮.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૩.૦૮.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૫૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૩૯ પોઈન્ટ થી ૨૫૦૦૮ પોઈન્ટ, ૨૫૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૩.૦૮.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૯૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૬૦૬ પોઈન્ટ પ્રથમ અને ૫૦૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૦૮૮ પોઈન્ટ થી ૫૧૧૮૮ પોઈન્ટ,૫૧૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • હેવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૮૯૧) :- એફએમઈજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૦૯ થી રૂ.૧૯૧૯ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૮૪ થી રૂ.૧૮૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ભારતી ઐરટેલ ( ૧૫૦૭ ) :- રૂ.૧૪૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૬૪ બીજા સપોર્ટથી ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૨૨ થી રૂ.૧૫૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • અદાણી પોર્ટસ ( ૧૪૯૧ ) :- પોર્ટ એન્ડ પોર્ટસ સેર્વીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૮ થી રૂ.૧૫૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ્સ ( ૧૦૭૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૬૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડીટી કેમિકલ્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૮૪ થી રૂ.૧૧૦૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • લ્યુપીન લીમીટેડ ( ૨૦૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૭૦ થી રૂ.૨૦૫૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૭૯૪ ) :- રૂ.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૨૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૭૮ થી રૂ.૧૭૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૬૮૪ ) :- ફાર્માસ્યુટિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૦૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૬૪ થી રૂ.૧૬૪૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • બાટા ઇન્ડિયા ( ૧૪૫૦) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૨૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૧૬૯ ) :- રૂ.૧૧૯૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૫૦ થી રૂ.૧૧૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!

    July 5, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025

    Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો

    July 5, 2025

    Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત

    July 5, 2025

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.