Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા

    November 7, 2025

    Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા

    November 7, 2025

    કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું

    November 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા
    • Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા
    • કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું
    • વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન Israel સાથે કરશે દોસ્તી
    • Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું
    • Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી
    • Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી
    • Rajkot: Amul milk માં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    Vikram RavalBy Vikram RavalJune 23, 2025Updated:June 24, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૪૦૮ સામે ૮૧૭૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૪૭૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૮૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૧૧ સામે ૨૪૯૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૮૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૯૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી તેમજ રશિયાના દાવાના કારણે જિઓ-પોલિટિકલ ટેન્સનમાં થઈ રહેલા વધારાના પગલે આજે સપ્તાહની શરૂઆતમાં જ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

    અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ટેરિફ-વેપાર યુદ્ધમાં ધકેલ્યા બાદ હવે વિશ્વમાં એક પછી એક યુદ્ધને લઈ અશાંતી પ્રવર્તિ રહી છે. એવામાં ઈરાન અત્યારે ઈઝરાયેલ સામે ઝૂંકવા તૈયાર નહીં હોવાનું અને ઈઝરાયેલ સાથેના તેના યુદ્ધમાં કોઈ ત્રીજો દેશ સીધી દખલગીરી કરશે તો તેમના સૈન્ય ઠેકાણો પર પણ પ્રહાર કરવાની ઈરાનની ધમકીને લઈ પરિસ્થિતિ જોખમી બની રહી છે, ત્યારે વિશ્વની અન્ય મહાસત્તાઓ રશીયા અને ચાઈના હવે ઈરાનના સમર્થનમાં ઉતરતા વિશ્વમાં યુદ્ધની સ્થિતિને અત્યંત જોખમી બનતા આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલાને કારણે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે ઈરાને વિશ્વને ક્રૂડનો ૩૦% થી ૪૦% પુરવઠો પૂરો પાડતો દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુજ બંધ કરવા મંજૂરી આપતાં વૈશ્વિક સ્તરે ક્રૂડઓઈલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગુડ્સ, સર્વિસીસ, મેટલ, કોમોડીટીઝ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, યુટીલીટીઝ અને ઇન્ડસ્ટ્રીયલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૦૪ અને વધનારની સંખ્યા ૧૮૫૪ રહી હતી, ૧૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટ્રેન્ટ લિ. ૩.૬૧%, ભારત ઈલેક્ટ્રોનિક્સ ૩.૧૫%, બજાજ ફાઈનાન્સ ૧.૨૦%, કોટક બેન્ક ૦.૭૧%, બજાજ ફિનસર્વ ૦.૫૮%, ઝોમેટો લિ. ૦.૪૩%, ટાટા સ્ટીલ ૦.૩૬%, અદાણી પોર્ટ ૦.૩૧% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૦૩% વધ્યા હતા, જયારે ઇન્ફોસિસ લિ. ૨.૨૯%, લાર્સેન લિ. ૨.૧૧%, એચસીએલ ટેકનોલોજી ૨.૧૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૯%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૨૯%, ટીસીએસ લિ. ૧.૧૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૯૬%, આઈટીસી લિ. ૦.૯૨% અને એચડીએફસી બેન્ક ૦.૯૧% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં અંદાજીત ૭ થી ૮%નો ઉછાળો નોંધાતા, હવે જે.પી.મોર્ગને ચેતવણી આપી છે કે, જો મધ્ય પૂર્વમાં જીઓપોલિટીકલ ટેન્શન વધુ વધશે તો ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૨૦ ડોલર સુધી વધી શકે છે. વર્તમાન ભાવ પહેલાથી જ સૌથી ખરાબ જીઓપોલિટીકલ પરિસ્થિતિની શકયતાએ ૭% થી ૮%નો ઉછાળો દર્શાવે છે, જેમાં ઈરાનનો ઓઈલ પુરવઠો વિશ્વ બજારમાં મોટાપ્રમાણમાં ખોરવાઈ જવાના સંજોગોમાં ભાવમાં ઉછાળો જોવાઈ શકે છે.

    વર્ષ ૨૦૨૬માં ઓઈલના સરેરાશ ભાવ ૬૦ ડોલર રહેવાનો તેમનો અંદાજ છે, પરંતુ ખરાબ પરિસ્થિતિના સંજોગોમાં આ ભાવ વધીને ૧૨૦ ડોલરથી ૧૩૦ ડોલરની રેન્જમાં પણ આવી શકે છે. હોર્મુઝ સ્ટ્રેડ બંધ થવાની સ્થિતિમાં સંભવિત આ ભાવમાં વધારો થવાની ચેતવણી ઉચ્ચારી છે. આ માર્ગે વૈશ્વિક ઓઈલના પાંચમાં ભાગનું વહન થાય છે. જ્યારે આવા વધારાથી પુરવઠામાં નોંધપાત્ર વિક્ષેપ પડી શકે છે, ખાસ કરીને જો ઈરાનની ૨૧ લાખ બેરલ પ્રતિ દિન નિકાસ બંધ થઈ શકે છે. હાલમાં ઉનાળાની માંગ અને ઓછી યુ.એસ. ઈન્વેન્ટરી દ્વારા ઓઈલને ટેકો મળે છે. પરંતું મેક્રોઈકોનોમિક અવરોધો તેમજ વધતાં ઓપેક ઉત્પાદન ભાવ પર અસર કરે એવી શકયતા છે.

    તા.૨૪.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૩.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૭૯ પોઈન્ટ થી ૨૫૦૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • સિપ્લા લિ. ( ૧૪૯૯ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૭૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૧૭ થી રૂ.૧૫૨૩ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૦૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૭૩ થી રૂ.૧૪૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ભારત ફોર્જ ( ૧૩૦૯ ) :- રૂ.૧૨૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૩ બીજા સપોર્ટથી ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૨૩ થી રૂ.૧૩૩૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • એક્સીસ બેન્ક ( ૧૨૧૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૪૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૯૯૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૬૩ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૧૩ થી ૧૦૨૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • સન ફાર્મા ( ૧૬૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૮૮ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૧૬ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૦૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • ઈન્ફોસીસ લિ. ( ૧૫૮૨ ) :- રૂ.૧૬૦૬ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૧૬ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૬૪ થી રૂ.૧૫૫૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • અદાણી પોર્ટસ ( ૧૩૫૩ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૯૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૬ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ડૉ. રેડ્ડી`ઝ લેબોરેટરી ( ૧૩૨૧ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૮૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જીન્દાલ સ્ટીલ ( ૯૦૯ ) :- રૂ.૯૩૯ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૪૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૮૯૩ થી રૂ.૮૮૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૪૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 7, 2025
    વ્યાપાર

    Adani Ports અને સેઝનો નાણા વર્ષ-૨૬ના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો

    November 7, 2025
    વ્યાપાર

    ટકાઉ ભવિષ્ય માટે RSWM અને Adani Energy Solutions સહયોગ કર્યો

    November 7, 2025
    વ્યાપાર

    Ambuja Cements ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં મજબૂત પરિણામ હાંસલ કર્યાં

    November 7, 2025
    વ્યાપાર

    Adani Enterprises Ltd ના નાણાકીય વર્ષ 26 ના પ્રથમ અર્ધવાર્ષિક પરિણામો જાહેર

    November 7, 2025
    રાષ્ટ્રીય

    આધુનિક સેવાઓ માટે ડાક સેવા 2.0 એપ લોન્ચ કરી

    November 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા

    November 7, 2025

    Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા

    November 7, 2025

    કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું

    November 7, 2025

    વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન Israel સાથે કરશે દોસ્તી

    November 7, 2025

    Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું

    November 7, 2025

    Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી

    November 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા

    November 7, 2025

    Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા

    November 7, 2025

    કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું

    November 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.