રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૬.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૦૫૮ સામે ૮૪૦૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૪૮૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૬૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૭૫૦ સામે ૨૫૭૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૫૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૬૧૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હાલ તુરત દૂર થતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ફરી ઈરાન પરના પ્રતિબંધો નોન-એનરિચમેન્ટ ન્યુક્લિયર પ્રોગ્રામ સાથે શરતી દૂર કરવાની પહેલ કર્યાના અહેવાલ અને ચાઈના સાથે ટ્રેડ ડિલ કર્યાના અહેવાલે અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં તેજીથી વિપરીત આજે ભારતીય શેરબજારમાં ગત સપ્તાહની સતત તેજી બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઈન્ડેક્સ બેઝડ ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ઓપેક દ્વારા આગામી માસમાં ક્રૂડઓઈલના દૈનીક ઉત્પાદનમાં વધુ ૪ લાખ ૧૧ હજાર બેરલ્સની વૃધ્ધિ કરવાની વિચારણાએ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતામાં સુધારો થતા ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગુડ્સ ૧.૧૦%, સર્વિસીસ ૧.૦૮%, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૬૬%, હેલ્થકેર ૦.૫૬%, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪૨%, ફોકસ્ડ આઈટી ૦.૨૩%, ઈનફોર્મેશન ટેકનોલોજી ૦.૧૬%, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૦.૧૨%, પાવર ૦.૧૨%, ટેલિકોમ્યુનિકેશન ૦.૦૨% અને કોમોડિટીઝ ૦.૦૧% વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૯૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૫૦ અને વધનારની સંખ્યા ૨૩૬૨ રહી હતી, ૧૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટ્રે્ન્ટ ૩.૩૪%, સ્ટેટ બેન્ક ૧.૮૬%, બીઈએલ ૧.૬૩%, ઈટર્નલ ૦.૭૨%, અદાણી પોર્ટ્સ ૦.૦૭%, ટાઈટન ૦.૫૬%, બજાજ ફિનસર્વ ૦.૫૬%, ટાટા કન્સલ્ટન્સી ૦.૫૨% અને ટેક મહિન્દ્રા વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૨.૧૧%, કોટક બેન્ક ૨.૦૩%, મારુતિ ૧.૯૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૩૩%, બજાજ ફાઈનાન્સ ૧.૦૯%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૯%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૦૨%, ટાટા સ્ટીલ ૧.૦૨% અને ભારતી એરટેલ ૦.૯૯% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૦૪ લાખ કરોડ વધીને ૪૬૧.૧૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૨ કંપનીઓ વધી અને ૧૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની ૯૦ દિવસની મુક્તિ મર્યાદા નવ જુલાઈના રોજ પૂર્ણ થવાના આરે છે. તે પહેલાં આઠ જુલાઈના રોજ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફમાં રાહત સહિત વેપાર મુદ્દે ડીલ થાય તેવી તીવ્ર શક્યતા જોવા મળી રહી છે. અમેરિકાએ ભારત પર ૨૬% રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જેમાં નવ જુલાઈ સુધી મુક્તિ આપવામાં આવી છે. ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર પર આઠ જુલાઈના રોજ અંતિમ મહોર લાગી શકે છે. બંને દેશો વચ્ચે તમામ શરતો પર સહમતિ દર્શાવવામાં આવી છે. ટ્રમ્પે ભારત સાથે વેપાર કરાર સકારાત્મક ધોરણે આગળ વધી રહ્યો હોવાના સંકેતો અનેક વખત મળી ચૂક્યા છે. ગત સપ્તાહે જ તેમણે કહ્યું હતું કે, તમામ વેપાર પડકારો દૂર કરવા જઈ રહ્યા છીએ.
અમેરિકા અને ભારત વચ્ચે મુખ્યત્વે કૃષિ, ઓટોમોબાઈલ, ઔદ્યોગિક ઉત્પાદનો અને શ્રમજીવી પ્રોડક્ટ્સ સહિતના ક્ષેત્રો પર ડીલ થશે. અમેરિકાને કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સમાં ડ્યૂટીમાં રાહત આપવાથી ભારત માટે પડકારો ઉભા થયા છે. ભારતે મુક્ત વેપાર કરારમાં ડેરી ક્ષેત્રે અત્યારસુધી કોઈ કરાર કર્યા નથી. જેથી આ ક્ષેત્રે મહત્ત્વના નિર્ણય લેવાઈ શકે છે. આ સિવાય અમેરિકા ઔદ્યોગિક ઉત્પાદનો, ઓટોમોબાઈલ્સ ખાસ કરીને ઈલેક્ટ્રિક વાહનો, વાઈન, પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ, ડેરી અને કૃષિ પ્રોડક્ટ્સ પર ડ્યુટીમાં રાહતની ઈચ્છા ધરાવે છે. જ્યારે ભારતે ટેક્સટાઈલ, જેમ્સ-જ્વેલરી, લેધર ગુડ્સ, કપડાં, પ્લાસ્ટિક, કેમિકલ્સ અને તેલિબિયાં સહિતની પ્રોડક્ટ્સ પર ડ્યુટીમાં રાહતની માંગ કરી છે.
તા.૦૧.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૩૦.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૬૧૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૯૩૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૪૭૪ પોઈન્ટ થી ૨૫૪૦૪ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- સિપ્લા લિ. ( ૧૫૧૧ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૦૯ ) :- રિલાયન્સ ગ્રુપના આ સ્ટોક રૂ.૧૪૮૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૩૪ થી રૂ.૧૫૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૪૯ ) :- રૂ.૧૪૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૭ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૬૩ થી રૂ.૧૪૭૪ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી ગ્રીન ( ૧૦૩૧ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૮૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૪૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૯૭ થી ૧૦૦૮ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૪૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૮૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ભારત ફોર્જ ( ૧૩૦૯ ) :- રૂ.૧૩૪૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૬૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૯૪ થી રૂ.૧૨૮૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૬૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૮૫ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૭૦ થી રૂ.૧૧૪૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૪૦ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૪ થી રૂ.૧૧૦૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૨૦ ) :- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૫ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૯૮૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!