રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૬.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૭૫૫ સામે ૮૩૭૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૬૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૦૫૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૬૧૫ સામે ૨૫૬૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૬૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૭૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો અંત આવતાં અને હવે યુક્રેન-રશીયા વચ્ચે પણ સમાધાન થવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આશ્વાસને જીઓપોલિટીકલ ટેન્શન દૂર થઈ વિશ્વ ફરી ઔદ્યોગિક-આર્થિક વૃદ્ધિના પથ પર સવાર થવાની અપેક્ષાએ આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક પોઝિટીવ પરિબળો સાથે સ્થાનિક સ્થળે ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિ તેમજ ઘણા ભાગોમાં શ્રીકાર વર્ષાએ કૃષિ-ગ્રામીણ ક્ષેત્રે વૃદ્ધિને વેગ મળવાની અપેક્ષાએ અને ક્રુડ ઓઈલના ભાવ ઘટવાના પોઝિટીવ પરિબળે ફંડો આક્રમક તેજીમાં આવ્યા હતા.
એશિયન શેરબજારમાં ઉછાળાની પણ સ્થાનિક બજારમાં અસર જોવા મળી હતી. ભારતીય શેરબજાર માટે ક્રૂડ ઓઈલના ભાવ અને એફઆઈઆઈ વેચવાલીમાં વધારો પડકારરૂપ બની શકે છે, જો કે ભારતનો ઔદ્યોગિક અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ મજબૂત રહેવાના સંકેતો સાથે વૈશ્વિક પડકારો અને જિઓ-પોલિટિકલ ટેન્સનની અનિશ્ચિતતાઓ વચ્ચે દેશની આર્થિક ગતિવિધિઓ મજબૂત રહેવાના અંદાજોએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્ રહ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, મધ્ય પૂર્વમાં જીઓપોલિટીકલ ટેન્શન દૂર થતા તેમજ સપ્ટેમ્બર માસ પહેલાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ શુક્રવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો, જોકે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને અમેરિકન ચલણમાં થોડી મજબૂતીથી રૂપિયામાં વધુ વધારો મર્યાદિત રહ્યો છે.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, ફોકસ્ડ આઇટી, આઈટી, ટેક અને કંઝ્યુમર ડિસ્ક્રેશનરી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૬૦ અને વધનારની સંખ્યા ૨૨૫૧ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એશિયન પેઈન્ટ ૩.૦૬%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૪૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૧૧%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૬%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૯%, ભારત ઈલેક્ટ્રોનિક્સ ૧.૧૯%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૧૪%, સન ફાર્મા ૧.૧૨% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૦૫% વધ્યા હતા, જયારે ટ્રેન્ટ લિ. ૧.૪૨%, ઝોમેટો લિ. ૧.૧૩%, ટેક મહિન્દ્રા ૦.૯૩%, એકસિસ બેન્ક ૦.૭૪%, ટાઈટન કંપની લિ. ૦.૬૬%, બજાજ ફાઈનાન્સ ૦.૫૨%, બજાજ ફિનસર્વ ૦.૪૬%, એચડીએફસી બેન્ક ૦.૪૩% અને મારુતિ સુઝુકી ૦.૪૩% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૬૦ લાખ કરોડ વધીને ૪૬૦.૧૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓ વધી અને ૧૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન જૂન મહિનામાં રિટેલ રોકાણકારો સતત ત્રણ મહિના સુધી શેરબજારમાં ખરીદીથી લગભગ દૂર રહ્યા બાદ ફરી સક્રીય બન્યાનું જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે વર્તમાન મહિનામાં રિટેલ રોકાણકારોએ ભારતીય ઈક્વિટીસ કેશમાં અત્યાર સુધી અંદાજીત રૂ.૫૬૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતા તથા ટ્રમ્પના ટેરિફ વોરને કારણે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં મંદી ફેલાઈ ગઈ હતી. જો કે ટેરિફ મુદ્દે ટ્રમ્પના કુણા વલણ તથા વૈશ્વિક તંગદિલીમાં થઈ રહેલા ઘટાડાને કારણે જૂનમાં ભારત સહિતના શેરબજારો ફરી ઊંચકાતા રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારો દ્વારા ફરી ખરીદી શરૂ થયાનું જોવા મળી રહ્યું છે.
રિટેલ રોકાણકારો ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા પણ ભારતીય ઈક્વિટીસમાં ખરીદી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. ટેરિફ વોરની બજાર પર અસરને કારણે વર્તમાન વર્ષના માર્ચમાં રિટેલ રોકાણકારોએ ઈક્વિટીસમાંથી રૂ.૧૪૩૨૫ કરોડની વેચવાલી કરી હતી, જે વર્ષ ૨૦૧૬ બાદ કોઈ એક મહિનામાં તેમનો સૌથી મોટો આઉટફલોસ રહ્યો હતો. ત્યારબાદ ટેરિફ વોરને કારણે એપ્રિલ તથા મે માસમાં પણ ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી, જો કે વર્તમાન મહિનામાં ઈક્વિટીસના વેપાર વોલ્યુમમાં વધારો થયો છે ત્યારે આગામી દિવસોમાં રિટેલ રોકાણકારો સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારો કેવો રોકાણ વ્યુહ અપનાવે છે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૩૦.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૭.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૭૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૫૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૮૦૮ પોઈન્ટ થી ૨૫૮૮૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ઈન્ફોસીસ લિ. ( ૧૬૨૨ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૩૭ થી રૂ.૧૬૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૨૦ ) :- રિલાયન્સ ગ્રુપના આ સ્ટોક રૂ.૧૪૮૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- સિપ્લા લિ. ( ૧૫૧૪ ) :- રૂ.૧૪૯૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૭૪ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૫૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૨૯ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૮૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૪૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૯૭ થી ૧૦૦૮ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૩૩ થી રૂ.૧૪૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૯૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ભારત ફોર્જ ( ૧૩૧૪ ) :- રૂ.૧૩૩૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૩૦ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૫૭ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૦૭ થી રૂ.૧૦૯૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૨૯ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૫૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૦૩ થી રૂ.૯૮૫ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૭૪ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૨૫ ) :- રૂ.૧૦૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૦૩ થી રૂ.૯૮૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!