રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૩૩ સામે ૮૧૪૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૨૮૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૪૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૪૨ સામે ૨૪૯૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૮૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચોમાસું સમયથી વહેલું આવી જવાના પોઝિટીવ પરિબળ અને ભારત અને અમેરિકા વચ્ચે જૂન સુધીમાં વચગાળાની ટેરિફ-વેપાર સંધિ થવાના અહેવાલો છતાં વિશ્વને રોજેરોજ અચંબા મુકી દેતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશીયા પર નવા આર્થિક પ્રતિબંધો લાદવાના નિવેદન અને અણધાર્યા આર્થિક પગલાંને લઈ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતાને કારણે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારોમાં પણ ઈન્ડેક્સ બેઝડ ઘટાડો નોંધાયો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વ પર ટેરિફ આતંકથી અમેરિકનો પણ પરેશાન થઈ જતાં અમેરિકી ફેડરલ કોર્ટે ટ્રમ્પને બેફામ ટેરિફ લાગુ કરવાનો કોઈ અધિકાર નહીં હોવાનું જણાવતાં પોઝિટિવ અસર સામે વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેતા ભારતીય શેરબજારમાં આરંભિક ઉછાળા બાદ બે-તરફી સાંકડી વધઘટે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની રેસીપ્રોકસ ટેરીફની વિરુદ્ધમાં અમેરિકાની કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવતાં આજે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં બે તરફી અફડાતફડી બાદ ઉછાળે ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ…
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ઇન્ડસ્ટ્રીયલ અને બેન્કેકસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૬૦ અને વધનારની સંખ્યા ૧૮૨૬ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૪.૫૮%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૮૯%, એચડીએફસી બેન્ક ૦.૮૧%, લાર્સેન લિ. ૦.૬૪%, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૪% અને બજાજ ફિનસર્વ ૦.૦૧% વધ્યા હતા, જયારે ટેક મહિન્દ્રા ૧.૭૩%, એચસીએલ ટેકનોલોજી ૧.૬૪%, એશિયન પેઈન્ટ ૧.૬૨%, એનટીપીસી લિ. ૧.૪૯%, ઇન્ફોસિસ લિ. ૧.૪૩%, નેસ્લે ઇન્ડિયા ૧.૨૯%, ટાટા સ્ટીલ ૧.૨૯%, સન ફાર્મા ૧.૨૭% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૧૩% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે એક તરફ ટ્રમ્પના ટેરિફ વોર અને બીજી તરફ ઈઝરાયેલ – હમાસ યુદ્વ અને રશીયા – યુક્રેન બાદ સ્થાનિક સ્તરે ભારત – પાકિસ્તાન તણાવના પરિણામે વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોમાં પણ વોલેટીલિટી જોવાઈ રહી છે. તાજેતરના મહિનાઓમાં બજારમાં મોટા કરેકશનના કારણે વર્તમાન રોકાણકારો પણ થોભો અને રાહ જુઓ પર આવી જતાં નવા રોકાણકારોનો પ્રવાહ મંદ પડતો જોવાયો છે. એપ્રિલ ૨૦૨૫ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાં નવા રોકાણકારો ત્રણ લાખ જેટલો ઉમેરો થયો છે. જે છેલ્લા ૨૨ મહિનામાં સૌથી ઓછો છે.
નવા રોકાણકારોના ઉમેરા માટે મહત્વના ગણાતા નવા ફંડ ઓફરિંગમાં પણ તાજેતરના મહિનાઓમાં ઘટાડાના કારણે અસર જોવાઈ છે. એપ્રિલ મહિનામાં માત્ર એક એક્ટિવ ઈક્વિટી સ્કિમમાં એનએફઓ પૂર્ણ થયો છે, જેમાં રૂ.૧૭૧ કરોડ એકત્ર કરાયા છે. આ તમામ કેટેગરીઝમાં કુલ મળીને સાત સ્કિમો લોન્ચ થઈ હતી અને કુલ રૂ.૩૫૦ કરોડ એકત્ર કરાયા હતા. જેની તુલનાએ નાણા વર્ષ ૨૦૨૫ના બીજા અર્ધવાર્ષિકમાં ૨૫ લોન્ચ અને દર મહિને સરેરાશ રૂ.૬૦૦૦ કરોડ એકત્ર કરાયા હતા. આગામી દિવસોમાં સકારાત્મક સંકેતો છતાં વૈશ્વિક સ્તરે અમેરિકા પર દેવાનું સંકટ, ટેરિફ નીતિ, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ જેવા પડકારોના કારણે સાવચેતીનું વલણ જોવા મળી શકે છે.
તા.૦૨.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૩૦.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૭૩૭ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૭૯ પોઈન્ટ થી ૨૫૦૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- કોટક મહિન્દ્ર બેન્ક ( ૨૦૯૨ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૩૨ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૦૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૩૩ થી રૂ.૨૧૪૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૪૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ડસઈન્ડ બેન્ક ( ૮૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૮૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૭૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૪૪ થી રૂ.૮૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૯૯૭ ) :- રૂ.૯૭૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૩૩ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૨૫ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૧૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૭૦ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૩૪ થી ૧૦૪૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- લુપિન લિ. ( ૧૯૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૯૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૧૯ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૦૮ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
- ભારતી એરટેલ ( ૧૮૭૦ ) :- રૂ.૧૯૦૯ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૯૧૯ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૦૮ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૬૪૦ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૦૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૦૬ થી રૂ.૧૫૮૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૬૫૦ ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૮૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૨૪ થી રૂ.૧૬૦૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારત ફોર્જ ( ૧૨૪૬ ) :- રૂ.૧૨૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૮૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૨૨૨ થી રૂ.૧૨૦૩ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in