Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gir Somnath ના વેરાવળમાં રોજગારી આપવા માટે રાયચુરા ફાઉન્ડર દ્રારા સેમિનાર યોજાયો

    June 17, 2025

    Morbi:માળિયાના ખીરઈ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા

    June 17, 2025

    વાંકાનેરના ભોજપરામાં દુકાનના તાળા તોડી રૂ ૧૦ હજારની રોકડ ચોરી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gir Somnath ના વેરાવળમાં રોજગારી આપવા માટે રાયચુરા ફાઉન્ડર દ્રારા સેમિનાર યોજાયો
    • Morbi:માળિયાના ખીરઈ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા
    • વાંકાનેરના ભોજપરામાં દુકાનના તાળા તોડી રૂ ૧૦ હજારની રોકડ ચોરી
    • Morbi: પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી ભાવનગર જેલ ધકેલાયો
    • Morbi: વાંકાનેરમાં અપમૃત્યુના ચાર બનાવમાં મહિલા સહીત ચારના મોત
    • Morbi: માળિયાના ભાવપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, બે ફરાર
    • Morbi: જેતપર પાવર હાઉસ પાસે યુવાનને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની ધમકી
    • Morbi ચાર સ્થળે બાઈક ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalAugust 2, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૮.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૮૬૭ સામે ૮૧૧૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૮૬૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૪૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૯૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૩૨ સામે ૨૪૮૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના છેલ્લા દિવસે  વૈશ્વિક સ્તરે નેગેટિવ પરિબળોના પગલે આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. ગઈકાલે ઓલટાઈમ હાઈ નોંધાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ તેમજ અમેરિકાના પીએમઆઈ અને બેરોજગારીના નબળા આંકડાઓના કારણે સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ ૮૮૫ પોઈન્ટના ઘટાળા સાથે ૮૦૯૮૧  પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૩૨ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૭૦૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૩૩ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૪૨૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. આજે, નિફ્ટી આઇટી, નિફ્ટી બેન્ક, નિફ્ટી મેટલ, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી મિડકેપ ૧૦૦જેવા મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધવામાં આવ્યો છે. શેરબજારમાં આવેલા ભૂકંપના કારણે બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓના વેલ્યુએશનમાં રૂ૪.૫૬ લાખ કરોડનો ઘટાડો થયો છે, જેના કારણે માર્કેટ કેપ રૂ. ૪૫૭.૩૬ લાખ કરોડ થઈ ગયું છે.

    વૈશ્વિક રિકવરીની ચિંતા વચ્ચે, ટ્રેડિંગના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી હતી. વાસ્તવમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને રેકોર્ડ સ્તરે ઘટાડા સાથે બંધ થયા છે. અમેરિકાનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અપેક્ષા કરતાં વધુ ઘટ્યો છે. જે જૂનમાં ૪૮.૫ના લેવલથી ઘટી જુલાઈમાં ૪૬.૮ નોંધાયો છે, તેમજ બેરોજગારીના દરમાં પણ ૦.૦૧% નો વધારો નોંધાતાં અમેરિકી, યુરોપિયન બજારોમાં ઘટાડો નોંધાયો હતો. જેના સથવારે એશિયન બજારો પણ શુષ્ક રહ્યા છે.

    ટોપ ગેનર્સ ઝોમેટો, અદાણી વિલ્મર, પેટીએમ, જે એન્ડ કે બેંક, ફિલિપ્સ કાર્બન,એચડીએફસી બેંક,રામકો સિમેન્ટ્સ,ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, કોટક બેંક, નેસ્લે ઈન્ડિયા,ગુજરાત ગેસ અને એશિયન પેઇન્ટ ઉછાળા સાથે બંધ થયા છે. આ કંપનીઓના શેર સિવાયના તમામ શેર ઘટવાના કારણે બંધ થયા છે.

    આજના ટોપ લુઝર્સમાં કમિન્સ ઈન્ડિયા,એસ્કોર્ટ્સ, બિરલાસોફ્ટ,મારુતિ સુઝુકી, ઈન્ડીગો,બાટા ઇન્ડિયા,ટેક મહિન્દ્રા,વોલ્ટાસ,રિલાયન્સ લીમીટેડ,ગોદરેજ કન્ઝ્યુમર,લ્યુપીન,એક્સીસ બેન્ક,લાર્સેન,ગ્રાસીમ,કોલ્પાલ,એચસીએલ ટેકનોલોજી,ઈન્ફોસીસ,અદાણી એન્ટર.,ટીવીએસ મોટર્સ,બાટા ઇન્ડિયા,બાલક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝ,મુથૂત ફાઈનાન્સ,અદાણી પોર્ટસ, લીમીટેડ,ટાટા મોટર્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લાર્સેન,કોલ્પાલ,ટાટા કન્ઝ્યુમર,હેવેલ્લ્સ,મહાનગર ગેસ,ટેક મહિન્દ્રા,વોલ્ટાસ,ગ્લેનમાર્ક ફાર્મા,જીન્દાલ સ્ટીલ, અંબુજા સિમેન્ટના શેરમાં પણ ઘટાડો નોંધાયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૧૨ અને વધનારની સંખ્યા ૧૭૦૫ રહી હતી,  ૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો,ભારતને વિકસીત બનાવવાની રોજગારીમાં વૃદ્વિ અને ગ્રામીણ અર્થતંત્ર પર ફોક્સ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ જાહેર કરી લેવાયેલા નિર્ણયો,જોગવાઈઓને સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ ઈન્વેસ્ટરોએ પણ આવકારી ઘટાડે મોટી ખરીદી કરી છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, લોકલ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સતત ખરીદીનું આકર્ષણ રહેતાં તેજીનો દોર આગળ વધ્યો હતો.ચોમાસું પણ કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના જોખમ છતાં એકંદર સારૂ નીવડી રહ્યું હોઈ આર્થિક વિકાસને આગામી દિવસોમાં વેગ મળવાના પોઝિટીવ પરિબળે શેરોમાં શ્રીકાર તેજીની વર્ષા થઈ છે. કોર્પોરેટ પરિણામો પણ ઘણી કંપનીઓના સારા આવી રહ્યા હોઈ શેરોમાં ફંડોની સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ખરીદી ફરી આક્રમક બની છે.ભારતને વિકસીત બનાવવાની રોજગારીમાં વૃદ્વિ અને ગ્રામીણ અર્થતંત્ર પર ફોક્સ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ જાહેર કરી લેવાયેલા નિર્ણયો,જોગવાઈઓને સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ ઈન્વેસ્ટરોએ પણ આવકારી ગત સપ્તાહમાં ઘટાડે મોટી ખરીદી કરી છે.કોર્પોરેટ પરિણામોમાં હવે આગામી દિવસોમાં કંપનીના જાહેર થનારા રિઝલ્ટ પર બજારની નજર રહેશે.

    તા.૦૫.૦૮.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૨.૦૮.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૭૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૯૭૯ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૦૬ પોઈન્ટ થી ૨૪૫૩૫ પોઈન્ટ, ૨૪૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૦૨.૦૮.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૪૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૮૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૨૩૨ પોઈન્ટ થી ૫૧૦૮૮ પોઈન્ટ, ૫૧૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • હિન્દુસ્તાન યુનીલીવર ( ૨૭૦૮ ) :- એફએમસીજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૩૩ થી રૂ.૨૭૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ટીવીએસ મોટર્સ ( ૨૫૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૫૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૫૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૬૦૬ થી રૂ.૨૬૨૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • લ્યુપીન લીમીટેડ ( ૧૯૬૦ ) :- રૂ.૧૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૯૧૮ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૯૩ થી રૂ.૨૦૦૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૨૯ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૮૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૮૦૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૭૭૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૮૨૮ થી રૂ.૧૮૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • મેટ્રોપોલિસ હેલ્થકેર ( ૨૦૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હેલ્થકેર સેર્વીસ પ્રોવાઇડર સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૭૩ થી રૂ.૨૦૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • હેવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૮૨૪ ) :- રૂ.૧૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૦૮ થી રૂ.૧૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૬૧૨ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૯૬ થી રૂ.૧૫૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ઝાયડસ લાઈફ ( ૧૨૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૧૭૦ ) :- રૂ.૧૨૧૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૭૪ થી રૂ.૧૧૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

     

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025
    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025
    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gir Somnath ના વેરાવળમાં રોજગારી આપવા માટે રાયચુરા ફાઉન્ડર દ્રારા સેમિનાર યોજાયો

    June 17, 2025

    Morbi:માળિયાના ખીરઈ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા

    June 17, 2025

    વાંકાનેરના ભોજપરામાં દુકાનના તાળા તોડી રૂ ૧૦ હજારની રોકડ ચોરી

    June 17, 2025

    Morbi: પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી ભાવનગર જેલ ધકેલાયો

    June 17, 2025

    Morbi: વાંકાનેરમાં અપમૃત્યુના ચાર બનાવમાં મહિલા સહીત ચારના મોત

    June 17, 2025

    Morbi: માળિયાના ભાવપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, બે ફરાર

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gir Somnath ના વેરાવળમાં રોજગારી આપવા માટે રાયચુરા ફાઉન્ડર દ્રારા સેમિનાર યોજાયો

    June 17, 2025

    Morbi:માળિયાના ખીરઈ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા

    June 17, 2025

    વાંકાનેરના ભોજપરામાં દુકાનના તાળા તોડી રૂ ૧૦ હજારની રોકડ ચોરી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.