Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન

    November 4, 2025

    આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ

    November 4, 2025

    Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫

    November 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન
    • આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ
    • Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • 05 નવેમ્બર નું પંચાંગ
    • 05 નવેમ્બર નું રાશિફળ
    • Tehreek-e-Taliban પાકિસ્તાને આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી, તિરાહ ખીણ પર મહત્વપૂર્ણ ચર્ચા
    • New York City માં મેયરની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી , ઝોહરાન મમદાની આગળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    Vikram RavalBy Vikram RavalMay 28, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૫.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૫૧ સામે ૮૧૪૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૨૪૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૯ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૩૧૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૬૨ સામે ૨૪૭૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૪૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૬૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક મોરચે એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહ્યા સામે ટેરિફ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન યુનિયન પર ૫૦% ટેરિફનો અમલ મોકૂફ રાખતાં યુરોપ, અમેરિકી બજારોમાં રિકવરીથી વિપરીત આજે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. ફોરન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ખરીદી ધીમી પડયા સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી ખાસ સ્મોલ કેપ શેરોમાં થયા સામે લાર્જ કેપ, સેન્સેક્સ, નિફટી શેરોમાં વેચવાલ બનતાં આજે ફરી ઈન્ડેક્સ બેઝડ વેચવાલીએ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકા અને યુરોપ વચ્ચે ટ્રેડવોરની શક્યતા દૂર થતાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ક્રૂડઓઈલનું ઉત્પાદન જુલાઈ માસમાં દૈનિક ૪ લાખ ૧૧ હજાર બેરલ્સ વધારાશે તેવી શક્યતાએ ક્રૂડઓઈલના ભાવ ઘટતાં જોવા મળ્યા હતા.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, ઇન્ડસ્ટ્રીઝ, કેપિટલ ગુડ્સ, સર્વિસીસ, ટેક, ઓઈલ એન્ડ ગેસ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને બેન્કેકસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૨૮ અને વધનારની સંખ્યા ૨૦૨૨ રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ ૧.૦૭%, ભારતી એરટેલ ૦.૬૫%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૪૬%, અદાણી પોર્ટ ૦.૪૬%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૫%, એનટીપીસી લિ. ૦.૪૧%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૩૩%, ટાટા મોટર્સ ૦.૨૧%, લાર્સેન લિ. ૦.૧૨% અને ઇન્ફોસિસ લિ. ૦.૧૦% વધ્યા હતા, જયારે આઈટીસી લિ. ૩.૧૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૯૯%, નેસ્લે ઇન્ડિયા ૧.૭૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૨%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૪૧%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૨૦%, એશિયન પેઈન્ટ ૧.૧૨%, સન ફાર્મા ૧.૦૬%, ટેક મહિન્દ્રા ૦.૮૮ અને મારુતિ સુઝીકી ૦.૮૭ ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વમાં અત્યારે ઈઝરાયેલ એક તરફ ગાઝા મામલે ઈરાન પર સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી રહ્યાના અહેવાલ અને બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે સતત ટેન્શન સામે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનપ્રેડિકટેબલ બની રહી હજુ કોર્પોરેટ વિશ્વ માટે રોજબરોજ નવું ટેન્શન ઊભું કરી દઈ તમામ દેશોને અનિશ્ચિતતામાં ધકેલી દેતાં હોઈ વૈશ્વિક બજારોમાં પણ ડામાડોળ સ્થિતિ પ્રવર્તિ રહી છે.

    ટ્રમ્પ ટેકનોલોજી જાયન્ટ એપલ ઈન્ક.ને અમેરિકામાં મેન્યુફેકચરીંગ શિફ્ટ કરતું આક્રમક વલણ અપનાવ્યા બાદ સેમંસંગને પણ ચીમકી સાથે યુરોપીયન યુનિયનને ૫૦% ટેરિફ લાગુ કરવાની ધમકી આપીને એક સમયે ટેરિફ યુદ્વના શાંત થયેલા વંટોળને ફરી સક્રિય કર્યો હતો. ટ્રમ્પના ટેરિફના પગલાથી વિશ્વ વેપારમાં અસ્થિરતા આવી હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ તેજી બાદ અનિશ્ચિત ચાલે બે તરફી ભારે અફડાતફડી જોવાઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જોવાઈ શકે છે.

    તા.૨૯.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૮.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૭૬૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૯૭૯ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૭૬ પોઈન્ટ થી ૨૪૬૦૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • એચડીએફસી બેન્ક ( ૧૯૨૯ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૯૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૮૪ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૪૭ થી રૂ.૧૯૫૪ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ભારતી એરટેલ ( ૧૮૫૫ ) :- રૂ.૧૮૧૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૬૭ થી રૂ.૧૮૭૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઓબેરોય રિયલ્ટી ( ૧૭૩૨ ) :- રૂ.૧૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૧૬૮૬ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૫૩ થી રૂ.૧૭૬૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • સન ફાર્મા ( ૧૬૬૭ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૮૮ થી રૂ.૧૭૦૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એસબીઆઈ કાર્ડ્સ ( ૯૧૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૭૪ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૨૯ થી ૯૪૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • લુપિન લિ. ( ૧૯૪૪ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૭૦ આસપાસ વેચવાલી થકી રૂ.૧૯૦૯ થી રૂ.૧૮૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૯૪ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૫૬૯ ) :- રૂ.૧૫૯૦ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૦૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૫૭ થી રૂ.૧૫૪૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૨૫૫ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૯૪ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૭ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૪૨ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૦ થી રૂ.૧૧૦૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રામકો સિમેન્ટ્સ ( ૯૫૭ ) :- રૂ.૯૭૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૩૩ થી રૂ.૯૧૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 4, 2025
    વ્યાપાર

    IPO નો IPL સાવધાનીથી રમો : સીઝન ગરમ છે

    November 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 3, 2025
    રાષ્ટ્રીય

    બેંકોએ નિયમો બદલી નાખ્યા હવે ક્રેડિટ કાર્ડ કેટલુ ફાયદાકારક રહે છે?

    November 3, 2025
    વ્યાપાર

    Vodafone-Idea વેચાઈ જશે! અમેરિકી કંપનીએ રૂા.53000 કરોડની ઓફર કરી

    November 3, 2025
    ગુજરાત

    Gujarat રાજ્યે ઓક્ટોબર-2025માં કર વસૂલાત ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું

    November 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન

    November 4, 2025

    આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ

    November 4, 2025

    Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫

    November 4, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 4, 2025

    05 નવેમ્બર નું પંચાંગ

    November 4, 2025

    05 નવેમ્બર નું રાશિફળ

    November 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Keshod, Mangrol, Bantwa સહિત જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન

    November 4, 2025

    આપણું કર્મ આપણું ભવિષ્ય છે-ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય દ્રષ્ટિકોણથી એક ઊંડું વિશ્લેષણ

    November 4, 2025

    Guru Nanak Jayanti ઉજવણી, ૫ નવેમ્બર, ૨૦૨૫

    November 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.