Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
    • Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
    • Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
    • Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
    • Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
    • Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
    • Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
    • Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૫૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૫૪૭૪ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalSeptember 4, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૯.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૫૫૫ સામે ૮૧૮૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૮૩૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૨૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૩૫૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૩૫૨ સામે ૨૫૨૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૨૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૭  પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૨૪૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    બુધવારે શેરબજાર સેન્સેક્સ,નિફટીમાં સાથે સ્મોલ, મિડ કેપના શેરોમાં નફારૂપી વેચવાલી નીકળતા માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.વિદેશી બજારોની મંદી અમેરિકન બજારમાં ઘટાળો જેના લીધે ફરી એકવાર મંદીના ભણકારાં સંભળાયા.ડાઉ જોન્સ અને નેસ્ડેકમાં પણ મોટા કડાકા થયા જેની અસર હવે સીધી ભારતીય શેરબજારમાં દેખાઈ. વેપારની શરૂઆત થતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાઈ ગયો.

    મંગળવારે સામાન્ય ઘટાડા સાથે બંધ થયેલા સેન્સેક્સ અને નિફ્ટીમાં બુધવારે ઓપનિંગમાં જ કડાકો બોલાયો. સોમવારે લેબર ડેની રજા બાદ મંગળવારે અમેરિકન બજારો ખુલ્યા ત્યારે અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ અને નેસ્ડેક ૩% સુધી ઘટ્યા હતા. જ્યારે એસએન્ડપી ૫૦૦ ના મોટા ભાગના સેક્ટર રેડ ઝોનમાં દેખાયા હતા. તેની સીધી અસર એશિયન બજારો પર પણ જોવા મળી હતી અને જાપાનનો નિક્કેઈ પણ ૩% તૂટ્યો હતો. અમેરિકન માર્કેટમાં ઉથલપાથલ વચ્ચે બુધવારે ગિફ્ટ નિફ્ટીમાં લગભગ ૨૦૦ પોઈન્ટનો કડાકો બોલાયો હતો.

    સેન્સેક્સ ૨૦૩ પોઈન્ટના ઘટાળા સાથે ૮૨૩૫૨ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦૬ પોઈન્ટના ઘટાળા સાથે ૨૫૨૪૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૨૬ પોઈન્ટના ઘટાળા સાથે ૫૧૬૦૭ પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ, નિફટી બેઝડ શેરોમાં વેચવાલીને કારણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ મળીને માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાળો થયો હતો.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,રિલાયન્સ,ગ્રાસીમ,મહાનગર ગેસ,કોટક મહિન્દ્રા બેન્ક,લ્યુપીન,હિન્દુસ્તાન યુનીલીવર,હવેલ્લ્સ,સન ફાર્મા,જેએસડબ્લ્યુ સ્ટીલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક,ટીસીએસ,લાર્સેન,ઈન્ફોસીસ,વોલ્ટાસ,એચસીએલ ટેકનોલોજી,ગ્લેનમાર્ક ફાર્મા,ટેક મહિન્દ્રા,ભારતી ઐરટેલ,ટાટા કેમિકલ્સ શેરો ઘટાડો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૮ અને વધનારની સંખ્યા ૧૯૯૯ રહી હતી,  ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો,ચાઈનાને  જાપાન દ્વારા ચીપ મેન્યુફેકચરીંગ ઈક્વિપમેન્ટના વેચાણ અટકાવવા મામલે તનાવ અને ઈઝરાયેલના બંધકોની હમાસ દ્વારા હત્યાના કારણે ફરી ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરવાના એંધાણે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ સાવચેતી જોવા મળી હતી.ઓગસ્ટમાં શેરબજારમાં આવેલ ભારે વધઘટની રિટેલ રોકાણકારોની ખરીદી પર કોઈ અસર થઈ નથી.વધુમાં રિટેલ રોકાણકારોએ ઘટાડાનો લાભ લઈને માતબર રકમ બજારમાં ઠાલવી છે.વિદેશી રોકાણકારો, બેંકો અને વીમા કંપનીઓના રોકાણ કરતાં વધુ રોકાણ ભારતના રિટેલ રોકાણકારો કરીને કીર્તિમાન સ્થાપ્યો છે.બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં સાવચેતી રાખી રહ્યા છે.

    વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને લઈને મતમતાંતર જોવા મળી રહ્યા છે. અંદાજમાં ઘટાડો કરી રહ્યા છે તો કેટલાક સાત ટકાથી પણ નીચા દર મૂકી રહ્યા છે. જો કે વર્લ્ડ બેન્ક દ્વારા જારી કરાયેલા નિવેદનમાં નાણાં વર્ષ ૨૦૨૫ માટે ભારતનો જીડીપી અંદાજ સુધારી સાત ટકા મુકાયો છે.વર્લ્ડ બેન્કે અગાઉ ૬.૬૦% નો અંદાજ મૂકયો હતો.ખાનગી ઉપભોગ તથા ઈન્વેસ્ટમેન્ટમાં મજબૂતાઈની અપેક્ષા વચ્ચે વર્લ્ડ બેન્ક ભારત માટેના પોતાના અંદાજમાં વધારો કર્યો છે. નાણાં વર્ષ ૨૦૨૫ માટે દેશનો જીડીપી અંદાજને  નોમુરાએ જે અગાઉ ૬.૯૦% મૂકયો હતો તે સોમવારે ઘટાડી ૬.૭૦%કર્યો છે. આ અગાઉ ગોલ્ડમેન સાક્સ તથા જેપી મોર્ગને વર્તમાન નાણાં વર્ષ માટે દેશનો જીડીપી અંદાજ ૬.૫૦% મૂકયો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ  દેશનો આર્થિક વિકાસ દર ૭.૨૦% રહેવા ધારણાં મૂકી છે.

    તા.૦૫.૦૯.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૪.૦૯.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૨૪૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૫૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૧૮૮ પોઈન્ટ થી ૨૫૦૮૮ પોઈન્ટ, ૨૫૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૦૪.૦૯.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૬૦૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૮૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૪૭૪ પોઈન્ટ થી ૫૧૪૦૪ પોઈન્ટ,૫૧૨૭૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૯૫૭ ) :- બાલકૃષ્ણ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૯૮૩ થી રૂ.૨૯૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૦૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એસીસી લીમીટેડ ( ૨૩૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૩૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૩૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૩૮૮ થી રૂ.૨૪૦૪ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • મુથૂટ ફાઈનાન્સ ( ૧૯૬૧ ) :- રૂ.૧૯૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૯૩૦ બીજા સપોર્ટથી નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૭૮ થી રૂ.૧૯૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ઓરબીન્દો ફાર્મા ( ૧૫૬૦ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૪૮૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૪૬૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કન્ઝ્યુમર પ્રોડ્કટસ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૯૭ થી રૂ.૧૫૧૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૯૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૯૬૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૮૯૮ થી રૂ.૨૮૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • લ્યુપીન લીમીટેડ ( ૨૨૯૦ ) :- રૂ.૨૩૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૩૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૨૭૪ થી રૂ.૨૨૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • બાટા ઇન્ડિયા ( ૧૪૫૧ ) :- ફૂટવેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૮૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૧૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ઇન્ડસઇન્ડ બેંક ( ૧૪૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૬૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૩૮ ) :- રૂ.૧૨૫૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૨૦ થી રૂ.૧૨૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!

    July 5, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025

    Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો

    July 5, 2025

    Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત

    July 5, 2025

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.