Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે
    • Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો
    • Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો
    • પોલીસ નિષ્ક્રિય રહેતા લાપતા બાળકોના વાલીઓનો મોટો નિર્ણય, સંગઠિત થઈ ન્યાય માટે લડશે
    • Junagadh ના લાલઢોરી ઉદ્યાનમાં વિલુપ્ત ફળ, વૃક્ષો અને ઔષધીય વનસ્પતિનો વિપુલ ખજાનો
    • Botad માં પ્રેમિકાની નજર સામે 8 પરિજનોએ પ્રેમીને રહેંસી નાખ્યો
    • Visavadar ના ભાજપના ઉમેદવાર વિવાદમાં! નોમિનેશન ફોર્મમાં કિરીટ પટેલે વૈભવી કાર છુપાવી!
    • Gujarat Congress માં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, પ્રવક્તા અમિત નાયકે અચાનક રાજીનામું ધર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!
    વ્યાપાર

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    Vikram RavalBy Vikram RavalJune 3, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૭૩ સામે ૮૧૪૯૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૫૭૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૭૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૨૬ સામે ૨૪૮૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૩૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથપાથલ સર્જી રહ્યા છે. યુક્રેનના રશિયા પર ઘાતક હુમલાને લઈ જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચાઈનાથી સ્ટીલની આયાત પર ૫૦% ટેરિફ સહિતના નિર્ણયોને લઈ વૈશ્વિક વેપાર યુદ્વ વકરવાના એંધાણ અને હોંગકોંગની હાલત કફોડી બની રહ્યાના અહેવાલો વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતીમાં નરમાઈ સાથે ભારતીય શેરબજારમાં પણ નેગેટીવ અસરે આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    ટ્રમ્પને અમેરિકાની ફેડરલ કોર્ટના એક દિવસ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની સત્તા નહીં હોવાનું અને બીજા જ દિવસે યુ-ટર્નને લઈ છેલ્લે ચાઈના સાથે ટેરિફ વાટાઘાટ પડી ભાંગ્યાના અને અમેરિકામાં સ્ટીલની આયાત પર ૫૦% ટેરિફ લાદવાના નિર્ણયને લઈ વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું છે. હજુ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ બજારની ચાલ ઈન્ડેક્સ બેઝડ અથડાતી અને સ્ટોક સ્પેસિફિક બની રહેવાની શકયતા છે.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચીન અને અમેરિકા વચ્ચે વેપાર વિષયક ટેરીફનો વિવાદ ફરી વકરતા વૈશ્વિક ડોલરનો ઈન્ડેક્સ ઘટતાં આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાયો હતો, જયારે રશિયા તથા યુક્રેન વચ્ચે તંગદીલી ફરી વધી જતાં અને ઓપેકના દેશોએ જુલાઈ માસ માટે ક્રૂડમાં ઉત્પાદન વૃદ્ધી અપેક્ષાથી ઓછી જાહેર કરતાં વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં ઝડપી ઉછાળો નોંધાયો હતો.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને કોમોડિટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૬૬ અને વધનારની સંખ્યા ૧૭૩૧ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એક માત્ર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૬૯% વધ્યો હતો, જયારે અદાણી પોર્ટ ૨.૪૨%, બજાજ ફિનસર્વ ૧.૭૪%, બજાજ ફાઈનાન્સ ૧.૬૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૬૨%, ઝોમેટો લિ. ૧.૫૩%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૫૧%, મારુતિ સુઝુકી ૧.૩૩%, એનટીપીસી લિ. ૧.૩૨% અને ટીસીએસ લિ. ૧.૩૦% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની ૪, જૂનના બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ દિવસીય ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગમાં આ વખતે નાણા વર્ષ ૨૦૨૬ની આર્થિક વૃદ્વિના અંદાજમાં કોઈ ફેરફાર નહીં થવાની સાથે રેપો રેટમાં વધુ ૦.૨૫%નો ઘટાડો થવાની શકયતા મૂકાઈ રહી છે. જો આરબીઆઈ દ્વારા આ વખતે ૦.૨૫%નો વધુ ઘટાડો થશે તો રેપો રેટનો દર ઘટીને ૫.૭૫% થશે. ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારૂ રહેવાના અનુમાનને લઈ કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર પર પોઝિટીવ અસરના અંદાજને લઈ આરબીઆઈ એમપીસીનું ફોક્સ આર્થિક વૃદ્વિ પર રહેવાની બજારનો અમુક વર્ગ શકયતા બતાવી રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, એમપીસી દ્વારા એપ્રિલમાં રેપો રેટમાં ૦.૨૫%નો ઘટાડો કરાયો હતો. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ આટલો જ ઘટાડો કરાયો હતો. આ પૂર્વે એમપીસી દ્વારા સતત ૧૧ મીટિંગમાં રેપો રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. ભારતનો આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિ દર નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ત્રિમાસિક જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૫માં વધીને ૭.૪%ના સ્તરે અને સંપૂર્ણ નાણા વર્ષનો વૃદ્વિ દર ઘટીને ચાર વર્ષના તળીયે ૬.૫% જાહેર થયો હોઈ આર્થિક વિકાસ પર આરબીઆઈ, સરકારનું ફોક્સ વધવાની શકયતા બતાવાઈ રહી છે. જેને લઈને પણ રેપો રેટમાં વધુ ઘટાડો થવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે.

    તા.૦૪.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૩.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૬૭૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૦૬ પોઈન્ટ થી ૨૪૫૦૫ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • એસીસી લિ. ( ૧૮૭૭ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૩૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૯૪ થી રૂ.૧૯૦૩ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૧૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ભારતી એરટેલ ( ૧૮૫૧ ) :- રૂ.૧૮૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૦૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૭૩ થી રૂ.૧૮૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઓબેરોય રિયલ્ટી ( ૧૭૯૧ ) :- રૂ.૧૭૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪૪ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૧૮ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ટેક મહિન્દ્ર ( ૧૫૫૨ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૭ થી રૂ.૧૫૮૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • સિપ્લા લિ. ( ૧૪૭૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૪૩૦ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૪૯૪ થી ૧૫૦૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • લુપિન લિ. ( ૧૯૬૩ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૯૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૯૦૯ થી રૂ.૧૮૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૦૮ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૭૮૫ ) :- રૂ.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૮૧૮ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૭૭૦ થી રૂ.૧૭૪૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એચસીએલ ટેક્નોલોજી ( ૧૬૩૪ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૬૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૮૮ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૦૫ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૯૦ થી રૂ.૧૪૭૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૧૩ ) :- રૂ.૧૪૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૪૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૮૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૫૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 3, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025

    પોલીસ નિષ્ક્રિય રહેતા લાપતા બાળકોના વાલીઓનો મોટો નિર્ણય, સંગઠિત થઈ ન્યાય માટે લડશે

    June 5, 2025

    Junagadh ના લાલઢોરી ઉદ્યાનમાં વિલુપ્ત ફળ, વૃક્ષો અને ઔષધીય વનસ્પતિનો વિપુલ ખજાનો

    June 5, 2025

    Botad માં પ્રેમિકાની નજર સામે 8 પરિજનોએ પ્રેમીને રહેંસી નાખ્યો

    June 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.