રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૯.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૯૧૪ સામે ૮૪૮૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૭૪૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૧૬૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૯૪૪ સામે ૨૫૯૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૮૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૯૯૮ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજાર અવિરત તેજી સાથે સતત પાંચમાં દિવસે ઓલ ટાઈમ હાઈ થયા છે. સેન્સેક્સ પ્રથમ વખત ૮૫૨૦૦નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે,સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે ખૂલ્યા બાદ ધીમી ગતિએ આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સે ઈન્ટ્રા ડે ૩૩૩ પોઈન્ટ ઉછળી ૮૫૨૪૭ નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૨૫૬ પોઈન્ટ ઉછાળે ૮૫૧૬૯ પર બંધ આપ્યું હતું.નિફ્ટીએ ઈન્ટ્રા ડે ૮૩ પોઈન્ટ ઉછળી ૨૬૦૨૭નું ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ અંતે ૫૩ પોઈન્ટ ઉછાળે ૨૫૯૯૮ પર બંધ આપ્યું હતું. બેન્ક નિફ્ટીએ ૭૬ પોઈન્ટ ઉછાળે ૫૪૧૦૨ પર બંધ આપ્યું હતું.
ચાઈનાએ તેના અર્થતંત્રને બેઠું કરવા માટે શકય તમામ ઉપાયો કામે લગાવી શોર્ટ ટર્મ વ્યાજ દરમાં ઘટાડો કર્યા બાદ સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરી આઉટસ્ટેન્ડિંગ મોર્ગેજ રેટમાં ઘટાડો અને બીજા ઘર માટે ડાઉન પેમેન્ટમાં પણ ઘટાડો કરવા સહિતના પગલાં લેતાં વૈશ્વિક ફંડોનું રોકાણ ફંટાવવાની ધારણાએ ભારતીય બજારોમાં નવા વિક્રમો બાદ ઉછાળે વિક્રમી તેજીને બ્રેક લાગી હતી.
ચાઈનાએ સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરતાં ચાઈનાની સ્ટીલ સહિતની માંગ વધવાની અપેક્ષા અને ઘર આંગણે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં સ્ટીલ સહિતનો વપરાસ વધવાની અપેક્ષાએ ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં આક્રમક ખરીદી થઈ હતી. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે સતત પસંદગીની ખરીદી રહી હતી. સેન્સેક્સ, નિફટીની વિક્રમી તેજી બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ થવા સાથે ઘણા શેરોમાં વેચવાલી રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ એક દિવસમાં નજીવું વધ્યું હતું.
આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ગોદરેજ પ્રોપર્ટી,રિલાયન્સ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,એચડીએફસી બેન્ક,લ્યુપીન,મુથૂટ ફાઈનાન્સ,ગ્રાસીમ,ઓબેરોઈ રીયાલીટી,સન ફાર્મા,સિપ્લા,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,આઈટીસી,આઈસીઆઈસીઆઈ બેન્ક,ટાટા કેમિકલ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની ટીવીએસ મોટર્સ,લાર્સેન,ડીએલએફ,ટેક મહિન્દ્રા,ઈન્ડીગો,મહાનગર ગેસ,ગ્લેનમાર્ક ફાર્મા,અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,ઈન્ફોસીસ,હિન્દુસ્તાન યુનીલીવર,જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૫૬ અને વધનારની સંખ્યા ૧૬૯૭ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….મિત્રો, વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા સાથે આગળ વધી રહ્યું છે. દેશના જીડીપી ગ્રોથની વેગવાન ગતિ પર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્ક સહિતની તમામ ગ્લોબલ એજન્સીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ વધુ એક રેટિંગ એજન્સીએ પણ સકારાત્મક અંદાજ આપ્યો છે. વર્લ્ડ બેન્ક, આઈએમએફ, હવે મૂડીઝ સહિત મોટાભાગની ગ્લોબલ રેટિંગ એજન્સીઓએ ભારતની અર્થવ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો છે. વર્લ્ડ બેન્કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ, રિયલ એસ્ટેટમાં સ્થાનિક રોકાણમાં વધારો અને ચોમાસું સારૂ રહેતાં નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫માં જીડીપી ગ્રોથ અંદાજ ૬.૬% થી વધારી ૭% કર્યો હતો. આઈએમએફએ જીડીપી ગ્રોથ અંદાજમાં ૨૦ બેઝિસ પોઈન્ટનો સુધારો કરતાં ૭% કર્યો છે.એસએન્ડપી ગ્લોબલે પણ જીડીપી ગ્રોથ અંદાજ ૭% રહેવાનો આશાવાદ દર્શાવતાં ઓક્ટોબરમાં વ્યાજના દરો ઘટવાની શક્યતા કહી છે.રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી છે.ફેડના ડોવિશ વલણને પગલે આરબીઆઇ પણ નરમ વલણ અપનાવી વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાઓ વધી છે. મૂડીઝ રિપોર્ટમાં દેશના ફુગાવોનો ઉલ્લેખ થયો છે,જેમાં મોંઘવારી અંદાજ અગાઉ ૫% નિર્ધારિત કર્યો હતો. જે ઘટાડી ૪.૭% કર્યો છે. જુલાઈ અને ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી આરબીઆઈના નિર્ધારિત ૪%ના દરથી ઓછી રહેશે. જ્યારે ૨૦૨૫ – ૨૬ માં ફુગાવો ૪.૫% અને ૪.૧% ની રેન્જમાં રહેવાની સંભાવના છે.
ભારતીય બજારોમાં સતત વિક્રમી તેજીની દોટ મૂકતાં સેન્સેક્સે અને નિફટીએ નવો ઈતિહાસ રચ્યો છે. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં વળતર ઘટવાની સાથે ઘણા શેરોમાં તક ઝડપીને ફંડો, ખેલાડીઓએ રોકાણ હળવું કર્યાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે.
તા.૨૬.૦૯.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૫.૦૯.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૯૯૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૮૮ પોઈન્ટ થી ૨૬૧૦૮ પોઈન્ટ, ૨૬૨૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૨૫.૦૯.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૪૧૦૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૩૮૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૩૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૪૨૦૨ પોઈન્ટ થી ૫૪૩૭૩ પોઈન્ટ,૫૪૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૩૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- બાલકૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ( ૩૦૩૫ ) :- બાલકૃષ્ણા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૯૫૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૦૭૪ થી રૂ.૩૦૮૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૧૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૯૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૯૨૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૯૦૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૦૦૩ થી રૂ.૩૦૨૩ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- મહાનગર ગેસ ( ૧૯૫૦) :- રૂ.૧૯૧૯ નો પ્રથમ તેમજ રૂ.૧૯૦૯ બીજા સપોર્ટથી એલપીજી/સીએનજી/પીએએનજી સપ્લાયર્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૬૪ થી રૂ.૧૯૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- વોલ્ટાસ લીમીટેડ ( ૧૯૧૧ ) :- હોઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૩૪ થી રૂ.૧૯૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૮૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૨૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૦૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- હવેલ્લ્સ ઇન્ડિયા ( ૨૦૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૩૩ થી રૂ.૨૦૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- મુથૂટ ફાઈનાન્સ ( ૨૦૪૩ ):- રૂ.૨૦૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૦૨૭ થી રૂ.૨૦૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૧૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઇપ્કા લેબ ( ૧૪૯૯ ) :- ફાર્માસ્યુટિકલ સેવાઓ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૭૭ થી રૂ.૧૭૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- ઝાયડસ લાઈફ ( ૧૦૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૯૮૨ ) :- રૂ.૯૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૯૭૦ થી રૂ.૯૫૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.