રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૧૨ સામે ૮૧૫૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૧૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૬૩૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૬૦ સામે ૨૪૯૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૪૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે અમેરિકા વિરૂધ્ધ વિશ્વની ટેરિફ લડાઈમાં ચાઈના અને યુરોપીય યુનિયન વચ્ચે વેપાર વાટાઘાટ અને ચાઈના તેના બિઝનેસ વ્યુહ થકી અમેરિકાને હંફાવવા પ્રયાસ કરી રહ્યું હોઈ ટેરિફ યુદ્વ વકરવાની શકયતા છતાં સ્થાનિક સ્તરે ચોમાસું સમયથી વહેલું આવી જવાના પોઝિટીવ પરિબળ અને ભારત – અમેરિકા વચ્ચે જૂન સુધીમાં વચગાળાની ટેરિફ-વેપાર સંધિ થવાના અહેવાલોએ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
વિશ્વને રોજેરોજ અચંબા મુકી દેતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશીયા પર નવા આર્થિક પ્રતિબંધો લાદવાના નિવેદન અને અણધાર્યા આર્થિક પગલાંને લઈ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતાને કારણે વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે આજે મે માસની ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટસની એક્સપાયરી સાથે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઈન્ડેક્સ બેઝડ ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો,
અમેરિકન ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્યાપક પારસ્પરિક ટેરિફ ઓર્ડરને રોકતા ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાતા આજે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો હતો, જયારે અમેરિકાએ વેનેઝુએલાની મોટી ઓઈલ કંપની પર પ્રતિબંધો લાદતા તથા કેનેડામાં વાઈલ્ડ ફાયરના પગલે ત્યાંથી ઓઈલ સપ્લાય ઘટવાની શક્યતા વચ્ચે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.
સેક્ટર મુવમેન્ટ…
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૫૭ અને વધનારની સંખ્યા ૨૦૨૦ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૪૧, સન ફાર્મા ૨.૦૪, અદાણી પોર્ટ ૧.૯૨, ઝોમેટો લિ. ૧.૮૫%, ટાટા સ્ટીલ ૧.૨૭%, ટેક મહિન્દ્રા ૧.૨૪%, ટાટા મોટર્સ ૦.૯૧%, ઇન્ફોસિસ લિ. ૦.૮૫% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૬૯% વધ્યા હતા, જયારે બજાજ ફાઈનાન્સ ૦.૭૨%, બજાજ ફિનસર્વ ૦.૫૧%, આઈટીસી લિ. ૦.૩૨%, એશિયન પેઈન્ટ ૦.૨૪%, એનટીપીસી લિ. ૦.૨૧% અને ટીસીએસ લિ. ૦.૦૩% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચીન તથા અમેરિકા બંને ભારતના મોટા વેપાર ભાગીદાર દેશ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરને પરિણામે ભારતમાં વિદેશી કંપનીઓના ઉત્પાદન એકમો આવવાની તથા ભારતમાંથી નિકાસ વધવાની શકયતા હાલ પૂરતુ ઘટી ગઈ છે. અમેરિકા તથા ચીને એકબીજાના માલસામાન પર ટેરિફમાં ઘટાડો કરવાના લીધેલા નિર્ણયને કારણે ચીનમાંથી ફરી નિકાસ વધવાની શકયતા વધી ગઈ છે. ચીનમાં કાર્યરત વિદેશી કંપનીઓ જેઓ ચીનમાંથી પોતાના એકમો બંધ કરી ભારત, મેક્સિકો કે વિયેતનામ તરફ નજર દોડાવવા લાગી હતી તે હાલ પૂરતુ અટકી જશે અને ચીનમાં જ રહેવાનું પસંદ કરશે તેમ જણાય રહ્યું છે.
ટેરિફ વોરને કારણે ચીન ઉપરાંત અન્ય દેશની જે શકયતા ઊભી થઈ હતી તે હવે ધીમી પડી ગઈ છે અને ચીન ખાતેથી આયાત કરવાનું અને ચીનમાં ઉત્પાદન મથકો ચાલુ રાખવાનું વૈશ્વિક કંપનીઓ મુનાસિબ ગણશે. આ અગાઉ અમેરિકાએ ચીનને બાદ કરતા અન્ય દેશો સાથેની ટેરિફ વોરને ૯૦ દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો જેને પરિણામે અમેરિકામાં નિકાસ વધારવા ભારતને આશા જાગી હતી. પરંતુ હવે ચીન સાથે ટેરિફ વોર સ્થગિત કરી દેવાતા ભારતની આશા ઠંડી પડી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ૨૦૧૭ થી ૨૦૨૧ દરમિયાન અમેરિકાના પ્રમુખ રહ્યા હતા ત્યારે, અમેરિકા સાથેના વેપારમાં ભારત છઠ્ઠું મોટું લાભકર્તા બની રહ્યું હતું.
તા.૩૦.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૯.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૪૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૮ પોઈન્ટ થી ૨૫૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૬૭૨ ) :- એચસીએલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૧૬ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૮૮ થી રૂ.૧૬૯૪ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૩૯ ) :- રૂ.૧૪૧૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૦૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૫૭ થી રૂ.૧૪૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ભારત ફોર્જ ( ૧૨૬૫ ) :- રૂ.૧૨૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૧૭ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપ્મેંટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૮૦ થી રૂ.૧૨૯૩ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૨૪૬ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૭૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૧૫ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૭૩ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૩૩ થી ૧૦૪૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઈન્ફોસિસ લિ. ( ૧૫૭૨ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૬ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૨૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૬૦ ) :- રૂ.૧૫૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૯૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૧૭ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૦૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- વોલ્ટાસ લિ. ( ૧૨૬૨ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૦૩ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૧૭ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૫૦ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૦૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૮૧ ) :- રૂ.૧૨૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૧૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૬૪ થી રૂ.૧૧૫૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in