Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટ નું પંચાંગ
    • 27 ઓગસ્ટ નું રાશિફળ
    • Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
    • તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
    • Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
    • Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
    • Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
    • America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્‌ર્સનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૩૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૩૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalFebruary 19, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૯.૦૨.૨૦૨૫ ના રોજ…

    બીએસઇસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇસેન્સેક્સ આગલા બંધ ૭૫૯૬૭સામે૭૫૭૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૫૮૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ૭૫૭પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮ પોઈન્ટના ઘટાડા સાથે૭૫૯૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૭૨સામે૨૨૯૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૮૮૧પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ૨૨૫પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૮ પોઈન્ટના ઘટાડા સાથે૨૨૯૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.સ્મોલ, મિડ કેપ શેરોમાં બે તરફી અફડાતફડી સાથે ફોરેન ફંડોએ અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં આરંભિક આંચકા આપીને છેલ્લે શોર્ટ કવરિંગ કરી ઈન્ડેક્સ બેઝડ સાધારણ નરમાઈ બતાવી હતી. વૈશ્વિક સ્તરે અમેરિકાના ભારત પર ક્રુડ ઓઈલની ખરીદીનું દબાણ વધારતી તાજેતરની બન્ને દેશો વચ્ચેની ડિલ અને બીજી તરફ ઓપેક દેશો દ્વારા એપ્રિલ પૂર્વે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો નહીં કરવાના નિર્ણય અને એપ્રિલથી અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાના નેગેટીવ પરિબળોએ આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ દરેક ઉછાળે સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઈન્ડેક્સમાં નજીવો સુધારો જોવા મળતાં રૂપિયો ફરી પાછો ઘટ્યો હતો, જયારેવૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા પછી ફરી ઘટતાં જોવાયા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૦% અને સ્મોલકેપઈન્ડેક્સ૨.૪૧%વધીને બંધ રહ્યા હતા.વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી, ટેક, આઈટી અનેહેલ્થકેરશેરોમાં લેવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૪સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૪૭અને વધનારની સંખ્યા૨૮૧૦રહી હતી,૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે૪શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે૧૨શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૪.૮૬%, લાર્સેન લી. ૧.૭૭%, એકસિસ બેન્ક ૧.૭૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૦%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૧૫%, કોટક બેન્ક ૧.૦૯%, એનટીપીસી૧.૦૬%, ટાટા સ્ટીલ ૧.૦૦% અનેઆઈટીસી લી. ૦.૩૨%વધ્યા હતા, જયારે ટીસીએસ લી. ૨.૨૮%, ઇન્ફોસિસ લી. ૨.૨૦%, હિન્દુસ્તાન યૂનિલિવર ૧.૯૮%, સન ફાર્મા ૧.૩૮%, ભારતી એરટેલ ૧.૩૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૩૫%, એચસીએલ ટેકનોલોજી૧.૦૩%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૦૨% અનેટેક મહિન્દ્ર ૧.૦૧% ઘટ્યાહતા.

    બજારની ભાવિ દિશા….મિત્રો, રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી વિક્રમી સપાટીએ પહોંચ્યું છે.ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીને પગલેબન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગનો તફાવત સતત ઘટી રહ્યો છે અને ડીઆઈઆઈ પાસે ઈક્વિટીસનુંહોલ્ડિંગ એફઆઈઆઈના હોલ્ડિંગને પાર કરી જવાની તૈયારીમાં છે. ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ હોલ્ડિંગનુંઅંતર અત્યારસુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું. એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી૧૭.૨૩% સાથે ૧૨ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું જ્યારે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ વધી ૧૬.૯૦% પહોંચી ગયું હતું.આમ બન્નેના હોલ્ડિંગ વચ્ચે માત્ર ૦.૩૩% તફાવત રહ્યો હતો જે ૨૦૧૫ના માર્ચ ત્રિમાસિકમાં ૧૦.૩૦% જેટલુ ઊંચુ હતું.

    ડિસેમ્બર ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ભારતની સેકન્ડરી બજારમાં રૂ.૧.૫૬ લાખ કરોડના શેર વેચ્યા હતા જ્યારે પ્રાઈમરી માર્કેટમાં રૂ.૫૫૫૮૦ કરોડની ઈક્વિટીસ ખરીદ કરી હતી. જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડસ તથા અન્ય નાણાં સંસ્થાઓ સહિત ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧.૮૬ લાખ કરોડની લેવાલી રહી હતી.બીજી બાજુ પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટી ૪૧.૦૮% રહ્યું હતું. ઊંચા મૂલ્યાંકને હિસ્સાના વેચાણને કારણે પ્રમોટરના હોલ્ડિંગમાં ઘટાડો થયો છે. રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી ૭.૬૯% સાથે વિક્રમી સ્તરે નોંધવામાં આવ્યું છે. ત્યારે અગામી દિવસોમાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

    તા.૨૦.૦૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૯.૦૨.૨૦૨૫ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૨૯૬૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૩૦૮૮ પોઈન્ટનાપ્રથમઅને૨૩૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૮૮૦ પોઈન્ટથી૨૨૮૦૮ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૨૦૨ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૯.૦૨.૨૦૨૫ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૪૯૬૩૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર૪૯૮૦૮ પોઈન્ટપ્રથમઅને ૫૦૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૪૯૪૭૪ પોઈન્ટથી૪૯૪૩૪ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૦૮૮ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ઈન્ફોસિસ લિ. ( ૧૮૧૪ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૧૭૭૦ નાસ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૪૦ નોભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૭૨૬ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!!રૂ.૧૬૭૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૭૪૩ થીરૂ.૧૭૫૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ભારતી એરટેલ ( ૧૬૪૫ ):-રૂ.૧૬૨૦ નોપ્રથમ તેમજ રૂ.૧૬૦૬ બીજા સપોર્ટથી ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૬૬૩ થી રૂ.૧૬૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૩૭ ):-ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૩ થીરૂ.૧૧૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૧૦૩૪ ) :- રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૮૮ સ્ટોપલોસ આસપાસ પ્રાઈવેટ બેન્કસેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૪૭ થીરૂ.૧૦૬૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૪૮૧ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦૮ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૬૦ થીરૂ.૧૪૪૩ ના નીચામથાળેભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૨૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • વોલ્ટાસ લિ. ( ૧૨૮૩ ):-રૂ.૧૩૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૩૧૩ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૨૬૦ થીરૂ.૧૨૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૬૦ ) :-પ્રાઈવેટ બેન્કસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૨૪૪ થીરૂ.૧૨૨૬ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • બાટા ઈન્ડિયા ( ૧૨૫૧ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેરસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૩ થીરૂ.૧૨૧૭ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સિસ બેન્ક ( ૧૦૦૯ ):- રૂ.૧૦૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૦૪૪ નાસ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૯૦ થીરૂ.૯૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

     

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025

    Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

    August 26, 2025

    Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.