Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalJuly 26, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૭.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૦૩૯ સામે ૮૦૧૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૦૧૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૯૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૩૨ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૪૫૫ સામે ૨૪૪૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૨૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૧૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી સુધારા સાથે આગેકૂચ કરી રહ્યા છે.શુક્રવારે શેરબજારમાં સતત પાંચ દિવસના વેચવાલી બાદ તેજી જોવા મળી હતી.શેરબજારો હાલમાં તેમના સમયની સૌથી મોટી તેજીમાંથી પસાર થઈ રહ્યા છે.બજેટમાં સકારાત્મક જાહેરાતો તેમજ ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં સારા રહેવાના સંકેતો સાથે શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે.સેન્સેક્સ ૧૨૯૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૩૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૧૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૫૧૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.

    શેરબજાર અવરિત તેજીના સાથે ઓવરવેઈટેડ થયા હતાં. જેથી સળંગ પાંચ દિવસ નોંધાયેલા કરેક્શન બાદ રોકાણકારોએ નીચા મથાળેથી ખરીદી વધારવા આજે રિકવરી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. યુરોપિયન માર્કેટ ડાઉન રહ્યા હતા, જ્યારે એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો છે. શેરબજારમાં સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી ૬.૭૩ લાખ કરોડ વધી છે.

    આજના ટોપ ગેઈનર્સ વિશે વાત કરીએ તો,ધ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીના શેરમાં સૌથી વધુ વધારો નોંધવામાં આવ્યો છે, તેના શેર ૧૨.૮૯% ના વધારા સાથે,આ પછી જીઆઈસીના શેરમાં ૧૦.૩૦%નો ઉછાળો,પેટીએમ ના શેરમાં ૧૦%નો વધારો, શ્રીરામ ફાઇનાન્સનો શેર ૧.૧૯%ના વધારા સાથે બંધ થયા હતા. નિફ્ટી મેટલમાં ૩%ની તેજી જોવા મળી છે, જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ, વેદાંતા અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે. ટકાવારીની દ્રષ્ટિએ ઇન્ડેક્સ સૌથી મોટો સેક્ટરલ ગેનર હતો.સાથે સાથે ઈન્ફોસિસ, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસે ઈન્ડેક્સના ઉછાળામાં લગભગ ૫૦૦ પોઈન્ટનો ફાળો આપ્યો હતો. આ સિવાય કોટક બેંક, લાર્સેન, સ્ટેટ બેન્ક, એચસીએલ ટેક ,લ્યુપીન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,સન ફાર્મા,ઈન્ડીગો,ગ્રસીમ,કોટક મહિન્દ્રા બેન્ક, બાટા ઇન્ડિયા,વોલ્ટાસ,ટાટા કેમિકલ ભારત ફોર્જ અને ટાટા સ્ટીલે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

    ટોપ લૂઝર વિશે વાત કરીએ તો, એમએમટીસી ના શેર ૧૧.૬૬%ના ઘટાડા,રૂટ મોબાઈલનો શેર ૫% ઘટીને,મેનકાઇન્ડ ફાર્માના શેર ૫% ઘટાળા સાથે બંધ થયા છે.સાથે સાથે એચડીએફસી બેન્ક,કોલ્પાલ,નેસ્લે ઇન્ડિયા,ટાટા કન્ઝ્યુમરના શેરો માં ઘટાળો જોવા મળીયો હતો.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૬ અને વધનારની સંખ્યા ૨૬૫૨ રહી હતી,  ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો,નાણા વર્ષ ૨૦૨૪-૨૫ માટેના પૂર્ણ કેન્દ્રિય બજેટની રજૂઆત બાદ આગામી દિવસોમાં શેર બજારોમાં મોટી ઉથલપાથલ જોવાઈ શકે છે. પોસ્ટ બજેટ ચર્ચાને કારણે બજારમાં વધઘટ થવાની સંભાવના છે વર્તમાન નાણાં વર્ષના અંતે રાજકોષિય ખાધના અંદાજમાં ઘટાડો અને રાજકોષિય શિસ્તતા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતના રેટિંગ અપગ્રેડ માટેનો માર્ગ મોકળો કરશે. રિઝર્વ બેન્કના ઊંચા ડિવિડન્ડ રાજકોષિય મોરચે મોટી રાહત બની રહી હોવાનું માનવામાં આવે છે.રાજકોષિય શિસ્તતાની કટિબદ્ધતા આગળ જતા ભારતના રેટિંગ અપગ્રેડની શકયતાઓ વધારશે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં સતત ચાલી રહેલી ખરીદી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની શેરોમાં વિક્રમી તેજી સાથે નફારૂપી વેચવાલીના પરિણામે અત્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું કરેકશન જોવાઈ રહ્યું છે.ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ પરિણામો એકંદર અપેક્ષાથી સારા આવી રહ્યા હોવા સામે હવે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા કેન્દ્રિય બજેટ બાદ સાવચેતીમાં ઓવરવેલ્યુએશનની તેજીને વિરામ મળતો જોવાઈ શકે છે.

    તા.૨૯.૦૭.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૬.૦૭.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૭૯ પોઈન્ટ થી ૨૫૦૦૮ પોઈન્ટ, ૨૫૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૬.૦૭.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૫૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૨૦૨ પોઈન્ટ પ્રથમ અને ૫૧૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૫૭૦ પોઈન્ટ થી ૫૧૬૭૬ પોઈન્ટ, ૫૧૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ ( ૧૪૭૦ ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૦૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૭૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૭૪ થી રૂ.૧૭૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • સન ફાર્મા ( ૧૭૨૭ ) :- રૂ.૧૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૧૬૮૬ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • કોરોમંડલ ઇન્ટરનેશનલ ( ૧૬૧૮ ) :- ફર્ટીલાઈઝર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૩૪ થી રૂ.૧૬૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કન્ઝ્યુમર પ્રોડ્કટ ( ૧૨૧૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૦૨ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટી એન્ડ કોફી સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૯૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૩૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૭૭ થી રૂ.૧૮૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • મહાનગર ગેસ ( ૧૮૩૫ ) :- રૂ.૧૮૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૭૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૦૮ થી રૂ.૧૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ચોલામંડલમ ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સ ( ૧૪૨૧ ) :- ઇન્વેસ્ટમેન્ટ કંપની સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૫૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ઓરોબિંદો ફાર્મા ( ૧૩૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૧૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૭૮ થી રૂ.૧૩૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઇપ્કા લેબ ( ૧૨૮૫ ) :- રૂ.૧૩૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૭૦ થી રૂ.૧૨૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025
    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.