રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૭.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૪૪૨ સામે ૮૩૩૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૩૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૭૧૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૫૩૮ સામે ૨૫૫૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૪૯૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૬૧૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ મળતા આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૯, જુલાઈ સુધીમાં ટ્રેડ ડિલ નહીં કરનારા દેશો માટે આકરી ટેરિફ લાગુ કરવાની મુદ્દતને લંબાવીને ૧, ઓગસ્ટ જાહેર કર્યા સામે કેટલાક દેશો સાથેની ટ્રેડ ડિલ જાહેર થવાની અપેક્ષા અને બીજી તરફ ભારત સાથે ડિલ જાહેર થતાં પૂર્વે ટ્રમ્પે બ્રિક્સ દેશોની અમેરિકી વિરોધી નીતિને અનુસરનારા દેશો પર વધારાની ૧૦% ટેરિફ લાદવાની આપેલી ચીમકી વચ્ચે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળે સાવચેતી જોવાઈ હતી.
ભારત સાથે કેટલા દરે ૧૫%, ૨૦% કે ૨૬% ટેરિફ પર ડિલ થશે એની અનિશ્ચિતતા, અટકળો વચ્ચે નવી લોન્ગ પોઝિશનથી ફંડો દૂર રહ્યા હતા. જ્યારે બીજી તરફ અમેરિકી જાયન્ટ જેને સ્ટ્રીટ સામે સેબીના પ્રતિબંધાત્મક પગલાં અને રૂ.૪૮૪૦ કરોડ જપ્ત કરવાના આદેશને લઈ આ તપાસ નવા ફંડો પર આવવાની અટકળોએ ફોરેન ફંડો નવી પોઝિશનથી દૂર રહી પોઝિશન હળવી કરવાનું પસંદ કરતાં જોવાયા હતા. ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાને કારણે ભારતમાં ઇન્ફ્લેશન પર દબાણ ઘટવાની શક્યતા, કંપનીઓના ક્વાર્ટરલ પરિણામ પણ બજાર અપેક્ષા મુજબ સારા આવવા, વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત નેટ ખરીદી કરવામાં આવી રહી હોવાને લીધે નિફ્ટી અને સેન્સેક્સમાં સુધારો જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, કેટલાક દેશો સાથે વેપાર કરાર થવાની તૈયારીમાં છે અને ટેરિફ લાગુ કરવાની તારીખ લંબાવીને ૧ ઓગસ્ટ કરાઈ હોવાના અહેવાલો છતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ મુદ્દે અસમંજસની સ્થિતિ ચાલુ રહેતા ડોલરમાં મજબૂતાઈ જોવા મળી હતી, જયારે ઓગસ્ટ માસમાં ક્રુડઓઈલના ઉત્પાદન વધારવાના ઓપેક તથા સાથી દેશોના નિર્ણય છતાં ક્રુડઓઈલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, ઓટો, એફએમસીજી, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૮૧ અને વધનારની સંખ્યા ૧૯૪૮ રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે કોટક બેન્ક ૩.૬૧%, ઈટર્નલ ૧.૮૯%, એશિયન પેઈન્ટ ૧.૬૯%, એનટીપીસી ૧.૬૪%, ભારત ઈલેક્ટ્રોનિક્સ ૧.૨૦%, અદાણી પોર્ટ્સ ૦.૯૪%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૭૨%, એચડીએફસી બેન્ક ૦.૭૨% અને ઈન્ફોસિસ લિ ૦.૬૯% વધ્યા હતા, જયારે ટાઈટન કંપની લિ. ૬.૧૭% ટ્રેન્ટ ૧.૧૨%, એક્સિસ બેન્ક ૦.૮૫%, મારુતિ સુઝુકી ૦.૮૧%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૭૨%, સન ફાર્મા ૦.૪૧%, ટાટા સ્ટીલ ૦.૨૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૬% અને ટીસીએસ લિ. ૦.૧૬% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં બે તરફી અફડાતફડીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૩૯ લાખ કરોડ વધીને ૪૬૧.૩૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓ વધી અને ૧૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે. ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો સારી ગતિથી વધી રહ્યા છે, જો કે વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે.
આરબીઆઈ દ્વારા સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાની અને એના થકી ધિરાણ વૃદ્વિને મહત્વ આપીને લેવાયેલા નિર્ણયોથી બજારમાં પણ તેજીને વેગ મળતો જોવાયો છે. સાથે દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે ૨૦૨૫-૨૬માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે. આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા છતાં હજુ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સાથે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
તા.૦૯.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૮.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૬૧૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૭૦૭ પોઈન્ટ થી ૨૫૭૩૭ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૬૯૩ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૪૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૧૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- સિપ્લા લિ. ( ૧૪૯૬ ) :- ફાર્મા સેક્ટરના આ સ્ટોક રૂ.૧૪૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૦૮ થી રૂ.૧૫૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૫૨ ) :- રૂ.૧૪૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૪ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૭૪ થી રૂ.૧૪૮૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૮૨ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૪ થી રૂ.૧૩૦૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૯૩૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા કોમોડીટી કેમિકલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૮૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૪૮ થી ૯૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૬૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૬૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૨૬ થી રૂ.૧૬૦૬ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૪૫ ) :- રૂ.૧૫૭૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૮૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૨૭ થી રૂ.૧૫૧૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૭૭ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૬૦ થી રૂ.૧૩૪૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૪૭ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૩૦ થી રૂ.૧૧૧૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેન્ક ( ૧૧૬૯ ) :- રૂ.૧૧૮૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૯૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!