Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025

    અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી

    August 27, 2025

    Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત

    August 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા
    • અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી
    • Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત
    • દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.
    • Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ
    • Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે
    • Kodinar: કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમાજની વાડી ને નડતરરૂપ વડલો દૂર કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું
    • Junagadh: NDPS એકટ હેઠળ કબ્જે કરેલ રૂ. ૧.૪૬ કરોડના મુદામાલનો નાશ કરતી Junagadh SOG
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Futures bullish focus above 25202 points..!!!
    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    Vikram RavalBy Vikram RavalJune 16, 2025Updated:June 16, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૧૮ સામે ૮૧૦૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૦૧૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૭૯૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૨૭ સામે ૨૪૭૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૭૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૯૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    જીઓ-પોલિટિકલ ક્રાઇસીસ વચ્ચે છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં શેરબજાર નકારાત્મક રહ્યા બાદ આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે નીચા મથાળે ખરીદી વધતા આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો મળતા વેપાર અને રોકાણ પ્રવાહ માટે સકારાત્મક સંકેત અને આગામી દિવસોમાં અમેરિકાની ફેડ રિઝર્વની પોલિસી મિટિંગમાં સેન્ટ્રલ બેન્ક વ્યાજના દર ૪.૨૫% થી ૪.૫૦% ની રેન્જમાં જાળવી રાખે તેવી શક્યતા જોવા મળતા ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.

    ઉપરાંત, વૈશ્વિક સ્તરે વર્તમાન પડકારો સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સતત નેટ ખરીદી કરી રહ્યા હોવાથી ભારતીય શેરબજારમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ઇઝરાયલ અને ઈરાન એકબીજા પર હુમલા ચાલુ રાખતા વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હોવા છતાં, ૬ જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના ફોરેક્સ રિઝર્વ ૫.૧૭ બિલિયન ડોલર વધીને ૬૯૬.૬૫ બિલિયન ડોલર થતા આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો.

    સેક્ટર મુવમેન્ટ…

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને સર્વિસીસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૦૮ અને વધનારની સંખ્યા ૧૯૭૬ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૩૯%, ટેક મહિન્દ્રા ૨.૧૨%, એચસીએલ ટેકનોલોજી ૧.૬૬%, ટીસીએસ લિ. ૧.૪૦%, ઇન્ફોસિસ ૧.૩૯%, એશિયન પેઈન્ટ ૧.૨૮%, ટાટા સ્ટીલ ૧.૨૫%, કોટક બેન્ક ૧.૨૫% અને ઝોમેટો લિ. ૧.૨૦% વધ્યા હતા, જયારે ટાટા મોટર્સ ૩.૫૬%, અદાણી પોર્ટ ૦.૩૫% અને સન ફાર્મા ૦.૧૯% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વ ટેરિફ યુદ્વમાંથી હેમખેમ બહાર આવી રહ્યું હતું અને વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ સુધરી રહ્યું હતું, એવામાં ઈઝરાયેલ દ્વારા ઈરાનના અણુમથકોનો વિનાશ કરતાં અત્યંત ઘાતક પ્રહાર અને એના વળતાં જવાબમાં ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરેલા અનેક મિસાઈલ હુમલાઓના પરિણામે વિશ્વ પર ફરી ત્રીજા યુદ્વનું જોખમ ઊભું થયું છે. જીઓપોલિટીકલ ટેન્શનની આ પરિસ્થિતિ ભારત સહિત ઘણા વિકાસશીલ રાષ્ટ્રો પર પણ પડી શકે છે. વિશ્વને ઓઈલનો મોટો પુરવઠો પૂરો પાડતા ઈરાનને ઈઝરાયેલ થકી અમેરિકા પણ ઘેરી રહ્યું હોઈ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની આગ ફરી વિકરાળ રૂપ ધારણ કરી રહી છે.

    વૈશ્વિક વેપારમાં અમેરિકાની ચાઈનાના રેર અર્થ પરની નિર્ભરતાને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઘૂંટણિયે પડવાની ફરજ પડી છે. ચાઈના અને અમેરિકા વચ્ચેની ડિલ બાદ હજુ ભારત સાથે ડિલને લઈ અનિશ્ચિતતા કાયમ હોવા ઉપરાંત ટ્રમ્પે બે અઠવાડિયામાં યુનિલેટરલ ટેરિફ જાહેર કરવાની તલવાર વિશ્વ પર લટકતી રાખી છે, ટ્રમ્પ દ્વારા ઈરાનની ઈઝરાયેલ સાથે અમેરિકાને પણ હુમલાનો જવાબ આપવાની આપેલી ચીમકીને લઈ આગામી દિવસોમાં ઈરાન-ઈઝરાયેલ યુદ્વ કેવા વળાંક લેશે એની અનિશ્ચિતતાના વાદળોથી વૈશ્વિક બજારો પણ ઘેરાયેલા રહેશે. જેથી અગામી દિવસોમાં જીઓપોલિટીકલ ટેન્શનની આ પરિસ્થિતિ વચ્ચે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

    તા.૧૭.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૬.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૯૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૧૩૩ પોઈન્ટના પ્રથમ અને ૨૫૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૦૯ પોઈન્ટ થી ૨૪૮૩૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ભારત ફોર્જ ( ૧૩૨૫ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૮૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૪૩ થી રૂ.૧૩૫૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એક્સીસ બેન્ક ( ૧૨૨૦ ) :- રૂ.૧૨૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૪૭ ) :- રૂ.૧૧૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૦૮ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૫૬ થી રૂ.૧૧૭૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • એસબીઆઈ કાર્ડ્સ ( ૧૦૦૯ ) :- નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૩૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • અદાણી ગ્રીન ( ૯૯૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૬૦ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૧૩ થી ૧૦૨૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૫૫ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૨૬ થી રૂ.૧૫૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૮૪ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • સિપ્લા લિ. ( ૧૫૩૧ ) :- રૂ.૧૫૫૫ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૬૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૫૦૮ થી રૂ.૧૪૯૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૬૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૪૦૫ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૫૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૭૩ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૯૦ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૭૪ થી રૂ.૧૧૬૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ ( ૯૩૫ ) :- રૂ.૯૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૮૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025

    અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી

    August 27, 2025

    Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત

    August 27, 2025

    દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.

    August 27, 2025

    Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ

    August 27, 2025

    Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે

    August 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025

    અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી

    August 27, 2025

    Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત

    August 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.