Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
    • Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
    • Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
    • Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
    • Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
    • Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
    • Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
    • Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૮.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૯૦૫ સામે ૮૧૨૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૯૫૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૦૫૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૭૯૮ સામે ૨૪૮૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૪૦  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ટ્રેડિંગના ચોથા દિવસે ગુરુવારે શેરબજારમાં નિફ્ટી અને સેન્સેક્સ બંને બેન્ચમાર્ક ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ ૧૪૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૦૫૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૪૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૦૩૫ પોઈન્ટના સ્તરે બંધ થયો. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે તેજીના પરિણામે ઘણા શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો થયો હતો.

    વૈશ્વિક બજારોમાં યુ.એસ. ફેડરલ રિઝર્વની મીનિટ્સ પર નજરે તેજી સાથે સાવચેતી રહેતાં ભારતીય શેર બજારોમાં આજે  આરંભિક કામકાજમાં સેન્સેક્સ, નિફટી બેઝડ સાંકડી વધઘટ બાદ નિફ્ટી મેટલ, નિફ્ટી પીએસયુ બેંક, નિફ્ટી બેંક અને નિફ્ટી રીઅલ્ટી,એફએમસીજી અને કન્ઝયુમર ડયુરેબલ્સ ફ્રન્ટલાઈન શેરો ફંડોની લેવાલીએ સુધારો આગળ વધ્યો હતો. ઈન્ડેક્સ બેઝડ મજબૂતી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોના આકર્ષણે રોકાણકારોમાં ખરીદીના માહોલ રહ્યો હતો. એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો સાથે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ, મેટલ, કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની  ખરીદી રહી હતી.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટાઇટન કંપની,લાર્સેન,કોલ્પાલ,ભારતી ઐરટેલ,ડીએલએફ,વોલ્ટાસ,ભારત ફોર્જ,ગોદરેજ પ્રોપટી,એસીસી,ટાટા કોમ્યુનિકેશન,ઈન્ફોસીસ,ટાટા કેમિકલ્સ,અંબુજા સિમેન્ટ્સ,ડાબર ઇન્ડિયા,રામકો સિમેન્ટ્સ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,ટીવીએસ મોટર્સ,ગ્રાસીમ,મુથૂટ ફાઈનાન્સ,બેર્જેર પેઈન્ટ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં રિલાયન્સ,એચસીએલ ટેકનોલોજી,ટાટા મોટર્સ,વિપ્રો લીમીટેડ,લ્યુપીન,ગ્લેનમાર્ક ફાર્મા,ટીસીએસ,હેવેલ્લ્સ,સિપ્લા,ટેક મહિન્દ્રા,સન ફાર્મા,મહાનગર ગેસ જેવા શેરો ઘટાડો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૩ અને વધનારની સંખ્યા ૨૪૫૧ રહી હતી,  ૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ચોમાસું સફળ નીવડી રહ્યું હોઈ આ પરિબળો મજબૂત સાથે સાથે બજારનું સેન્ટીમેન્ટ ફરી તેજીનું બનતાં આગામી દિવસોમાં નવા વૈશ્વિક નેગેટીવ પરિબળોની  ગેરહાજરીના સંજોગોમાં બજારમાં નવા વિક્રમો સર્જાતા જોવાઈ શકે છે.બીજી બાજુ અમેરિકામાં મંદીની આશંકા વધવા લાગી છે,જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. પરંતુ જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને અમેરિકન અર્થવ્યવસ્થા મંદીમાં સરી જશે તો ભારતને પણ અસર થશે જેમાં અમેરિકામાં માંગ ઘટવાથી ભારતીય નિકાસમાં ઘટાડો થઈ શકે છે.આઇટી, ફાર્મા અને ટેક્સટાઇલ સેક્ટર અમેરિકન માર્કેટ પર ખૂબ જ નિર્ભર છે.આ સિવાય આર્થિક મંદી ગ્લોબલ સપ્લાય ચેઇન માટે અવરોધ બનશે જેના લીધે ભારતીય નિકાસકારો માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બનશે.આ સાથે,અમેરિકામાં મંદી વિશ્વભરના રોકાણકારોનો વિશ્વાસ ઘટાડશે જે ભારતમાં એફડીઆઈમાં ઘટાડો કરી શકે છે.જો કે, આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે જે ભારત માટે ફાયદાકારક રહેશે.આવી સ્થિતિમાં સ્થાનિક માંગ,મોટી નિકાસ અને મજબૂત નાણાકીય સ્થિતિ ચોક્કસપણે ભારતને મંદીમાં જતાં અટકાવી શકે છે.

    તા.૨૩.૦૮.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૨.૦૮.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૭૦૭ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૮૦ પોઈન્ટ થી ૨૪૯૭૯ પોઈન્ટ, ૨૫૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૨.૦૮.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૦૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૯૩૯ પોઈન્ટ પ્રથમ અને ૫૦૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૧૦૮ પોઈન્ટ થી ૫૧૧૮૮ પોઈન્ટ,૫૧૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૮૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૩૦૦૧ ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૨૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૯૦૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૦૨૮ થી રૂ.૩૦૩૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૦૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૬૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૦૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૪૬ થી રૂ.૧૬૫૪ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૧૯૦ ) :- રૂ.૧૧૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૬૬ બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૦૮ થી રૂ.૧૨૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • એક્સીસ બેન્ક ( ૧૧૭૨ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૮ થી રૂ.૧૨૦૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગુજરાત ગેસ ( ૫૯૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭૪ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક એલપીજી/ સીએનજી/પીએનજી સ્પલાયર સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૦૬ થી રૂ.૬૧૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૨૭૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેસેન્જર કાર એન્ડ યુટીલીટી વિહીક્લ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૧૭ થી રૂ.૨૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૭૯૫ ) :- રૂ.૧૮૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૭૫ થી રૂ.૧૭૬૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૬૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઓરબિંદો ફાર્મા ( ૧૫૩૫ ) :- ફાર્માસ્યુટિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૭૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૧૭ થી રૂ.૧૫૦૫ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ઇપ્કા લેબ ( ૧૪૦૦) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૬૭૮ ) :- રૂ.૧૬૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૬૬૦ થી રૂ.૧૬૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!

    July 5, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025

    Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો

    July 5, 2025

    Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત

    July 5, 2025

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.