Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    13 જુલાઈનું પંચાંગ

    July 12, 2025

    13 જુલાઈનું રાશિફળ

    July 12, 2025

    World માં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે : Pew Research

    July 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 13 જુલાઈનું પંચાંગ
    • 13 જુલાઈનું રાશિફળ
    • World માં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે : Pew Research
    • આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરાઈ
    • Prime Minister Modi એ ૫૧ હજાર યુવાનોને આપ્યા નિમણૂક પત્રો
    • ફાઈનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકાય: મંત્રી Ram Mohan Naidu
    • ત્રિરંગાના રાજકીય-ધાર્મિક ઉપયોગ પર રોક માટે Supreme Court માં અરજી
    • Russian સેનાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવને નિશાન બનાવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Futures ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalDecember 30, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૧૨.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૬૯૯ સામે ૭૯૬૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૦૭૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૨૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૯૯૨ સામે ૨૩૯૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૭૭૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૮૧૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વેકેશન મૂડ વચ્ચે કેલેન્ડરવર્ષ ૨૦૨૪ના અંતિમ અને આજે સપ્તાહના પ્રથમ દિવસે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મેટલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે વેચવાલી સાથે ઓટો, ઇન્ડસ્ટ્રીયલ અને કોમોડિટીઝ શેરોમાં વેચવાલી રહેતાં ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) વર્ષ પૂરૂ થવાના દિવસોમાં પણ શેરોમાં મોટી વેચવાલી કરતાં ઘણા ઈન્વેસ્ટરો સાવચેતીમાં મોટી ખરીદીથી દૂર રહ્યા હતા. જેના પરિણામે આજે પણ એફપીઆઈઝની વેચવાલી રહેતાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ગત સપ્તાહનો ઉછાળો આજે ધોવાયો હતો અને ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર સામે રૂપિયામાં સતત ધોવાણ ચાલુ રહ્યું હતું તથા રૂપિયો નવા નીચા તળિયે નોંધાતા દેશમાં આયાત થતી સોના – ચાંદી, ક્રૂડતેલ સહિતની વિવિધ ખાદ્ય ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ પણ વધી જવાની ગણતરી વચ્ચે હવે દેશમાં મોંઘવારી તથા ફુગાવો વધુ ઉંચા જતા જોવા મળશે એવી ભીતિ જોવા મળી હતી. સાથે સાથે  વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ જોવાઈ હતી.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, ટેલેકોમ્યુંનીકેશન, ફોકસ્ડ આઈટી, એફએમસીજી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૨૬ અને વધનારની સંખ્યા ૧૪૯૨ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૯૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૪.૩૩%, ટેક મહિન્દ્ર ૨.૦૪%, એચસીએલ ટેકનોલોજી ૧.૯૭%, સન ફાર્મા ૧.૧૦%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૦૯%, એશિયન પેઈન્ટ ૦.૬૮ અને હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૧૩% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ ૨.૨૪%, ટાઈટન કંપની લિ. ૧.૬૨%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૫%, ટાટા સ્ટીલ ૧.૪૮%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૪૧%, એનટીપીસી લી. ૧.૧૦%, મારુતિ સુઝુકી ૧.૦૮%, એચડીએફસી બેન્ક ૧.૦૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૧%, ઇન્ફોસિસ લી. ૦.૯૭%, કોટક બેન્ક ૦.૯૪% અને અને અદાણી પોર્ટ ૦.૯૩ ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા….મિત્રો, ઐતિહાસિક તેજીના વર્ષમાં સેન્સેક્સે ૮૫૯૭૮.૨૫ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૨૬૪૦૨.૯૦ પોઈન્ટની સર્વોચ્ચ વિક્રમી નવી સપાટી બનાવ્યા સાથે સ્મોલ, મિડ કેપ સહિતમાં વિક્રમી તેજી સાથે વિદાય લઈ રહેલા કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં શેરોમાં રોકાણકારોને એકંદર સારૂ વળતર મળ્યું છે. અલબત વર્ષાંતના મહિનાઓમાં ઓવરવેલ્યુએશન અને વૈશ્વિક પરિબળો સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત વેચવાલીના પરિણામે આ ઊંચા મથાળેથી ઘટાડો નોંધાયો છે. હવે નવા વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

    સ્થાનિક સ્તરે ફુગાવાની સ્થિતિ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં  ઘટાડાની ક્યારે શરૂઆત થશે અને કેન્દ્રિય બજેટમાં આવકવેરા સહિતમાં રાહત આપવામાં આવે છે કે કેપિટલ ગેઈન ટેક્ષમાં ફરી વૃદ્વિ કરવામાં આવશે એ પરિબળો પણ મહત્વના બની રહેશે. સાથે સાથે આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને..!!!

    તા.૩૧.૧૨.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૩૦.૧૨.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૮૧૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૭૮૭ પોઈન્ટ થી ૨૩૬૭૬ પોઈન્ટ,૨૩૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૩૦.૧૨.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૧૪૦૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૬૭૬ પોઈન્ટ પ્રથમ અને ૫૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૧૩૦૩ પોઈન્ટ થી ૫૧૧૮૦ પોઈન્ટ,૫૧૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ઓબેરોય રિયલ્ટી ( ૨૨૯૩ ) :- ઓબેરોય ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૦૮ થી રૂ.૨૩૨૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એસીસી લીમીટેડ ( ૨૦૮૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૦૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૦૧૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૧૦૩ થી રૂ.૨૧૨૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૦૮ ):- રૂ.૧૮૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૮૬૦ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૨૩ થી રૂ.૧૯૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • સન ફાર્મા ( ૧૮૮૨ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૯૮ થી રૂ.૧૯૦૯ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગુજરાત ગેસ ( ૫૦૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૯૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક એલપીજી /સીએનજી/પીએનજી પ્રોડક્ટ્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૧૭ થી રૂ.૫૨૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૮૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ટાટા કમ્યુનિકેશન ( ૧૭૧૩ ):- રૂ.૧૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૪૦૬ ) :- લાઈફ ઇન્સ્યુરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૫૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૦ થી રૂ.૧૩૭૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૨૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • વન ૯૭ કોમ્યુનિકેશન્સ ( ૧૦૨૫ ) :- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૦૩ થી રૂ.૯૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 12, 2025
    ગુજરાત

    Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો

    July 12, 2025
    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!

    July 12, 2025
    વ્યાપાર

    અંદાજીત ૧૦ જેટલા સ્ટાર્ટઅપ્સ IPO થકી રૂ.૧૮,૦૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરશે..!!

    July 12, 2025
    મુખ્ય સમાચાર

    Gold ના વૈશ્વિક ૨૩ ટ્રિલિયન ડોલરના બજારમાં ભારતનો ૧૫% હિસ્સો…!!

    July 12, 2025
    વ્યાપાર

    Adani આરોગ્ય સંભાળ માટે વિશ્વસ્તરીય AI-ઇકોસિસ્ટમ બનાવશે

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    13 જુલાઈનું પંચાંગ

    July 12, 2025

    13 જુલાઈનું રાશિફળ

    July 12, 2025

    World માં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે : Pew Research

    July 12, 2025

    આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરાઈ

    July 12, 2025

    Prime Minister Modi એ ૫૧ હજાર યુવાનોને આપ્યા નિમણૂક પત્રો

    July 12, 2025

    ફાઈનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકાય: મંત્રી Ram Mohan Naidu

    July 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    13 જુલાઈનું પંચાંગ

    July 12, 2025

    13 જુલાઈનું રાશિફળ

    July 12, 2025

    World માં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે : Pew Research

    July 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.