રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૮૫ સામે ૮૧૮૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૬૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૧૩૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૧૬૧ સામે ૨૫૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૧૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૬૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગુરુવારે એક્સપાયરી પર શેરબજાર અસ્થિર બની ગયું હતું અને નિફ્ટી અને સેન્સેક્સના નવા સર્વકાલીન ઊંચા સ્તરે બંધ થયા હતા જો કે,બંને બેન્ચમાર્કે તેમના નવા ઓલ-ટાઇમ હાઈ લેવલ બનાવ્યા છે.ગુરુવારે શેરબજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા,ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૮૨૨૮૫.૮૩ ના સ્તરને સ્પર્શ્યો હતો.જ્યારે નિફ્ટી ફ્યુચરએ પણ ઓલટાઈમ હાઈ સાથે ૨૫૨૦૦ ની સપાટીને કૂદાવી ગઈ છે. નિફ્ટી ફ્યુચરએ ૨૫૨૯૦.૦૦ ઐતિહાસિક સપાટી નોંધાવી છે.આજના ટ્રેડિંગમાં સૌથી મોટો ઘટાડો નિફ્ટી ફાર્મા અને નિફ્ટી મેટલમાં નોંધાયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૪૯૦ પોઈન્ટના સ્તરે બંધ થયો.
નિફ્ટી ફ્યુચરએ પણ નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે.આજના કારોબારમાં, નિફ્ટી એફએમસીજી ૦.૭૨% ના વધારા સાથે ટોચ પર હતો, જે ૬૩,૧૬૩ ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી એનર્જી ૦.૬૧% ના ઉછાળા સાથે ૪૩,૬૬૧ ના સ્તર પર બંધ થયો હતો. આ પછી નિફ્ટી ઓટો ૦.૫૪% વધીને ૨૬,૦૨૦ ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી આઈટી પણ ૦.૪૭% ના સારા વધારા સાથે ૪૨,૫૯૨ ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી મેટલ ૦.૪૮% ઘટીને ૯,૩૭૦ ના સ્તરે અને નિફ્ટી ફાર્મા ૦.૪૮% ઘટીને ૨૨,૮૭૮ ના સ્તરે બંધ થયા હતા.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં રિલાયન્સ,ટીસીએસ,કોલ્પાલ,ટોરેન્ટ ફાર્મા,ટાટા મોટર્સ,વિપ્રો,ઈન્ફોસીસ,ટાટા કોમ્યુનિકેશન,એચસીએલ ટેકનોલોજી,ટેક મહિન્દ્રા,ભારતી ઐરટેલ,ગુજરાત ગેસ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટાટા કેમિકલ્સ,ડાબર,ગ્રાસીમ,ઈન્ફોસીસ,સન ફાર્મા,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,બાટા ઇન્ડિયા જેવા શેરો ઘટાડો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૩૧ અને વધનારની સંખ્યા ૧૪૨૦ રહી હતી, ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો,શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. અમેરિકામાં ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા અને અર્થતંત્રમાં સુધારાના સંકેત સાથે આઈટી શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે.લાર્જ કેપથી વિપરિત મીડકેપ શેર્સમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ઘણા સમયથી આકર્ષક તેજીના પગલે હવે રોકાણકારો વેચવાલી કરી પ્રોફિટ બુક કરી રહ્યા છે.બીજી બાજુ એસએમઈ, સ્મોલકેપ શેર્સ જોખમી બન્યા છે. ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ મેનેજમેન્ટમાં સેન્સેક્સ, નિફટીમાં તુલનાત્મક ઓછી વૃદ્વિ સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડોની સતત ખરીદીના પરિણામે તેજી આક્રમક બનતી જોવાઈ છે.અલબત પોર્ટફોલિયો ફેરબદલી સાથે ફંડોનું પ્રોફિટ બુકિંગ સામે મૂડીનું અન્ય વેલ્યુબાઈંગ થતું જોવાયું છે. જેથી કેટલાક શેરોના ભાવો ઘટાળા સામે ઘણા અન્ય શેરોમાં તેજીના મોટા ઉછાળા નોંધાયા છે.આગામી દિવસોમાં ૩૦,ઓગસ્ટના ભારતના જુલાઈ મહિનાના ઈન્ફ્રાસ્ટ્રકચરના આંકડા અને બીજા ત્રિમાસિક માટેના જીડીપી આંકડા જાહેર થવાની સાથે વૈશ્વિક મોરચે જાપાનના કન્ઝયુમર કોન્ફિડેન્સ આંકડા જાહેર થવાના હોઈ બજારોના ટ્રેન્ડની સાથે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં ઉતાર – ચડાવ જોવાઈ શકે છે.એક તરફ મધ્યપૂર્વમાં વધી રહેલી ભૌગોલિક રાજકીય અશાંતિ અને બીજી બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની મજબૂત શકયતાના બેતરફી વાતાવરણ વચ્ચે ભારતીય શેરબજારો રેન્જબાઉન્ડ રહી છેવટે સુધારા સાથે બંધ રહ્યા હતા.
તા.૩૦.૦૮.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૯.૦૮.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૨૬૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૧૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૩૦૩ પોઈન્ટ થી ૨૫૩૭૩ પોઈન્ટ, ૨૫૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૨૯.૦૮.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૪૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૨૭૨ પોઈન્ટ પ્રથમ અને ૫૧૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૫૭૦ પોઈન્ટ થી ૫૧૬૭૬ પોઈન્ટ,૫૧૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૧૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૮૬૪ ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૨૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૮૮ થી રૂ.૨૮૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૯૦૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એસીસી લીમીટેડ ( ૨૩૦૯) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૨૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૨૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૩૨૭ થી રૂ.૨૩૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૭૮ ) :- રૂ.૧૭૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪૪ બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- વોલ્ટાસ લીમીટેડ ( ૧૭૯૨ ) :- હોઉસહોલ્ડ અપ્લ્યાન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૩ થી રૂ.૧૮૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૧૬૩૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૬૦૬ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૬૫૩ થી રૂ.૧૬૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- લ્યુપીન લીમીટેડ ( ૨૧૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૧૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૭૭ થી રૂ.૨૧૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૫૬૨ ) :- રૂ.૧૫૯૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૦૬ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- અદાણી પોર્ટસ ( ૧૪૭૮ ) :- પોર્ટ એન્ડ પોર્ટસ સેર્વીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૪૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- એક્સીસ બેન્ક ( ૧૧૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફ ( ૧૧૨૯ ) :- રૂ.૧૧૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.