રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૩૧૧ સામે ૭૭૩૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૦૩૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૨૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૪૫૯ સામે ૨૩૪૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૦૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૧૫૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના અમેરિકા મુલાકાત પૂર્વે સ્ટીલ, એલ્યુમીનિયમ પરની વધારાની ડયુટીની નેગેટીવ અસર સાથે ક્રુડ ઓઈલની રશીયા પાસેથી થતી ભારતની આયાત રૂપિયા-રૂબલના બદલે અમેરિકી ડોલરમાં કરવા મામલે દબાણ થવાની અને અમેરિકા પાસેથી ક્રુડ ખરીદવા સંબંધિત ડિલ થવાની ચર્ચાએ બજારમાં મોટી નેગેટીવ અસર જોવાઈ હતી અને ભારતીય શેરબજારમાં સતત પાંચમાં દિવસે ઘટાડો નોંધાયો હતો.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વેપારમાં ઉથલપાથલ સર્જવાનું ચાલુ રાખીને હવે અપેક્ષા મુજબ વિશ્વના કોઈપણ દેશોમાંથી સ્ટીલ અને એલ્યુમીનિયમની આયાત પર વધારાની ૨૫% ડયુટી લાદવાનું જાહેર કરતાં ટ્રમ્પના વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે શેરબજારમાં સેન્ટીમેન્ટ ડહોળાઈ જતાં આજે ભારતીય શેરબજારમાં અનાજીત ૧૦૦૦ પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો હતો.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન સપ્તાહના પ્રથમ બે દિવસમાં જ અંદાજીત રૂ.૧૬.૪૨ લાખ કરોડ ઘટ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ આ સપ્તાહમાં ટેરિફ મામલે નવા આકરાં નિર્ણયો જાહેર કરે એવી શકયતાએ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાની સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા મૂલ્યમાં ઘટાડો યથાવત્ રહ્યો હતો અને ૮૭.૯૫ પ્રતિ ડોલરના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો હતો, જયારે ક્રૂડઓઈલના બે તરફી વધઘટના અંતે સુધારો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૮૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૪૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઇન્ડસ્ટ્રીયલ્સ, હેલ્થકેર, કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી, કેપિટલ ગુડ્સ, ઓટો, મેટલ અને યુટિલિટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૯૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૪૭૮ અને વધનારની સંખ્યા ૫૨૫ રહી હતી, ૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ ૦.૧૯% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. ૫.૨૪%, ટાટા સ્ટીલ ૨.૯૧%, બજાજ ફિનસર્વ ૨.૭૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૬૮%, લાર્સેન લી. ૨.૬૫%, ટાટા મોટર્સ ૨.૬૦%, કોટક બેન્ક ૨.૧૫%, હિન્દુસ્તાન યૂનિલિવર ૨.૦૮%, આઈટીસી લી. ૨.૦૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૨%, સન ફાર્મા ૧.૮૯% અને ટીસીએસ ૧.૭૬% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાને ભારતની રશીયા સાથેની દોસ્તી કણા માફક ખૂંચી રહી છે. અમેરિકા ઈચ્છતું નથી કે, ભારત તેની ક્રુડ ઓઈલની આયાત રશીયા પાસેથી કરે અને એ પણ રૂપિયા-રૂબલમાં આ આયાત થાય. જેથી વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન આ સંભવત: દબાણ ભારત પર લાવવામાં આવશે. જો આ મુલાકાતમાં ભારત અને અમેરિકા વચ્ચે મૈત્રીના સંબંધ થશે તો ભારતીય શેરબજારનું સેન્ટીમન્ટ સુધરતું જોવાશે, અન્યથા સંબંધો વણસવાના સંજોગોમાં સેન્ટીમેન્ટ ડહોળાઈ શકે છે. મેક્સિકો, કેનેડા અને ચાઈના પછી અમેરિકાનું ટાર્ગેટ હવે ભારત હોવાનું ટેરિફના આકરાં નિર્ણય લેતાં પૂર્વે બિઝનેસમેન ટ્રમ્પ જાણે કે ભારતને ડિલ ટેબલ પર આવવા ફરજ પાડી રહ્યા હોય એમ ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીની અમેરિકા-ભારત વચ્ચેની મુલાકાત પર ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૧૨.૦૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૧.૦૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૧૫૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૩૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૦૮૮ પોઈન્ટ થી ૨૩૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૧૧.૦૨.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૯૬૮૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૪૦૪ પોઈન્ટ પ્રથમ અને ૪૯૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૯૭૩૭ પોઈન્ટ થી ૪૯૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૯૭૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૩૦૯૪ ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૦૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૯૮૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૧૨૪ થી રૂ.૩૧૩૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૧૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એસીસી લિ. ( ૧૯૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૦૯ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૯૫૩ થી રૂ.૧૯૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૭૨૫ ) :- રૂ.૧૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૧૬૮૬ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૪૩ થી રૂ.૧૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- એચડીએફસી બેન્ક ( ૧૭૦૮ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૨૩ થી રૂ.૧૭૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૬૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૬૭૭ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૬૧૬ સ્ટોપલોસ આસપાસ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૬૯૦ થી રૂ.૧૭૦૩ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- નેસલે ઈન્ડિયા ( ૨૨૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેકેજ્ડ ફૂડસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૪૭ આસપાસ વેચવાલી થકી રૂ.૨૧૮૮ થી રૂ.૨૧૭૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૦૨૯ ) :- રૂ.૨૦૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૮૮ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૯૯૭ થી રૂ.૧૯૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૨૫ ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૭૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સિપ્લા લિ. ( ૧૪૫૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૬૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૧૪ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઈપ્કા લેબોરેટરી ( ૧૪૨૬ ) :- રૂ.૧૪૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૬૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.