Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PAK સાંસદે PM શાહબાઝને કાયર કહ્યા, મોદી વિરુદ્ધ એક શબ્દય બોલ્યા નહીં

    May 9, 2025

    Amreli માં વરસાદની બેટિંગ યથાવત્, ખેડૂતો ચિંતિત

    May 9, 2025

    Indian Air Defence System S-400

    May 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PAK સાંસદે PM શાહબાઝને કાયર કહ્યા, મોદી વિરુદ્ધ એક શબ્દય બોલ્યા નહીં
    • Amreli માં વરસાદની બેટિંગ યથાવત્, ખેડૂતો ચિંતિત
    • Indian Air Defence System S-400
    • ગુજરાતમાં 15 મે સુધી ડ્રોન-આતશબાજી પર પ્રતિબંધ, માઉન્ટ આબુમાં બ્લેક આઉટ માટે દિશા-નિર્દેશ જાહેર
    • ભારતની નારીશક્તિ વ્યોમિકા સિંહ
    • Indiaનું સૌથી મોટું Quantum Computer ટૂંક સમયમાં લોન્ચ થશે
    • 30 કરોડનું ઘર,લક્ઝુરિયસ કાર કલેક્શન, 200 કરોડથી વધુ નેટવર્થ: Rohit Sharma ની સંપત્તિ
    • Virat Kohli and Jasprit Bumrah ની ભાવુક પોસ્ટ,ભારતીય સેનાના ઋણી રહીશું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૪૦૦૮ પોઈન્ટ ની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૪૦૦૮ પોઈન્ટ ની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalMay 8, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૫.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૪૬ સામે ૮૦૯૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૯૮૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૯૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૩૩૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૬૧ સામે ૨૪૪૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૧૯૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૨૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલી યુદ્ધની ભીતિ વચ્ચે ભારતીય શેરબજાર આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ભારતીય ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૪૧૧ પોઈન્ટના ઘટાડે ૮૦૩૩૪ પર બંધ રહ્યો હતો જયારે નિફ્ટી ફ્યુચર પણ ૧૮૯ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૨૭૧ પર બંધ રહ્યો. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ પાકિસ્તાનના નવ આતંકી ઠેકાણાં પર એરસ્ટ્રાઈક કરી, જેના પગલે શેરબજારમાં વોલેટિલિટી વધી હતી.

    જિઓ પોલિટિકલ ક્રાઈસિસમાં વધારો, ફેડ રિઝર્વની જાહેરાત પૂર્વે સાવચેતીનું વલણ, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની ભીતિ સહિતના પરિબળો શેરબજાર પર અસર કરી રહ્યા છે. વિદેશી રોકાણકારો ફેડ ચેરમેનની ફુગાવો તેમજ ટેરિફ મુદ્દે સ્પીચ પર નજર રાખી રહ્યા છે. જો કે, છેલ્લા ૧૪ ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ અંદાજીત રૂ.૪૫,૦૦૦ કરોડનું રોકાણ નોંધાવ્યું છે. જેનો શેરબજારને ટેકો મળ્યો છે. વિદેશી રોકાણકારો નબળા ડોલર, ૨૦૨૫માં યુએસ અને ચીનમાં ધીમી વૃદ્ધિ અને વૃદ્ધિમાં ભારતના સંભવિત આઉટ પર્ફોર્મન્સ જેવા વૈશ્વિક મેક્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી અને આઈટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૪૮ અને વધનારની સંખ્યા ૧૩૪૯ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચસીએલ ટેક. ૧.૦૫%, કોટક બેન્ક ૦.૮૧%, એક્સીસ બેન્ક ૦.૮૦%, ટાઈટન લિ. ૦.૬૯%, ટાટા મોટર્સ ૦.૨૧%, ઈન્ફોસીસ લિ. ૦.૧૮% અને ટીસીએસ લિ. ૦.૦૭% વધ્યા હતા, જયારે ઝોમાટો લિ. ૩.૧૪%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૮૫%, મારુતિ સુઝુકી ૨.૦૪%, બજાજ ફાઈનાન્સ ૧.૮૬%, ટાટા સ્ટીલ ૧.૮૧%, એશિયન પેઈન્ટ્સ ૧.૨૯% અને ભારતી એરટેલ ૧.૨૩% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરતાં શેરબજારમાં ચિંતાનો માહોલ છે પરંતુ નિષ્ણાંતોના અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરી શકે છે, પરંતુ ભારતના બદલો લેવાના પ્રયાસથી બજાર પ્રભાવિત થવાની શક્યતા ઓછી છે. ઓપરેશન સિંદૂરનો હેતુ ફક્ત આતંકવાદી છાવણીઓ પર ત્રાટકવાનો હતો, આમ તે સ્પષ્ટ જણાઈ છે કે ભારત તણાવ વધારવાનો પ્રયાસ કરતું નથી. જો ભૂરાજકીય જોખમ ઊંચું રહેશે તો ભારતીય બજારમાં વધુ વેચવાલી જોવા મળવાની શક્યતા છે. ટુંકમાં, જો ઓપરેશન સિંદૂર ટૂંક સમયમાં સમાપ્ત થાય, તો બજારમાં સ્માર્ટ રિકવરી જોવા મળશે અને જો તે વિસ્તૃત થશે, તો બજારમાં ભારે વેચવાલી જોવા મળવાની શક્યતા છે.

    ઓપરેશન સિંદૂર ઉપરાંત, બજાર માટે અન્ય મુખ્ય સંકેતોમાં આગામી વેપાર વાટાઘાટોનો સમાવેશ થાય છે. વાટાઘાટોના ઘણા રાઉન્ડ પછી ભારતે યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) સાથે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત તથા યુકે વચ્ચે થયેલા દ્વીપક્ષી વેપાર કરારને કારણે ભારતના ઉદ્યોગોને તેમજ સેવા ક્ષેત્રમાં શિક્ષણ, આઈટી અને ફાઈનાન્સને લાભ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મુકત વેપાર કરારને કારણે શ્રમ લક્ષી ઉત્પાદનોની યુકેમાં નિકાસમાં ભારત હવે બંગલાદેશ તથા વિયેતનામ જેવા દેશોની આવા પ્રોડકટસની નિકાસ સામે સ્પર્ધામાં ટકી શકશે.

    બીજી તરફ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં ૯૦ દિવસની સ્થગિતી વચ્ચે ચાલુ વર્ષના માર્ચ માસમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ ૧૨ મહિનાની સરેરાશના ૫૦% જેટલી ઊંચી રહીને અંદાજીત ૧૧.૨૦ અબજ ડોલર રહી છે. ૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં અમેરિકા ખાતે ભારતનો નિકાસ આંક ૨૭.૭૦ અબજ ડોલર રહ્યો હતો જ્યારે આયાત ૧૦.૫૦ અબજ ડોલરની રહી હતી. ભારત ખાતેથી નિકાસ વધી જતા બન્ને દેશો વચ્ચે માર્ચનો દ્વીપક્ષી વેપાર આંક ૧૫ અબજ ડોલર જેટલો રહ્યો.

    તા.૦૯.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૦૮.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૨૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૦૮૮ પોઈન્ટ થી ૨૪૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૦૮.૦૫.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૪૨૮૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૪૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૫૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૪૦૦૮ પોઈન્ટ થી ૫૩૮૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૪૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એચસીએલ ટેક્નોલોજી ( ૧૫૮૧ ) :- એચસીએલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૪૪ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૯૭ થી રૂ.૧૬૦૬ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૬૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૩૨ ) :- રૂ.૧૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૯૦ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • મહાનગર ગેસ ( ૧૩૬૫ ) :- એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૮૩ થી રૂ.૧૩૯૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૩૨૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૮૦ સ્ટોપલોસ ધ્યાને લઈ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૩૮ થી રૂ૧૩૫૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૦૩ થી રૂ.૧૪૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • ટેક મહિન્દ્ર ( ૧૪૯૯ ) :- રૂ.૧૫૩૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૪૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૮૦ થી રૂ.૧૪૬૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૪૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૪૧૪ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૬૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૦ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સિસ બેન્ક ( ૧૧૭૧ ) :- રૂ.૧૧૯૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૦૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    May 8, 2025
    વ્યાપાર

    ‘Operation Sindoor’ના ટ્રેડમાર્ક માટે રિલાયન્સ સહિત અન્ય ત્રણે આવેદન કર્યું

    May 8, 2025
    વ્યાપાર

    Googleએ ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા

    May 8, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    May 7, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૪૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    May 7, 2025
    ટેક્નોલોજી

    GoDaddy ના સંશોધન મુજબ 5માંથી 1 નાનો વ્યાપાર સોશિયલ મીડીયા પર ચલાવવામાં આવે છે

    May 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PAK સાંસદે PM શાહબાઝને કાયર કહ્યા, મોદી વિરુદ્ધ એક શબ્દય બોલ્યા નહીં

    May 9, 2025

    Amreli માં વરસાદની બેટિંગ યથાવત્, ખેડૂતો ચિંતિત

    May 9, 2025

    Indian Air Defence System S-400

    May 9, 2025

    ગુજરાતમાં 15 મે સુધી ડ્રોન-આતશબાજી પર પ્રતિબંધ, માઉન્ટ આબુમાં બ્લેક આઉટ માટે દિશા-નિર્દેશ જાહેર

    May 9, 2025

    ભારતની નારીશક્તિ વ્યોમિકા સિંહ

    May 9, 2025

    Indiaનું સૌથી મોટું Quantum Computer ટૂંક સમયમાં લોન્ચ થશે

    May 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PAK સાંસદે PM શાહબાઝને કાયર કહ્યા, મોદી વિરુદ્ધ એક શબ્દય બોલ્યા નહીં

    May 9, 2025

    Amreli માં વરસાદની બેટિંગ યથાવત્, ખેડૂતો ચિંતિત

    May 9, 2025

    Indian Air Defence System S-400

    May 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.