રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૭.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૮૬ સામે ૮૨૪૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૨૭૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૭૨૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૯૩ સામે ૨૫૧૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૧૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૫૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ ટેરિફ મામલે ઘણા દેશો સાથે શરતી ડિલ કરવાની ફરજ પાડી રહ્યા હોઈ વૈશ્વિક વેપાર ઠપ્પ થવાના સંકેત અને ભારત તેમજ અમેરિકા વચ્ચેની ટ્રેડ વાટાઘાટ અકળાવનારી હોઈ છતા ચોમાસાની સારી પ્રગતિ અને ટેસ્લાના ભારતમાં આગમન સાથે કંપનીઓના પ્રથમ ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતા સારા આવતા, તે ઉપરાંત વૈશ્વિક બજારોમાં સકારાત્મક ટ્રેન્ડ, વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા ખરીદી, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં સ્થિરતા રાખવામાં આવશે તેવી અપેક્ષા સાથે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકા – જાપાન વેપાર કરાર પછી ભારત – અમેરિકા વેપાર વાટાઘાટોના પરિણામ પર નજર સાથે બુધવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થયો હતો, જયારે અમેરિકા તથા યુરોપ વચ્ચે વેપાર ઘર્ષણ થવાની ચિંતાએ ક્રુડઓઈલનો વપરાશ ઘટશે તેવી ધારણાંએ ક્રુડઓઈલના ભાવમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, એફએમસીજી, કેપિટલ ગુડ્સ અને સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૨૫ અને વધનારની સંખ્યા ૨૦૦૫ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા મોટર્સ ૨.૫૧%, ભારતી એરટેલ ૧.૯૪%, બજાજ ફાઈનાન્સ ૧.૬૬%, મારુતિ સુઝુકી ૧.૧૫%, બજાજ ફિનસર્વ ૧.૦૨%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૯૬%, એચડીએફસી બેન્ક ૦.૮૯%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૩%, ઈટર્નલ લિ. ૦.૭૨% અને એશિયન પેઈન્ટ્સ ૦.૬૭% વધ્યા હતા, જ્યારે હિંદુસ્તાન યુનિલિવર ૧.૧૯%, બીઈએલ ૦.૬૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૮%, આઈટીસી ૦.૨૮%, ટાટા સ્ટીલ ૦.૧૨%, અદાણી પોર્ટ્સ ૦.૦૯% અને ટેક મહિન્દ્ર ૦.૦૭% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૯૩ લાખ કરોડ વધીને ૪૬૦.૩૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશમાં સારા ચોમાસા સક્રિય થવાની અસર ખરીફ સિઝનના પાકના વાવેતર પર જોવા મળી રહી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ચાલુ સિઝનમાં ખરીફ પાકનો વાવેતર વિસ્તાર આ વર્ષે અત્યાર સુધીમાં વધીને ૭૦૮.૩૧ લાખ હેક્ટર થયો છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં આ વિસ્તાર ૫૮૦.૩૮ લાખ હેક્ટર હતો. ચાલુ ખરીફ સિઝનમાં પાકની વાવણીની ગતિ ગત ખરીફ સિઝન કરતા લગભગ ૪% વધુ છે. ૧૮ જુલાઈ સુધીમાં દેશમાં આ સિઝનના લગભગ ૬૫% પાકનું વાવેતર થઈ ગયું છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખરીફ સિઝનના પાકનો કુલ વિસ્તાર ૧૦૯૬.૬૫ લાખ હેક્ટર હોવાનો અંદાજ છે.
સારા ચોમાસાના કારણે, દેશના બિનસિંચિત વિસ્તારોમાં પણ વાવણી સરળ બની છે, જે દેશની ખેતીલાયક જમીનનો લગભગ ૫૦% છે, જેના કારણે ચાલુ સિઝનમાં વાવણીનો વિસ્તાર વધ્યો છે. ઉપરાંત અમેરિકાની આયાતમાં ભારતના હિસ્સામાં વધારો થયો છે જ્યારે ચીનનો હિસ્સો ઘટી રહ્યાનું જોવા મળી રહ્યું છે. અમેરિકાના સેન્સ બ્યુરો ડેટા પ્રમાણે વર્તમાન વર્ષના મે સુધીમાં અમેરિકાની આયાતમાં ભારતનો હિસ્સો જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૨.૯૦% હતો તે વધી ૩.૧૦% પહોંચી ગયો છે. ત્યારે આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્ર અને શેરબજાર પર તેની પોઝીટીવ અસર જોવા મળી શકે છે.
તા.૨૪.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૩.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૨૫૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૩૦૩ પોઈન્ટ થી ૨૫૩૭૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ભારતી એરટેલ ( ૧૯૫૦ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૨૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૬૩ થી રૂ.૧૯૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૫૫૮ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરના આ સ્ટોક રૂ.૧૫૨૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૨૮ ) :- રૂ.૧૪૦૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૯૩ બીજા સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૧૦૮ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૭૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૩૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૮૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૫૩ થી ૧૦૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- સિપ્લા લિ. ( ૧૪૭૨ ) :- રૂ.૧૪૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૯૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૪૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૬૩ ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૯૩ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ભારત ફોર્જ ( ૧૨૨૩ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૨ થી રૂ.૧૧૮૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૩૬ ) :- રૂ.૧૦૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૦૩ થી રૂ.૯૮૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!