Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Australia પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, સીએસકે ખેલાડી કેપ્ટન

    July 31, 2025

    Mohammed Siraj ’ડબલ સેન્ચુરી’ પૂર્ણ કરવાથી માત્ર એક ડગલું દૂર છે

    July 31, 2025

    1 ઓગસ્ટ નું રાશિફળ

    July 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Australia પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, સીએસકે ખેલાડી કેપ્ટન
    • Mohammed Siraj ’ડબલ સેન્ચુરી’ પૂર્ણ કરવાથી માત્ર એક ડગલું દૂર છે
    • 1 ઓગસ્ટ નું રાશિફળ
    • 1 ઓગસ્ટ નું પંચાંગ
    • Nifty Future 24606 points very important level..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • તંત્રી લેખ…પાકિસ્તાન ફરી ફસાઈ ગયું
    • Nora Fatehi ‘સ્નેક’ પછી હવે રેવાન્નીના ‘તેતેમા’માં દેખાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    Vikram RavalBy Vikram RavalJune 13, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૯૧ સામે ૮૦૪૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૩૫૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૧૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૩૭ સામે ૨૪૫૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૭૨૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ, ક્રૂડના ભાવમાં વધારો ઉપરાંત વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ દર મંદ રહેવાના અહેવાલો વચ્ચે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની દુર્લભ ખનીજ-રેર અર્થની જરૂરીયાતને લઈ ચાઈના સામે ઝુંકી જઈ ટ્રેડ ડિલ કરતાં અને હવે આગામી દિવસોમાં ફરી યુનિલેટરલ ટેરિફ નિર્ધારિત કરવાના કરેલા નિવેદને કારણે પણ ટેરિફ ટેન્શન વધતાં યુરોપ, એશીયાના બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ નેગેટીવ અસર જોવા મળી હતી.

    શેરબજારમાં ઘટાડા પાછળનું એક કારણ ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થવાની સ્થિતિ પણ છે. ગ્લોબલ ઈકોનોમી ગ્રોથમાં ઘટાડાની આશંકાઓ સાથે અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં તેની નેગેટીવ અસર પણ ભારતીય શેરબજાર પર જોવા મળી હતી.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ઈઝરાયલ દ્વારા ઈરાન પર ફરી હુમલાથી મધ્ય પૂર્વમાં તણાવ વધતા આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે આગામી સમયમાં ક્રૂડના સપ્લાય પર અસર થવાની ભીતિના કારણે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.

    સેક્ટર મુવમેન્ટ…

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૬૯ અને વધનારની સંખ્યા ૧૫૧૬ રહી હતી, ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા ૧.૦૨%, ટીસીએસ લિ. ૦.૩૮%, મારુતિ સુઝુકી ૦.૧૬% અને સન ફાર્મા ૦.૧૦% વધ્યા હતા, જયારે અદાણી પોર્ટ ૨.૭૧%, આઈટીસી લિ. ૧.૬૭%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૬૪%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૫૯%, એચડીએફસી બેન્ક ૧.૧૫%, ટાઈટન કંપની લિ. ૦.૯૫%, કોટક બેન્ક ૦.૮૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૩% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૮૩% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ઇઝરાયલે ઈરાનના તહેરાન પર મિસાઇલ હુમલો કર્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. તેની અસર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પર પણ જોવા મળી રહી છે. માત્ર બે દિવસમાં, બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૦ ડોલર વધીને ૭૫ ડોલર થયો છે. ભારત જેવા દેશો, જે તેમની ૮૫% ઇંધણ જરૂરિયાતો આયાત દ્વારા પૂરી કરે છે, તેમને આની સીધી થશે. મધ્ય પૂર્વમાં ભારે તણાવનાં કારણે જ્યારે ક્રૂડ ઓઈલમાં અંદાજીત ૧૨% નો ઉછાળો જોવા મળ્યો છે, ત્યારે આરબીઆઈ દ્વારા આ ઉછાળાને નિયંત્રિત કરવા માટે ડોલર વેચ્યા હતા.

    ઈરાને પણ આ હુમલાનો જવાબ આપતા હવે મધ્ય પૂર્વમાં લાંબા ગાળાના યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના કારણે વૈશ્વિક ધોરણે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં અવરોધો આવી શકે છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટનો પણ સમાવેશ થાય છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવની સીધી અસર ક્રૂડ ઓઈલ પર પડશે અને તે નિશ્ચિત છે કે તેની અસર ભારત જેવા દેશો પર પડશે જે તેના મોટા આયાતકાર છે. એવામાં જો ક્રૂડના ભાવમાં વધે છે, તો ભારતની વેપાર ખાધમાં વધારો થશે જ, પરંતુ રૂપિયા પર પણ ભારે દબાણ આવશે અને આગામી દિવસોમાં ફુગાવો વધી શકે છે જેની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે.

    તા.૧૬.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૩.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૭૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૭૬ પોઈન્ટ થી ૨૪૬૦૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ભારતી એરટેલ ( ૧૬૯૦ ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૬૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૧૭ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • સ્ટેટ બેન્ક ( ૭૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૭૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૭૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૦૮ થી રૂ.૮૧૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૨૮ ) :- રૂ.૧૩૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૩૭૦ બીજા સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૫૪ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી ગ્રીન ( ૯૯૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૪૪ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૦૮ થી ૧૦૨૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૪૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૩૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૩૯૦ થી રૂ.૧૩૭૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • ભારત ફોર્જ ( ૧૩૦૯ ) :- રૂ.૧૩૩૭ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૪૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એક્સીસ બેન્ક ( ૧૨૦૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૮૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૯૧ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૧૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૬૫ થી રૂ.૧૧૫૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબલ્યુ સ્ટીલ ( ૯૮૭ ) :- રૂ.૯૯૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૭૦ થી રૂ.૯૪૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Future 24606 points very important level..!!!

    July 31, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 31, 2025
    વ્યાપાર

    Adani Total Gas નાનાણાકીયવર્ષ-૨૬ના પ્રથમત્રિમાસિકપરિણામો

    July 31, 2025
    વ્યાપાર

    Adani Green Energy નું પ્રથમ ત્રિમાસિકમાંવાર્ષિક ધોરણે વેચાણમાં 42%ના વધારા સાથે સતત મજબૂત નાણાકીય પ્રદર્શન

    July 31, 2025
    વ્યાપાર

    Tariff Effect: સેન્સેકસ – રૂપિયો ગગડયા

    July 31, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    July 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Australia પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, સીએસકે ખેલાડી કેપ્ટન

    July 31, 2025

    Mohammed Siraj ’ડબલ સેન્ચુરી’ પૂર્ણ કરવાથી માત્ર એક ડગલું દૂર છે

    July 31, 2025

    1 ઓગસ્ટ નું રાશિફળ

    July 31, 2025

    1 ઓગસ્ટ નું પંચાંગ

    July 31, 2025

    Nifty Future 24606 points very important level..!!!

    July 31, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Australia પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, સીએસકે ખેલાડી કેપ્ટન

    July 31, 2025

    Mohammed Siraj ’ડબલ સેન્ચુરી’ પૂર્ણ કરવાથી માત્ર એક ડગલું દૂર છે

    July 31, 2025

    1 ઓગસ્ટ નું રાશિફળ

    July 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.