રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૭.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૩૫ સામે ૮૧૩૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૨૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૪૫૫ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૯૧૦ સામે ૨૪૮૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૩૨ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી સુધારા સાથે આગેકૂચ કરી હતી. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે શેરબજારમાં તેજીનો દોર જળવાઈ રહયો હતો.ભારતીય શેરબજારે ગઈકાલે સોમવારે ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું છે. સેન્સેક્સ ૯૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૪૫૫ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૩૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૭૦૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.
સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોના સથવારે તેમજ કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોની મજબૂતાઈ શેરબજાર માટે તેજીના સિગ્નલ આપી રહ્યા છે. સેક્ટરોલ ઈન્ડેક્સમાં પીએસયુ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને પાવર સેક્ટરના શેર્સમાં તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે. રોકાણકારોની મૂડી વધુ રૂ.૧ લાખ કરોડ વધી છે. જ્યારે સૌથી વધુ ઘટાડો નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજીમાં નોંધાયો છે.
ટોપ ગેઈનર્સ વિશે વાત કરીએ તો આજના બજારમાં ઇન્ડિયામાર્ટ ઇન્ટરમેશ ૫%,કોલ્પાલ ૫%,ટાટા મોટર્સ ૩%,મહાનગર ગેસ ૨%, ટાઈટન કંપની ૨%,ઓબેરોઈ રીયાલીટી ૨%,સુધી વધ્યા હતા.સાથે સાથે ટાટા કોમ્યુનિકેશન,ઈન્ડીગો,ટેક મહિન્દ્રા,સન ફાર્મા,ઈન્ફોસિસ, લાર્સેન, સ્ટેટ બેન્ક, એચસીએલ ટેકનોલોલોજી,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,બાટા ઇન્ડિયા,વોલ્ટાસ,ટાટા કેમિકલ,અદાણી પોર્ટસ, જેએસડબ્લ્યુ સ્ટીલ,સન ટીવી જેવા શેરોમાં ઉછાળો જોવા મળીયો હતો.ટોપ લૂઝર્સમાં ટોરેન્ટ ફાર્મા ૨% ટોપ પર રહ્યા હતા.એચડીએફસી એએમસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ,ગ્રાસીમ,સિપ્લા, લ્યુપીન,કોટક બેન્ક,એચડીએફસી બેન્ક,હેવેલ્લ્સ ઇન્ડિયા, અબુજા સિમેન્ટ્સ,ટાટા કન્ઝ્યુમર,આઈટીસી અને એક્સીસ બેન્ક જેવા શેરોમાં ઘટાડો થયો હતો.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૫ અને વધનારની સંખ્યા ૨૨૯૭ રહી હતી, ૧૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૧૯૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ગઈ કાલે શેર બજારોમાં ઐતિહાસિક રેકોર્ડ તેજી થઈ હતી.નિફ્ટીએ ૨૫૦૦૦ હજારની ઉપર ટ્રેડિંગ કર્યું હતું. ભારતને વિકસીત બનાવવાની રોજગારીમાં વૃદ્વિ અને ગ્રામીણ અર્થતંત્ર પર ફોક્સ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ યોજનાઓ જાહેર કરી લેવાયેલા નિર્ણયો,જોગવાઈઓને સંસ્થાકીય રોકાણકારો સાથે રિટેલ ઈન્વેસ્ટરોએ પણ આવકારી ગત સપ્તાહમાં ઘટાડે મોટી ખરીદી કરી છે. ચોમાસાની પ્રગતિ સાથે હવે આગામી દિવસોમાં જૂન મહિનાના ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રેના બુધવારે ૩૧,જુલાઈના જાહેર થનારા આંક અને એચએસબીસી ઈન્ડિયાના મેન્યુફેકચરીંગ પીએમઆઈના જુલાઈ મહિનાના ગુરૂવારે ૧,ઓગસ્ટના જાહેર થનારા આંક પર બજારની નજર રહેશે.વૈશ્વિક મોરચે અમેરિકાના જૂન મહિનાના રોજગારીના આંક અને યુ.એસ.ફેડરલ રિઝર્વના ૩૧,જુલાઈ ૨૦૨૪ના બુધવારે વ્યાજ દર પર જાહેર થનારા નિર્ણય અને બેંક ઓફ જાપાનના પણ આ જ દિવસે જાહેર થનારા વ્યાજ દર નિર્ણય ચાઈનાના જુલાઈ મહિના માટેના એનબીએસ મેન્યુફેકચરીંગ પીએમઆઈના જાહેર થનારા આંકડા પર બજારની પ્રમુખ નજર રહેશે.કોર્પોરેટ પરિણામોમાં હવે આગામી દિવસોમાં ૩૧, જુલાઈના રોજ અંબુજા સિમેન્ટ, અદાણી પાવર, ભેલ, કોલ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકી ઈન્ડિયા, ટાટા સ્ટીલના કંપનીના જાહેર થનારા રિઝલ્ટ પર બજારની નજર રહેશે.
તા.૩૧.૦૭.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૩૦.૦૭.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૩૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૮૦ પોઈન્ટ થી ૨૪૮૦૮ પોઈન્ટ, ૨૪૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૩૦.૦૭.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૭૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૦૮૮ પોઈન્ટ પ્રથમ અને ૫૨૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૬૦૬ પોઈન્ટ થી ૫૧૪૭૪ પોઈન્ટ, ૫૧૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૨૯૪૬ ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૯૭૩ થી રૂ.૨૯૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૦૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૦૩ થી રૂ.૧૯૧૫ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- મુથૂત ફાઈનાન્સ ( ૧૮૧૭ ) :- રૂ.૧૭૮૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૭૩ બીજા સપોર્ટથી નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૬૩૯ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૪ થી રૂ.૧૬૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઇન્ડસઇન્ડ બેંક ( ૧૪૩૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૪૦૪ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૬૩ થી રૂ.૧૪૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ટાટા કોમ્યુનિકેશન ( ૧૯૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૯૦ થી રૂ.૧૮૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- મહાનગર ગેસ ( ૧૮૮૬ ) :- રૂ.૧૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૧૯ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૯૦ થી રૂ.૧૮૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટેક મહિન્દ્રા ( ૧૫૪૬ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૭૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૨૭ થી રૂ.૧૫૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- પીવીઆર આઇનોક્સ ( ૧૫૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફિલ્મ પ્રોડક્ટ્સન એન્ડ ડીસત્રીબ્યુસન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૦૦ થી રૂ.૧૪૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૧૧૧૯ ) :- રૂ.૧૧૩૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.