Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
    • Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
    • Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
    • Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
    • Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
    • Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
    • Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
    • Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalSeptember 6, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૯.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૨૦૧ સામે ૮૨૧૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૯૮૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૭૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૮૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૩૬ સામે ૨૫૧૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૮૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૯૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    શુક્રવારે ફેડ રેટ કટ મામલે બે મત હોવાના કારણે એશિયન અને યુરોપિયન બજારમાં સાર્વત્રિક વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. જેની અસર સ્થાનિક બજાર પર પણ થઈ છે.શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીએ જોર પકડ્યું છે.વૈશ્વિક શેરબજારોના સથવારે માર્કેટમાં મોટો કડાકો નોંધાયો છે.અમેરિકાના જોબ ડેટા નબળા રહેવાના અંદાજ સાથે આર્થિક મંદી વધવાની શક્યતાઓ કરી રહ્યા છે.જેના લીધે રોકાણકારો હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જેથી વિદેશી રોકાણકારો પણ વેચવાલી નોંધાવી રહ્યા છે.બીજી તરફ સ્થાનિક સ્તરે આર્થિક સ્થિતિ મજબૂત છે.માર્કેટ છેલ્લા કેટલાક સમયથી સતત તેજી તરફ આગેકૂચ કરી રહ્યું હતું.જેના લીધે ઘણા શેર્સ ઓવર વેલ્યૂએશન ધરાવી રહ્યા છે. વોલ્યૂમ પણ વધ્યા છે.પરિણામે પ્રોફિટ બુકિંગના કારણે કરેક્શન જોવા મળી રહ્યુ છે.

    સેન્સેક્સ ૧૦૧૭ પોઈન્ટના ઘટાળા સાથે ૮૧૧૮૩ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૩૦ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૯૦૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૯૪૬ પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૭૮૧ પોઈન્ટના સ્તરે બંધ થયો.

    શેરબજારમાં વૈશ્વિક સ્તરે મિક્સ વલણના પગલે સ્થાનિક શેરબજારમાં કડાકાનો માહોલ જળવાઈ રહ્યો હતો.સેન્સેક્સ આજે ૧૨૧૯ પોઈન્ટ તૂટી ૮૦૮૯૧ ની ઈન્ટ્રા ડે બોટમે પહોંચ્યો હતો.જેના પગલે રોકાણકારોની મૂડીમાં રૂ.૫.૦૯ લાખ કરોડનુ ધોવાણ થયું છે.નિફ્ટી ફ્યુચરે પણ ૩૫૦ પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. મીડકેપ શેર્સમાં ગાબડાં સાથે ઈન્ડેક્સ ૧.૪૧% તૂટ્યો હતો. સેક્ટોરલ ઈન્ડેક્સમાં પીએસયુ ઈન્ડેક્સ ૨.૪૮%, સ્મોલકેપ ૦.૯૬%, ટેલિકોમ્યુનિકેશન્સ ૩.૨૩%, પાવર ૧.૩૭%, ઓટો ૧.૩૦%, ટેક્નોલોજી ૧.૨૨%તૂટ્યો હતો.પીએસયુ શેર્સમાં આજે મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં અસિયન પેઈન્ટ્સ,એસીસી,પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ,કોલ્પાલ,હિન્દુસ્તાન યુનીલીવર,જીન્દાલ સ્ટીલ,જેએસડબ્લ્યુ સ્ટીલ,જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં રિલાયન્સ ૨%,એચડીએફસી એએમસી ૨%,ટાટા મોટર્સ ૨%,બાટા ઇન્ડિયા૨%,ટાટા કેમિકલ્સ ૨%,એચસીએલ ટેકનોલોજી ૨%,આઈસીઆઈસીઆઈ બેન્ક ૨%,એક્સીસ બેન્ક ૨%નો ઘટાળો સાથે સાથે ગ્રાસીમ,ઈન્ફોસીસ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લાર્સેન,ઈન્ડીગો ના શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૪૪ અને વધનારની સંખ્યા ૧૪૦૩ રહી હતી,  ૮૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો,અમેરિકન બજારમાં હડકંપ મચી ગયું હતું જેના લીધે ફરી એકવાર મંદીના ભણકારાં સંભળાયા.ડાઉ જોન્સ અને નેસ્ડેકમાં પણ મોટા કડાકા થયા જેની અસર હવે સીધી ભારતીય શેરબજારમાં દેખાઈ.અમેરિકામાં મંદીની આશંકા વધવા લાગી છે,જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.પરંતુ જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને અમેરિકન અર્થવ્યવસ્થા મંદીમાં સરી જશે તો ભારતને પણ અસર થશે જેમાં અમેરિકામાં માંગ ઘટવાથી ભારતીય નિકાસમાં ઘટાડો થઈ શકે છે.આ સિવાય આર્થિક મંદી ગ્લોબલ સપ્લાય ચેઇન માટે અવરોધ બનશે જેના લીધે ભારતીય નિકાસકારો માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બનશે.આ સાથે,અમેરિકામાં મંદી વિશ્વભરના રોકાણકારોનો વિશ્વાસ ઘટાડશે જે ભારતમાં એફડીઆઈમાં ઘટાડો કરી શકે છે.

    વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ ઈન્ડેક્સ બેઝડ ફોરેન ફંડોએ તેજીના નવા વેપારથી દૂર રહી ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું વલણ અપનાવ્યું હતું.વૈશ્વિક મોરચે ઈઝરાયેલ, રશીયા યુદ્વના મોરચેથી પીછેહઠ કરવા તૈયાર હોવાના મળી રહેલા પોઝિટીવ સંકેત સામે ચાઈનાના આંકડા એકંદર નબળા આવી રહ્યા હોવા સાથે ક્રુડ ઓઈલના  આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો ડિફલેશનનો સંકેત આપવા લાગ્યા હોઈ તેજીના વેપારમાં ઉંચા મથાળે સાવચેતી જોવાઈ હતી.સ્થાનિક અને વૈશ્વિક મોરચે જાપાનના બજારોના ટ્રેન્ડની સાથે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં ઉતાર – ચડાવ જોવાઈ શકે છે.

    તા.૦૯.૦૯.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૬.૦૯.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૦૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૦૮ પોઈન્ટ થી ૨૪૭૩૭ પોઈન્ટ, ૨૪૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૦૬.૦૯.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૭૮૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૦૮૮ પોઈન્ટ પ્રથમ અને ૫૧૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૬૭૬ પોઈન્ટ થી ૫૦૫૭૦ પોઈન્ટ,૫૦૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૯૪૮ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૧૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૦૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૬૪ થી રૂ.૧૯૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • મહાનગર ગેસ ( ૧૮૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૧૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૫૮ થી રૂ.૧૮૭૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૬૩૨ ) :- રૂ.૧૬૦૬ નો પ્રથમ તેમજ રૂ.૧૫૯૦ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૪૭ થી રૂ.૧૬૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ઝાયડસ લાઈફ ( ૧૧૦૪ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૮ થી રૂ.૧૧૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા મોટર્સ ( ૧૦૬૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૩૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પેસેન્જર કાર એન્ડ યુટિલિટી વિહીક્લ્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૭૮ થી રૂ.૧૦૯૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૯૩ થી રૂ.૧૮૭૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • એચડીએફસી બેન્ક ( ૧૬૩૯ ) :- રૂ.૧૬૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૧૬ થી રૂ.૧૬૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૮૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૪૪૩ ) :- પેર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૨૭ થી રૂ.૧૪૧૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • બાટા ઇન્ડિયા ( ૧૪૧૦) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૧૬૦ ) :- રૂ.૧૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૪૪ થી રૂ.૧૧૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

     

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!

    July 5, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025

    Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો

    July 5, 2025

    Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત

    July 5, 2025

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.