Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025

    અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી

    August 27, 2025

    Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત

    August 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા
    • અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી
    • Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત
    • દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.
    • Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ
    • Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે
    • Kodinar: કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમાજની વાડી ને નડતરરૂપ વડલો દૂર કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું
    • Junagadh: NDPS એકટ હેઠળ કબ્જે કરેલ રૂ. ૧.૪૬ કરોડના મુદામાલનો નાશ કરતી Junagadh SOG
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    Vikram RavalBy Vikram RavalJune 11, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૩૯૧ સામે ૮૨૪૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૩૦૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૫૧૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૬૦ સામે ૨૫૧૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૧૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકા અને ચાઈના વચ્ચે રેર અર્થ મામલે શરૂ થયેલી ટ્રેડ વાટાઘાટનો દોર ચાલુ રહેતાં બન્ને દેશો વચ્ચે કેવી ડિલ થશે એના પર વિશ્વની નજર સાથે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેરબજાર ઇન્ડેક્સ બેઝડ બે-તરફી સાંકડી વધઘટને અંતે તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. ચાઈનાએ યુરોપ સહિતના દેશોમાં રેર અર્થ મિનરલ્સની નિકાસો પરના અંકુશો ઉઠાવી લેતાં અને ભારત સહિતના દેશો માટે પણ પોઝિટીવ સંકેતને લઈ આજે ફંડોની પસંદગીના શેરોમાં ખરીદી જળવાઈ રહેતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ચીન તથા અમેરિકા વચ્ચેની ટ્રેડ ચર્ચામાં સકારાત્મક સંકેતોને પગલે વૈશ્વિક ડોલર ઇન્ડેક્સમાં સ્થિરતા અને મજબૂત વિદેશી ભંડોળ પ્રવાહને કારણે બુધવારે ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે ઓપકના દેશોમાં ઉત્પાદન વૃદ્ધી અપેક્ષાથી ઓછી ધારણાએ ક્રૂડઓઈલનાં ભાવમાં તેજી આગળ વધી હતી.

    સેક્ટર મુવમેન્ટ…

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૨% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, યુટિલિટીઝ, એફએમસીજી, સર્વિસીસ, ઈન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, ફાઈનાન્શિયલ સર્વિસીસ, બેન્કેક્સ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૨૧ અને વધનારની સંખ્યા ૨૨૨૭ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચસીએલ ટેકનોલોજી ૩.૨૨%, ઇન્ફોસિસ લિ. ૨.૧૬%, ટેક મહિન્દ્રા ૧.૭૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૧%, બજાજ ફિનસર્વ ૦.૭૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૫૬%, ટાટા મોટર્સ ૦.૫૫%, ઝોમેટો લિ. ૦.૪૯% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૪૮% વધ્યા હતા, જયારે પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૮૯%, અદાણી પોર્ટ ૧.૨૪%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૨૧%, એચડીએફસી બેન્ક ૦.૮૩%, હિન્દુસ્તાન યુનિલીવર ૦.૮૦%, બજાજ ફાઈનાન્સ ૦.૭૧%, નેસ્લે ઇન્ડિયા ૦.૫૪%, એશિયન પેઈન્ટ ૦.૫૧% અને મારુતિ સુઝુકી ૦.૪૭% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના આર્થિક વૃદ્વિના આંકડા નાણા વર્ષ ૨૦૨૫ના નબળા ૬.૫%ની વૃદ્વિના આવ્યા છતાં ચોથા ત્રિમાસિકના આંકડા પ્રોત્સાહક ૭.૪%ની વૃદ્વિના જાહેર થતાં અને વૈશ્વિક આર્થિક પડકારો અને અમેરિકાના ટેરિફ વોરની સ્થિતિ વચ્ચે પણ ચોથા ત્રિમાસિકના મજબૂત આંકડાએ વૈશ્વિક ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો એફપીઆઈઝ, એફઆઈઆઈઝની શેરોમાં ખરીદી વધી છે. ફોરેન ઈન્વેસ્ટરોની સાથે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ફરી શેરોમાં લાર્જ કેપ બાદ મિડ કેપ શેરોમાં ખરીદદાર બનતા સેન્ટીમેન્ટ તેજીનું બન્યું છે.

    વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે. ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઉભું છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિથી વધી રહ્યા છે, જો કે વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે. ત્યારે હજુ અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી અને સ્ટોક સ્પેસિફિક બની રહેવાની શકયતા છે.

    તા.૧૨.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૧.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૨૧૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૯૭૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૨૭૨ પોઈન્ટ થી ૨૫૩૦૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • એચડીએફસી બેન્ક ( ૧૯૫૫ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૮૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૭૩ થી રૂ.૧૯૮૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ભારતી એરટેલ ( ૧૮૬૫ ) :- રૂ.૧૮૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૮૩ થી રૂ.૧૮૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એચસીએલ ટેક્નોલોજી ( ૧૭૨૪ ) :- રૂ.૧૬૯૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૮૦ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૫૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ટેક મહિન્દ્ર ( ૧૬૪૨ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૭ થી રૂ.૧૬૭૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • સિપ્લા લિ. ( ૧૫૩૨ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૪૮૮ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૫૫૩ થી ૧૫૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૬૪૦ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૭૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૦૮ થી રૂ.૧૫૮૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૫૪ ) :- રૂ.૧૪૭૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૮૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૩૦ થી રૂ.૧૪૦૭ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૩૫ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૭૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૦ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૨૫ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૩ થી રૂ.૧૧૮૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જિંદાલ સ્ટીલ ( ૯૫૭ ) :- રૂ.૯૭૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૩૯ થી રૂ.૯૨૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025

    અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી

    August 27, 2025

    Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત

    August 27, 2025

    દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.

    August 27, 2025

    Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ

    August 27, 2025

    Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે

    August 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025

    અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી

    August 27, 2025

    Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત

    August 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.