Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના મેદાનમાંથી આવી શકતું નથી. ,PM Narendra Modi

    June 19, 2025

    Akshay Kumar’s ‘Kesari 2’ ના નિર્માતાઓ સામે એફઆઇઆર નોંધાઈ

    June 19, 2025

    ગર્ભવતી Kiara માટે યશે મોટું પગલું ભર્યું, ટોક્સિકના શૂટિંગમાં મોટા ફેરફારો કર્યા

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના મેદાનમાંથી આવી શકતું નથી. ,PM Narendra Modi
    • Akshay Kumar’s ‘Kesari 2’ ના નિર્માતાઓ સામે એફઆઇઆર નોંધાઈ
    • ગર્ભવતી Kiara માટે યશે મોટું પગલું ભર્યું, ટોક્સિકના શૂટિંગમાં મોટા ફેરફારો કર્યા
    • હૈદરાબાદમાં કાશી, દિગ્દર્શકે Mahesh Babuની ફિલ્મ માટે નવું બનારસ બનાવ્યું
    • અભિષેક બચ્ચનની વિચિત્ર પોસ્ટ, મેં મારા પ્રિયજનોને બધું આપ્યું
    • ગાવસ્કર પછી હવે કપિલ દેવે Pataudi Trophy નું નામ બદલવા પર સવાલ ઉઠાવ્યા
    • Tilak Verma ઇંગ્લેન્ડમાં ચમકવા માટે તૈયાર, ચાર મેચ રમવા માટે હેમ્પશાયરની ટીમમાં જોડાયો
    • મે સ્વિંગનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે,Rishabh Pant
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૪૪ સામે ૮૧૪૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૧૯૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૩૬૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૨૬ સામે ૨૪૮૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૫૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૦૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વકરવાના સ્પષ્ટ સંકેત આપીને ઈરાને ઈઝરાયેલ સાથે પૂર્ણ યુદ્ધનું એલાન કર્યાના અહેવાલે વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્વની ચિંતામાં આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. તાજેતરમાં યુ.એસ. ફેડરલ રિઝર્વ ઓપન માર્કેટ કમિટીની બે દિવસીય મીટિંગમાં વ્યાજ દર એકંદર ૪.૨૫% થી ૪.૫%ના લેવલે સ્થિરતા જાળવી રાખતા વૈશ્વિક અસરો વચ્ચે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

    દેશના મજબૂત મેક્રો આર્થિક સંકેતો, જેમ કે જીએસટી કલેકશનમાં વધારો, મજબૂત મેન્યુફેક્ચરિંગ ડેટા અને રોકાણકારોનો ધીમે ધીમે વધતો વિશ્વાસ બજારને ટેકો આપી રહ્યો છે. ઉપરાંત, ભારતના લાંબા ગાળાના વિકાસ દિશાસૂચકો અને રિટેલ રોકાણકારોની સતત ભાગીદારીથી બજાર સ્થિરતા તરફ આગળ વધી રહ્યું છે. સ્થાનિક સંસ્થાગત રોકાણકારો તરફથી સતત નેટ ખરીદીનો વલણ બજાર માટે સ્થિરતા અને મજબૂતીનો સંકેત આપે છે. જો કે, એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી અને વૈશ્વિક જીઓ-પોલિટિકલ ટેન્સનના કારણે દરેક ઉછાળે સાવચેતી જોવા મળી રહી છે.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક વ્યાજ દરો ૪.૨૫% થી ૪.૫૦% પર યથાવત રાખવાનો નિર્ણય અને ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં આજે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં તેજી આગળ વધી હતી ભાવ વધી પાંચ મહિનાની નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૦૧૮ અને વધનારની સંખ્યા ૯૫૯ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૬૯%, ટાઈટન કંપની લિ. ૦.૭૪%, લાર્સેન લિ. ૦.૫૭%, ભારતી એરટેલ ૦.૫૬%, મારુતિ સુઝુકી ૦.૪૫%, ઝોમેટો લિ. ૦.૩૬%, ટાટા મોટર્સ ૦.૩૧%, કોટક બેન્ક ૦.૩૧% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૭% વધ્યા હતા, જયારે અદાણી પોર્ટ ૨.૫૯%, બજાજ ફાઈનાન્સ ૨.૦૮%, ટેક મહિન્દ્રા ૧.૯૫%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૫૪%, નેસ્લે ઇન્ડિયા ૧.૨૮%, સ્ટેટ બેન્ક ઇન્ડિયા ૦.૮૯%, ઇન્ફોસિસ લિ. ૦.૮૮%, એનટીપીસી લિ. ૦.૮૩ અને ટીસીએસ લિ. ૦.૮૧% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના અર્થતંત્રની ગાડી પાટા પર હોવાના અનેક અંદાજો વિવિધ ગ્લોબલ રેટિંગ એજન્સી આપી રહી છે. એવામાં વધુ એક અગ્રણી રેટિંગ એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતનો રિઅલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (જીડીપી) ગ્રોથ રેટ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ આપી ભારતના આર્થિક ગ્રોથની અપેક્ષાઓને વધુ પ્રબળ બનાવી છે. ઈકરાએ જણાવ્યું હતું કે આ જ સમયગાળા દરમિયાન દેશનો રિઅલ ગ્રોસ વેલ્યુ એડેડ ગ્રોથ ૬.૩% થી વધુ રહેશે. ફુગાવાના સંદર્ભમાં રિટેલ ફુગાવો ૪.૨%થી વધુ રહેવાનો અંદાજ છે, જ્યારે જથ્થાબંધ ફુગાવો ચાલુ નાણાકીય વર્ષ માટે ૨.૭%થી વધુ રહેશે. ઈકરાએ રાજકોષીય ખાધ જીડીપીના ૪.૪% રહેવાનો અંદાજ લગાવ્યો છે.

    નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેના કેન્દ્રીય બજેટમાં આવકવેરામાં મોટી રાહત, દર ઘટાડાને કારણે ઈએમઆઈમાં ઘટાડો અને ખાદ્ય ફુગાવામાં નરમાઈની જાહેરાતના કારણે ઘરગથ્થુ ખર્ચપાત્ર આવકમાં વધારો થવાની અપેક્ષા છે. પરંતુ વૈશ્વિક પડકારોના કારણે નજીકના ભવિષ્યમાં ભારતની ગુડ્સ નિકાસમાં મંદી રહેવાની ભીતિ છે. જ્યારે સર્વિસ નિકાસમાં વૃદ્ધિ નોંધાવાની સંભાવના છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં કેન્દ્રનો મૂડી ખર્ચ ૧૦.૧% વધવાનો અંદાજ છે, જે રોકાણ પ્રવૃત્તિઓને વેગ આપશે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આરબીઆઈએ જીડીપી ગ્રોથ અંદાજ ૬.૫% પર જાળવી રાખ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જીડીપી ગ્રોથ રેટ ૬.૫% નોંધવામાં આવ્યો હતો અને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં સમાન રહેવાનો અંદાજ છે.

    તા.૨૦.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૯.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૦૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૦૮ પોઈન્ટ થી ૨૪૮૮૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • એચડીએફસી બેન્ક ( ૧૯૩૯ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૯૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૫૩ થી રૂ.૧૯૬૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૬૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ભારતી એરટેલ ( ૧૮૭૪ ) :- રૂ.૧૮૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૯૩ થી રૂ.૧૯૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૭૧૪ ) :- રૂ.૧૬૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૬૮૪ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૪૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૨૧ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૩૪ થી રૂ.૧૫૪૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • સિપ્લા લિ. ( ૧૪૮૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૪૪૪ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૫૦૦ થી ૧૫૧૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • લુપિન લિ. ( ૧૯૨૮ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૯ આસપાસ વેચવાલી થકી રૂ.૧૮૯૮ થી રૂ.૧૮૮૫ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૭૪ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • ટાટા કોમ્યુનીકેશન ( ૧૬૪૮ ) :- રૂ.૧૬૭૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૮૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૬૩૦ થી રૂ.૧૬૧૬ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઈન્ફોસીસ લિ. ( ૧૬૨૦ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૬૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૦૪ થી રૂ.૧૫૯૦ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૩૨ ) :- રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૧૭ થી રૂ.૧૪૦૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૧૨ ) :- રૂ.૧૪૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૫૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો રૂ. 499.59 કરોડનો IPO

    June 19, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 19, 2025
    વ્યાપાર

    ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!

    June 18, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 18, 2025
    અન્ય રાજ્યો

    Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન

    June 18, 2025
    વ્યાપાર

    Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર

    June 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના મેદાનમાંથી આવી શકતું નથી. ,PM Narendra Modi

    June 19, 2025

    Akshay Kumar’s ‘Kesari 2’ ના નિર્માતાઓ સામે એફઆઇઆર નોંધાઈ

    June 19, 2025

    ગર્ભવતી Kiara માટે યશે મોટું પગલું ભર્યું, ટોક્સિકના શૂટિંગમાં મોટા ફેરફારો કર્યા

    June 19, 2025

    હૈદરાબાદમાં કાશી, દિગ્દર્શકે Mahesh Babuની ફિલ્મ માટે નવું બનારસ બનાવ્યું

    June 19, 2025

    અભિષેક બચ્ચનની વિચિત્ર પોસ્ટ, મેં મારા પ્રિયજનોને બધું આપ્યું

    June 19, 2025

    ગાવસ્કર પછી હવે કપિલ દેવે Pataudi Trophy નું નામ બદલવા પર સવાલ ઉઠાવ્યા

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના મેદાનમાંથી આવી શકતું નથી. ,PM Narendra Modi

    June 19, 2025

    Akshay Kumar’s ‘Kesari 2’ ના નિર્માતાઓ સામે એફઆઇઆર નોંધાઈ

    June 19, 2025

    ગર્ભવતી Kiara માટે યશે મોટું પગલું ભર્યું, ટોક્સિકના શૂટિંગમાં મોટા ફેરફારો કર્યા

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.