Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૭.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૩૨ સામે ૮૧૬૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૫૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૯૧૫ સામે ૨૪૯૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૩૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૨૪ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    શેરબજારમાં આકર્ષક ઉછાળા સાથે સપ્તાહની શરૂઆત થઈ છે.નિફ્ટીએ ૨૫૦૦૦ હજારની ઉપર ટ્રેડિંગ કર્યું હતું. સેન્સેક્સે પણ તેની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી અને ૮૧૯૦૮ની નવી સપાટી બનાવી, નિફ્ટી ફ્યુચરએ પણ ૨૫૦૦૦ હજારની ઉપર ૨૫૦૭૫ની હાઈ બનાવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. જો કે, બજારમાં ઊંચા સ્તરોથી વેચવાલી થઈ હતી અને નિફ્ટીનો પ્રારંભિક લાભ સમાપ્ત થયો હતો. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોના સથવારે તેમજ કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોની મજબૂતાઈ શેરબજાર માટે તેજીના સિગ્નલ આપી રહ્યા છે.

    સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ પર ટ્રેડ થયા હતા. સેન્સેક્સ ૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૩૫૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૨૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૬૬૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.નિફ્ટી પીએસયુ  બેન્ક ઇન્ડેક્સ આજના બજારમાં તેજીમાં રહ્યો હતો અને તે ૨.૨૦% વધ્યો હતો. રિયલ એસ્ટેટ અને ઓઇલ એન્ડ ગેસ જેવા સેક્ટરમાં પણ ખરીદી જોવા મળી હતી. આઈટી સેક્ટર, એફએમસીજીમાં વેચવાલીનું દબાણ હતું.

    ટોપ ગેઈનર્સ વિશે વાત કરીએ તો આજના બજારમાં બીપીસીએલ ૩%, ડીવીસ લેબ ૩%,લાર્સેન ૨.૪૮% સુધી વધ્યા.અલ્ટ્રા ટેક સિમેન્ટ અને બજાજ ફિનસર્વ ૨% વધ્યા હતા.સાથે સાથે સન ફાર્મા,ઈન્ફોસિસ,રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સેન, સ્ટેટ બેન્ક, એચસીએલ ટેક ,લ્યુપીન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,કોલ્પાલ,ટાટા મોટર્સ,બાટા ઇન્ડિયા,વોલ્ટાસ,ટાટા કેમિકલ, ગ્રસીમ,અદાણી પોર્ટસ,સન ટીવી જેવા શેરોમાં ઉછાળો જોવા મળીયો હતો.ટોપ લૂઝર્સમાં ટાઇટન કંપની ૨%અને ભારતી એરટેલ ૨%ટોપ પર રહ્યા હતા.સિપ્લા, ઈન્ડીગો,કોટક બેન્ક,એચડીએફસી બેન્ક,હેવેલ્લ્સ ઇન્ડિયા,જેએસડબ્લ્યુ સ્ટીલ,અબુજા સિમેન્ટ્સ,ટાટા કન્ઝ્યુમર અને આઈટીસી જેવા શેરોમાં ઘટાડો થયો હતો.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૬ અને વધનારની સંખ્યા ૨૬૫૨ રહી હતી,  ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, એનડીએ સરકારના કેન્દ્રિય બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને અપેક્ષા મુજબ શેર બજારો માટે અસરકર્તા કેપિટલ ગેઈન ટેક્ષમાં વધારા અને એફ એન્ડ ઓ ટ્રેડીંગમાં રિટેલ ટ્રેડરોની થઈ રહેલી ખુવારી પર અંકુશ લાવવા સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ-એસટીટીમાં વધારો કરતાં સપ્તાહ શેર બજારોમાં તોફાની બન્યા બાદ સપ્તાહના અંતે ઐતિહાસિક રેકોર્ડ તેજી થઈ છે.ભારતને વિકસીત બનાવવાની રોજગારીમાં વૃદ્વિ અને ગ્રામીણ અર્થતંત્ર પર ફોક્સ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ જાહેર કરી લેવાયેલા નિર્ણયો,જોગવાઈઓને સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ ઈન્વેસ્ટરોએ પણ આવકારી ગત સપ્તાહમાં ઘટાડે મોટી ખરીદી કરી છે. ચોમાસાની પ્રગતિ સાથે હવે આગામી દિવસોમાં જૂન મહિનાના ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રેના બુધવારે ૩૧,જુલાઈના જાહેર થનારા આંક અને એચએસબીસી ઈન્ડિયાના મેન્યુફેકચરીંગ પીએમઆઈના જુલાઈ મહિનાના ગુરૂવારે ૧,ઓગસ્ટના જાહેર થનારા આંક પર બજારની નજર રહેશે.વૈશ્વિક મોરચે અમેરિકાના જૂન મહિનાના રોજગારીના આંક  અને યુ.એસ.ફેડરલ રિઝર્વના ૩૧,જુલાઈ ૨૦૨૪ના બુધવારે વ્યાજ દર પર જાહેર થનારા નિર્ણય અને બેંક ઓફ જાપાનના પણ આ જ દિવસે જાહેર થનારા વ્યાજ દર નિર્ણય ચાઈનાના જુલાઈ મહિના માટેના એનબીએસ મેન્યુફેકચરીંગ પીએમઆઈના જાહેર થનારા આંકડા પર બજારની પ્રમુખ નજર રહેશે.કોર્પોરેટ પરિણામોમાં હવે આગામી દિવસોમાં ૩૦,જુલાઈના કેસ્ટ્રોલ,ડિક્સન ટેકનોલોજી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ગેઈલ ઈન્ડિયા, ટાટા કન્ઝયુમર કંપનીના જાહેર થનારા રિઝલ્ટ પર બજારની નજર રહેશે.

    તા.૩૦.૦૭.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૯.૦૭.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૨૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૮ પોઈન્ટ થી ૨૫૦૮૮ પોઈન્ટ, ૨૫૧૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૯.૦૭.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૬૬૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૪૦૪ પોઈન્ટ પ્રથમ અને ૫૧૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૮૦૮ પોઈન્ટ થી ૫૧૯૭૯ પોઈન્ટ, ૫૨૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૨૭૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ટીવીએસ મોટર્સ ( ૨૫૦૪ ) :- ૨/૩ વ્હીલર્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૨૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૦૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૪૪ થી રૂ.૨૫૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • સન ફાર્મા ( ૧૭૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • બજાજ ફિનસર્વ ( ૧૬૩૧ ) :- રૂ.૧૬૧૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૦૬ બીજા સપોર્ટથી હોલ્ડીંગ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૪૪ થી રૂ.૧૬૫૬ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ઇન્ડસઇન્ડ બેંક ( ૧૪૨૨ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઝાયડસ લાઇફસાયન્સ ( ૧૨૪૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૨૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્માસ્યુટિકલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૬૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૯૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૭૭ થી રૂ.૧૮૬૧ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • લ્યુપીન લીમીટેડ ( ૧૮૭૨ ) :- રૂ.૧૮૮૧ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૯૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૬૦ થી રૂ.૧૮૪૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૫૩૪ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૧૫ થી રૂ.૧૫૦૧ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૪૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૫૫ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૩૩ થી રૂ.૧૪૨૧ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૬૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા મોટર્સ ( ૧૧૨૯ ) :- રૂ.૧૧૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૧૭ થી રૂ.૧૧૦૧ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

     

    Nifty future Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025
    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.