રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૭.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૪૦૯ સામે ૮૩૫૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૧૮૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૨૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૫૪૬ સામે ૨૫૫૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૪૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૫૦૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચોમાસાની સારી પ્રગતિ છતાં અમેરિકા સાથે ટ્રેડ ડિલ મામલે ફરી અનિશ્ચિતતાએ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ભારત અને અમેરિકા વચ્ચે થનારી ટ્રેડ ડિલ માટે બન્ને દેશો વચ્ચે કૃષિ સહિતના કેટલાક ક્ષેત્રો મામલે સહમતી ન હોવાના અને આ ડિલ પાર પડશે કે નહિ એની અનિશ્ચિતતાને લઈ ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ નરમાઈ રહી હતી.
ટ્રમ્પની ટ્રેડ ડિલ કેવી હશે અને ભારત પર ૨૬% જેટલી ટેરિફ લાદવામાં આવી શકે છે એવા અહેવાલ વચ્ચે અનિશ્ચિતતા અને ઈરાને તેના ત્રણ પરમાણું મથકો પર અમેરિકાએ નષ્ટ કર્યાના દાવાના ફગાવી દેતાં અને ઈરાન ટૂંક સમયમાં ન્યુક્લિયર બોમ્બ બનાવી લેશે એવા અહેવાલોએ બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના આર્થિક ડેટા અપેક્ષા કરતા સારા રહેતા ડોલરમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો, જયારે ઓપેક તથા સાથી દેશોની રવિવારે મળી રહેલી મીટિંગ તથા ટેરિફ લાગુ થવાની ૯ જુલાઈની તારીખ નજીક આવી રહી છે તેપૂર્વે ક્રુડ ઓઈલના ભાવ પણ સ્થિર જળવાઈ રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, એનર્જી, એફએમસીજી, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, કેપિટલ ગુડ્સ અને આઈટી વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૦૧ અને વધનારની સંખ્યા ૨૦૦૯ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મારુતિ સુઝુકી ૦.૯૮%, ઈન્ફોસિસ ટેકનોલોજી ૦.૫૧%, એશિયન પેઈન્ટ્સ ૦.૪૪%, એનટીપીસી ૦.૩૬%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૩૬%, ઈટર્નલ ૦.૩૫%, ટાટા મોટર્સ અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૨૯% વધ્યા હતા, જ્યારે કોટક બેન્ક ૧.૯૧%, બજાજ ફિનસર્વ ૧.૩૫%, બજાજ ફાઈનાન્સ ૧.૩૦%, અદાણી પોર્ટ્સ ૦.૮૦%, ટાઈટન ૦.૭૬%, ટ્રેન્ટ ૦.૭૬%, સ્ટેટ બેન્ક ૦.૭૫%, ટીસીએસ લિ. ૦.૬૬%, ભારતી એરટેલ ૦.૫૯% અને એચસીએલ ટેકનોલોજી ૦.૪૩% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૪૫ લાખ કરોડ ઘટીને ૪૬૦.૩૧ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૨ કંપનીઓ વધી અને ૧૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે અનપ્રેડિકટેબલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઊગામતા રહી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે. ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો સારી ગતિથી વધી રહ્યા છે, જો કે વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે.
આરબીઆઈ દ્વારા સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાની અને એના થકી ધિરાણ વૃદ્વિને મહત્વ આપીને લેવાયેલા નિર્ણયોથી બજારમાં પણ તેજીને વેગ મળતો જોવાયો છે. સાથે દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે ૨૦૨૫-૨૬માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે. આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા છતાં હજુ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનો દોર કાયમ રહેવાની શકયતાએ આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સાથે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
તા.૦૪.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૩.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૫૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૪૩૪ પોઈન્ટ થી ૨૫૩૭૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૬૭૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- સન ફાર્મા ( ૧૬૮૦ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૯૬ થી રૂ.૧૭૦૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૮૧ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરના આ સ્ટોક રૂ.૧૫૫૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૯૭ થી રૂ.૧૬૦૬ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૨૪ ) :- રૂ.૧૪૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૭૭ બીજા સપોર્ટથી રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૫૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૧૭૫ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૯૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૪૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૧૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૬૪ થી ૧૦૭૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઇન્ફોસિસ લિ. ( ૧૬૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૪૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૯૭ થી રૂ.૧૫૮૫ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૩૭ ) :- રૂ.૧૪૭૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૮૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૧૭ થી રૂ.૧૪૦૪ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૩૫ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૦૮ થી રૂ.૧૩૯૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૧૬૫ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૪૪ થી રૂ.૧૧૨૫ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૯૪૮ ) :- રૂ.૯૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૩૩ થી રૂ.૯૧૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!