Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
    • Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
    • Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
    • Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
    • Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
    • Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
    • Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
    • Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૯.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૧૮૪ સામે ૮૩૬૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૧૮૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૫૪૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૪૮૯ સામે ૨૫૫૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૪૪૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૭૬૭ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    શુક્રવારે શેરબજારમાં મેટલ,ઓટો,રિયાલ્ટી,બેન્કિંગ શેર્સમાં આકર્ષક ખરીદી સાથે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે બંધ આપવામાં સફળ રહ્યા છે. સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડે ૧૫૦૯ પોઈન્ટ ઉછળી ૮૪૬૯૪ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૧૩૬૦ પોઈન્ટ ઉછાળે ૮૪૫૪૪ પર બંધ આપ્યું હતું. નિફ્ટીએ ઈન્ટ્રા ડે ૩૭૭ પોઈન્ટ ઉછળી ૨૫૭૯૮ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૨૭૮ પોઈન્ટ ઉછાળે ૨૫૭૬૭ પર બંધ આપ્યું હતું. બેન્ક નિફ્ટીએ ઈન્ટ્રા ડે ૪૬૬ પોઈન્ટ ઉછળી ૫૩૬૪૩ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૩૭૩ પોઈન્ટ ઉછાળે ૫૩૫૫૦ પર બંધ આપ્યું હતું.શેરબજારમાં ટોચના ૧૩ સેક્ટરોલ ઈન્ડાઈસિસમાંથી ૧૨ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.

    નિફ્ટી એફએમસીજી, ઓટો, રિયાલ્ટી, મેટલ ઈન્ડેક્સ ૨% વધ્યા છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ સતત સાતમા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ રહ્યો છે.આઈસીઆઈસીઆઈ બેન્ક,એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કનો શેર ઉછળ્યો છે.શેરબજારમાં સાર્વત્રિક તેજી વચ્ચે બીએસઈ માર્કેટ કેપ આજે રૂ.૪૭૨ લાખ કરોડની રેકોર્ડ ટોચે નોંધાયું છે. રોકાણકારોની મૂડી આજે ૬.૧૬લાખ કરોડ વધી છે. ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેક્સમાં ભારતીય શેરબજાર ચીનને ક્રોસ કરી છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. જેની અસર પણ શેરબજાર પર જોવા મળી છે.

    બીજી તરફ ફેડ દ્વારા વ્યાજના દરો ઘટતાં વિદેશી રોકાણ વધવાની શક્યતાઓ વધી છે. નિફ્ટી ઈન્વેસ્ટેબલ માર્કેટ ઈન્ડેક્સ MSCI EM માં ચીનને ક્રોસ કરી આગળ નીકળતાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. જે ભારતને યુદ્ધના માહોલ વચ્ચે પણ રોકાણ અર્થે સુરક્ષિત દેશ તરીકે દર્શાવે છે.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ઈન્ડીગો,લાર્સેન,કોલ્પાલ,હવેલ્લ્સ,શ્રીરામ ફાઈનાન્સ,રિલાયન્સ,હિન્દુસ્તાન યુનીલીવર,ઈન્ફોસીસ,કોટક મહિન્દ્રા બેન્ક,સન ફાર્મા,એચસીએલ ટેકનોલોજી,ભારતી ઐરટેલ,ટેક મહિન્દ્રા,અદાણી પોર્ટસ,બાટા ઇન્ડિયા,જીન્દાલ સ્ટીલ,જેએસડબ્લ્યુ સ્ટીલ,ડીએલએફ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની ગ્રાસીમ,એસીસી,લ્યુપીન,સિપ્લા,સન ફાર્મા,ઇપ્કા લેબ,ઓરબિંદો ફાર્મા,એક્સીસ બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૦૨ અને વધનારની સંખ્યા ૨૪૪૨ રહી હતી,  ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, શેરબજાર ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરી તે ૪.૭૫થી ૫.૦૦% ની રેન્જમાં લવાયો છે. ફેડરલ રિઝર્વના નિર્ણયની ભારતમાં સ્થિર અસર જોવા મળશે કારણ કે વ્યાજ દરમાં વધારો આવશે તેવા સંકેતે જ બજાર પર અગાઉ અસર બતાવી દીધી હતી.ભારત સહિત ઊભરતી બજારોમાં વૈશ્વિક ફંડો, રોકાણકારો દ્વારા મોટાપાયે રોકાણ ધોધ વહેતો થવાની પૂરી શકયતા છે. ઊભરતી બજારોમાં ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબૂત હોવાથી અને અત્યારે શ્રેષ્ઠ વળતર આપી રહેલાં ભારતમાં ફરી શેરોમાં ખરીદદાર બનેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારો, એફપીઆઈ રોકાણકારો પોતાનો ફંડ પ્રવાહ ભારત તરફ વાળે એવી શકયતા વ્યક્ત કરી રહ્યા છે.ઈન્વેસ્ટમેન્ટ મથક તરીકે ભારત આશાવાદી જણાય રહયું છે.

    વ્યાજ દરમાં કપાતની સ્થિતિમાં સામાન્ય રીતે  વિદેશી રોકાણકારો ઊભરતી બજારો તરફ નજર દોડાવતા હોય છે. અમેરિકન બોન્ડસ તથા અન્ય એસેટસ પર યીલ્ડસમાં ઘટાડાને કારણે વિદેશી રોકાણકારો ઊભરતી બજારો તરફ વળવા લાગે છે.વર્તમાન મહિનામાં ઊભરતી બજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું સૌથી વધુ આકર્ષણ ભારતીય ઈક્વિટીસમાં રહ્યાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. સપ્ટેમ્બરમાં એફઆઈઆઈએ ભારતીય ઈક્વિટીસમાં અત્યારસુધીમાં ૨.૧૯ અબજ ડોલર ઠાલવ્યા છે. ૩.૭૦ કરોડ ડોલર સાથે ઈન્ડોનેશિયા બીજા ક્રમે રહ્યું છે.વદેશી રોકાણકારોનો ભારતમાં પસંદગીના ક્ષેત્રોમાં જ ઈન્ફલોસ જોવા મળવાની ધારણાં છે,ખાસ કરીને આઈટી ક્ષેત્રમાં વિદેશી રોકાણકારોનો રસ વધી શકે છે.યુએસ ફેડ પોલિસી બહાર પાડવામાં આવી છે, ત્યારે રોકાણકારો અન્ય ત્રણ કેન્દ્રીય બેંકો, એટલે કે BOJ, BOE અને ચીનના પરિણામો પર નજર રાખશે.

    તા.૨૩.૦૯.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૯.૦૯.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૭૬૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૫૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૮૦૮ પોઈન્ટ થી ૨૫૯૭૯ પોઈન્ટ, ૨૬૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૯.૦૯.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૩૫૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૩૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૬૭૬ પોઈન્ટ થી ૫૩૮૦૮ પોઈન્ટ,૫૪૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૩૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ટીવીએસ મોટર્સ ( ૨૮૨૩ ) :- ટીવીએસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૪૮ થી રૂ.૨૮૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૮૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • મહાનગર ગેસ ( ૧૮૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૮૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૭૬૩ ) :- રૂ.૧૭૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૭૦૭ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૮૩ થી રૂ.૧૭૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ઇન્ડસઇન્ડ બેંક ( ૧૪૮૨ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જીન્દાલ સ્ટીલ ( ૧૦૦૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૬૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ગ્રાસીમ લીમીટેડ ( ૨૬૭૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૦૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૬૪૪ થી રૂ.૨૬૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ઓબેરોઈ રીયાલીટી ( ૧૮૫૧ ):- રૂ.૧૮૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ભારતી ઐરટેલ ( ૧૭૧૩ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૮૬ થી રૂ.૧૬૭૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૬૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૪૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૮૩ થી રૂ.૧૫૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૨૪૭ ) :- રૂ.૧૨૬૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૭૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૨૭ થી રૂ.૧૨૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

     

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!

    July 5, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025

    Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો

    July 5, 2025

    Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત

    July 5, 2025

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.